Book Title: Ama Apne Kya
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 14
________________ સાંભળ્યું છે આ દૃષ્ટાન્ત? ‘બેટા ! એક વાત તને કરું ?' | ‘કહો’ આ વખતે બારમા ધોરણમાં જો તું પાસ થઈ ગયો ને તો તને હું સ્કૂટર અપાવીશ” અને પરિક્ષાનું પરિણામ જ્યારે પપ્પાના હાથમાં દીકરાએ આપ્યું ત્યારે એની આંખો શરમથી નીચે ઝૂકેલી હતી. પપ્પાએ પરિણામ પર નજર ફેરવી. દીકરો નાપાસ હતો. ‘બેટા ! આ શું ?” પપ્પા ! નાપાસ થઈ ગયો’ ‘પણ મેં તને સ્કૂટર અપાવવાની વાત કરી એ પછી તો પરિણા બે મહિને આવી. એ દરમ્યાન તું કરતો શું હતો?' ‘પપ્પા ! સ્કૂટર ચલાવવાનું શીખતો હતો ? હા, આદર-કદરનાં પ્રલોભનો સામે ઝૂકી જતા પરોપકારની આ જ હાલત થાય છે. આદર-કદરની ભૂખ સંતોષાતી નથી અને પરોપકારની પરિક્ષામાં પાસ થઈ શકાતું નથી. બાકાત કરી નાખો જાતને પરોપકારની આ અહંકારપુષ્ટિની કક્ષામાંથી ! પરોપકારની બીજા નંબરની કક્ષા છે, સામાના અત્યાગ્રહની. હૃદયમાં દાન કરવાની કોઈ વૃત્તિ નથી. કહેવું હોય તો એમ પણ કહી શકાય કે મને દાન કરવા બિલકુલ તૈયાર નથી એટલું જ નહીં, તક મળે તો એ સ્થળેથી ભાગી છૂટવા તૈયાર થઈ ગયું છે પણ આજુબાજુમાં જેઓ પણ બેઠા છે એ સહુ દાન કરવા માટે ભારે આગ્રહ કરી રહ્યા છે. નિર્લજ્જ થઈને એમને ના પાડી શકાય તેમ નથી અને એટલે સર્વથા ક-મને પણ દાનમાં રકમ લખાવવી પડે છે. પરિણામ? દાન થઈતો જાય છે પણ નથી તો દાન કરતી વખતે આનંદ અનુભવાતો કે નથી તો થઈ ગયેલ દાન બદલ દિલમાં અનુમોદનાનો કોઈ ભાવ ઊઠતો. કદાચ જેના આગ્રહથી દાનમાં રકમ લખાવવી પડી હોય છે એના પ્રત્યે મનમાં દુર્ભાવ પણ ઊભો થઈ જતો હોય તો ના નહીં. આવા દાનનું કે આવા પરોપકારનું આયુષ્ય કેટલું રહેવાનું ? સામાનો આગ્રહ બંધ થતાંની સાથે જ દાન બંધ થઈ જશે. સામાની આંખની શરમ નડવાનું બંધ થઈ જતાં જ દાન બંધ થઈ જશે. આવા અવસરમાં હાજર રહેવાનું બંધ થઈ જતાં જ પરોપકાર બંધ થઈ જશે. આવા સ્થળ પર જવાનું બંધ થઈ જતાં જ પરોપકાર સ્થગિત થઈ જશે. અલબત્ત, આનો અર્થ એવો નથી કે સામાના આગ્રહથી પરોપકારમાં ન જ જોડાવું કે આગ્રહ કરીને પણ સામાને પરોપકારમાં ન જ જોડવો. ના. પાત્રતા આપણે એ હદની વિકસાવવી કે સામાના સમ્યક આગ્રહને સુદાક્ષિણ્ય ગુણના સહારે અમલી બનાવીને પણ પરોપકાર માટે પ્રવૃત્ત થઈને જ રહેવું પણ પરોપકારમાં પ્રવૃત્ત થવા દરેક વખતે કોકની પ્રેરણા કે આગ્રહની અપેક્ષા ન રાખવી. પરોપકારનો આનંદ એ હદનો અનુભવવો કે મને સ્વતંઃ જ પરોપકાર માટે લાલાયિત બન્યું રહે. અને સામાને પરોપકાર માટે જ્યારે પણ પ્રેરણા કરવાનું કે આગ્રહ કરવાનું આપણને મન થાય ત્યારે એની સ્થિતિ ખાસ જોવી. સ્થિતિ જોયા પછી એની ભાવના પણ જોવી અને ભાવના જોયા પછી ય એની પાત્રતા જોયા વિના તો રહેવું જ નહીં. જો એ બાબતમાં આપણે થાપ ખાઈ ગયા અને સ્થિતિ, ભાવના કે પાત્રતા જોયા વિના સીધો એને પરોપકાર માટે આપણે આગ્રહ કરી બેઠા તો શક્ય છે કે એ પોતે દુર્ગાનગ્રસ્ત પણ બની જાય, આપણા માટે એના ચિત્તમાં દુર્ભાવ પણ ઊભો થઈ જાય. એની આ સ્થિતિ જોઈને આપણને પોતાને પણ મેં એને ક્યાં આગ્રહ કર્યો ?' આવો વિચાર આવી જાય અને આ પ્રસંગના કારણે એની સાથેના આત્મીયતાસભર સંબંધમાં કદાચ કાયમી કડવાશ પણ ઊભી થઈ જાય. સાંભળ્યું છે આ દૃષ્ટાંત? પહેલાં મને જવાબ આપો કે.. સાગરની સફરે નીકળેલા ચિન્ટ, પિન્ટ, મિન્ટ અને રિન્ક ઊભા હતા સ્ટીમરના તૂતક પાસે અને અચાનક શું થયું, સ્ટીમરમાં બેઠેલા અન્ય યાત્રીઓમાંના કોક એક યાત્રીનો સાગરમાં પડવાનો અવાજ સંભળાયો. બધાય તૂતક પાસે એકઠા તો થઈ ગયા પણ કોઈ કાંઈ સમજે એ પહેલાં તો ચિન્દુને એ યાત્રી પાછળ સાગરના પાણીમાં ઝંપલાવતો સહુએ જોયો અને સહુના શ્વાસ અદ્ધર થઈ ગયા. સહુના મુખમાંથી ચિન્ટ માટે ધન્યવાદના શબ્દો નીકળી ગયા અને માત્ર વીસેક મિનિટનો સમય પસાર થયો અને પેલા પડી ગયેલા યાત્રી સાથે ચિન્હ છેક સ્ટીમર પાસે આવી ગયો. તૂતક પાસે ઊભેલા સહુએ દોરડું નાખીને એ બંનેને ઉપર લઈ લીધા. સાંજના સમયે સ્ટીમર પરના યાત્રીઓએ ચિજુએ કરેલ આ ભવ્ય પરાક્રમ બદલ એના બહુમાનનો સમારંભ યોજ્યો. એ બહુમાન સમારંભમાં ચિન્ટ માટે દરેક યાત્રીએ પ્રશંસાના શબ્દોનો ધોધ વહાવ્યો. છેલ્લે સમારંભના અધ્યક્ષે ચિન્ટને બે શબ્દો બોલવાની વિનંતિ કરી. - ચિન્હ બોલવા ઊભો થયો. જેવું માઇક એણે હાથમાં લીધું એ જોરથી બરાડી ઊઠ્યો, ૩૦ ૨૯

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40