Book Title: Ama Apne Kya
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 19
________________ ત્યારે પુષ્ય નથી બાંધી શકતા. નસીબમાં હોય છે તો જ અને ત્યારે જ પુણ્ય બાંધી શકીએ છીએ !” પરોપકારની જે કક્ષાનો સમાવેશ અસ્થિર ધજામાં નહીં પણ સ્થિર દંડમાં થાય છે એ કક્ષા છે આદરભાવની. એક જ વાક્યમાં કહેવું હોય તો એમ કહી શકાય કે આદરભાવ એ જીવમાત્ર પ્રત્યેના મૈત્રીભાવનું FOUNDATION છે, પાયો જેટલો નબળો એટલી ઇમારતે કાચી. આદરભાવમાં જેટલો કડાકો, મૈત્રીભાવ એટલો બોદો. એક વાત તમને કરું ? અધ્યાત્મજગતમાં પ્રવેશવા માટે જરૂરી નથી કે તમારે જડપદાર્થ માત્રનો ત્યાગ કરવો જ પડે પણ જીવમાત્રના હૃદયગત સ્વીકાર વિના તમે અધ્યાત્મ જગતમાં પ્રવેશ પામી શકો એવી કોઈ જ શક્યતા નથી. અને જ્યાં આદરભાવ આવે છે ત્યાં ઉપકારની વૃત્તિ તો પુષ્પની સાથે જ આવતી સુવાસની જેમ આવીને જ રહે છે. પુષ્ય અને એ સુવાસહીન ? આદરભાવ અને એ ઉપકારરહિત? કલંક છે. જવાબ આપો. આ આદરભાવના આપણે સ્વામી ખરા ? મારી અપેક્ષા તોડે, મારા સ્વાર્થમાં આડો આવે, મારું અપમાન કરે, સમાજ વચ્ચે મને બદનામ કરે, મારી ઉઘરાણી બાડે એના પ્રત્યેય મારો આદરભાવ ટકી જ રહે એ કહી શકવાની સ્થિતિમાં આપણે ખરા? સભા : દુઃખ આપનાર પ્રત્યે આદરભાવ ટકે જ શી રીતે ? ક્રિકેટજગતની એક વાત તમને કરું? બૅટ્સમૅનને આઉટ કરનાર બૉલર કોઈ પણ હોય, બૅટ્સમૅન એ બૉલર પર નથી તો તિરસ્કાર કરતો કે નથી તો એના પર હુમલો કરી બેસતો. કારણ? એ બરાબર સમજતો હોય છે કે હું આઉટ થયો છું એ મારી ગફલતના કારણે જ. મારી બેદરકારીના કારણે જ. જો હું સાવધ રહ્યો હોત, આવનાર બૉલને બરાબર રમી શક્યો હોત તો તાકાત શી હતી કોઈ પણ બૉલરની કે એ મને આઉટ કરી શક્યો હોત? ના. મારી જ ગફલતે મને આઉટ કર્યો છે. બૉલરનો એ બૉલ તો એમાં નિમિત્ત જ બન્યો છે. પ્રભુ આ જ તો વાત કરે છે, તને દુ:ખ છગનભાઈએ આપ્યું છે કે મગનભાઈએ આપ્યું છે. તારું અપમાન ચિન્ટેએ કર્યું છે કે નિકુંજે કર્યું છે, તારી ઉઘરાણી નરેશે દબાવી છે કે રમેશે દબાવી છે. તને ગાળ નાથાલાલે આપી છે કે પેથાલાલે આપી છે, તારા પોતાના કોક જનમનો પ્રમાદ સેવનના ફળ સ્વરૂપે બંધાયેલ અશુભ કર્મો સિવાય એમાં અન્ય કોઈ જ જવાબદાર નથી. તને જેઓ ગુનેગાર કે જવાબદાર લાગે છે એ બધાય માત્ર નિમિત્ત જ છે. એથી વધુ ને વધુ બીજું કશું જ નથી. સભા : પ્રભુના આ વચનમાં સંમત થવું બહુ મુશ્કેલ લાગે છે. આપણે સંમત થઈએ કે ન થઈએ, હકીકત આ જ છે. પ્રભુવીરના કાનમાં ઠોકાયેલા ખીલાના પ્રસંગમાં આપણે જો પ્રભુએ ૧૭મા ભવમાં અધ્યાપાલકના કાનમાં સીસું રેડ્યું એ કૃત્યને જ જવાબદાર ઠેરવીએ છીએ તો આપણા વર્તમાન દુઃખમાં ભૂતકાળના કોક ભવના પ્રમાદને જવાબદાર માની લેવામાં આપણને તકલીફ શી પડે છે? પણ ના, મન એ માટે સંમત થતું જ નથી. દુ:ખમાં એ અન્યને જવાબદાર માન્યો વિના રહી શકતું જ નથી, સ્વને જવાબદાર માની લેવામાં એનો અહં તૂટે છે. થયેલ નુકસાનીને સ્વીકારી લેવા સંમત થવું પડે છે. સામી વ્યક્તિ પ્રત્યે દ્વેષ ઊભો કરીને એને હેરાન કરવાની મળતી તકને જતી કરવી પડે છે. આ વૃત્તિ જીવ પ્રત્યેના આદરભાવમાં કડાકો ન બોલાવે તો બીજું કરે પણ શું? સાંભળ્યું છે આ દૃષ્ટાન્ન ? અઢાર વરસના યુવકના ત્રણે દાંત પડી ગયેલા જોઈને પહેલી જ વાર એને મળેલા એક યુવકે એને પૂછ્યું, ‘આ તારા દાંત હમણાં જ પડી ગયા છે ? ‘હા’ ‘દાંતમાં સડો થઈ ગયો હતો?’ ‘રસી થઈ ગઈ હતી ?” ‘ક્યાંય ભટકાઈ ગયો હતો?” ‘તો?” ‘હવાના કારણે પડી ગયા” એટલે ?” એટલે બીજું કાંઈ નહીં. એ પહેલવાનને જોઈને હું હસી પડ્યો અને એમાં મારે દાંત ગુમાવી દેવા પડ્યા !” હો. આ છે મન. જડ પદાર્થો પ્રત્યે રાગ કરવાની એક પણ તક જતી કરવા એ જો તૈયાર નથી તો જીવતત્ત્વ પ્રત્યે દ્વેષ કરવાની મળી જતી એક પણ તક જતી કરવા પણ એ ૩૯ ૪૦

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40