Book Title: Ama Apne Kya
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 8
________________ ગેરહાજરી વિનાના બાકીના સદ્યોગો આપણા માટે કેટલા લાભકારી બન્યા રહેશે એ પ્રશ્ન છે. સાંભળી છે આ પંક્તિઓ ? હૃદયને જીવ ભરીને જીવવા દો, બુદ્ધિને કહો બહુ બોલે નહીં; સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં મૂકીને કદી કોઈ તોલે નહીં' ગુરુદેવ તો સોનાની મૂર્તિ કરતાં અનેકગણાં મૂલ્યવાન છે. જ્યારે બુદ્ધિ એ તો કાટ ખાઈ ગયેલા લોખંડના ત્રાજવાનું પ્રતિનિધિત્વ ધરાવી રહી છે. આપણે ગુરુદેવનું મૂલ્યાંકન બુદ્ધિના ત્રાજવે કરશું ? ઉપકારીઓના ઉપકારની કક્ષાને સમજવા આપણે બુદ્ધિને કામે લગાડશું ? મળી ગયેલા તારક અનુષ્ઠાનોની તાકાત સમજવાનું કામ આપણે બુદ્ધિને સોંપશું ? સભા : આવું કેમ બને છે ? એક મહત્ત્વનું કારણ એ છે કે ગુરુદેવને આપણી બુદ્ધિ મહાન માનવા તો તૈયાર છે પણ એમને તારક માનવાની બાબતમાં એ સતત આનાકાની કર્યા કરે છે. ‘ગુરુદેવ સંયમી છે, પંચ મહાવ્રતધારી છે, ત્યાગી છે, તપસ્વી છે, શાસનપ્રભાવક છે' આ બધું જ માનવા તો બુદ્ધિ તૈયાર છે પણ ‘વાસનાની ગટરમાં આળોટી રહેલા મારા જેવા ડુક્કરને, પવિત્રતાનો ચારો ચરતા હંસ જેવો બનાવી દેવાની તાકાત તો કેવળ ગુરુદેવની જ છે. કષાય સેવનના માર્ગ દુર્ગતિ તરફ ધકેલાઈ રહેલા મારા જેવા નપાવટને ત્યાંથી પાછો વાળીને પ્રભુભક્તિના માર્ગે દોડતો કરી દઈને સદ્ગતિગામી બનાવી દેવાની ક્ષમતા તો કેવળ ગુરુદેવની જ છે' આ માનવા મન તૈયાર થતું નથી અને એનું જ આ દુષ્પરિણામ છે કે એમના સાંનિધ્યમાં આવવા છતાં, એમનાં દર્શન-વંદન કરવા છતાં, એમનાં પ્રવચનો સાંભળવા છતાં હૈયામાં એવા કોઈ વિશિષ્ટ સ્પંદનો ઊઠતા જ નથી. કબૂલ, કોક કરોડપતિને જોવા છતાં એના પ્રત્યે તમારા હૈયામાં કોઈ ગદ્ગદતાનો ભાવ ન અનુભવાય પણ જે કરોડપતિએ ઝૂંપડપટ્ટીમાં જ રહેતા તમને બંગલામાં રહેતા કરી દીધા હોય એનાં દર્શને ય તમારા હૈયામાં ગદ્ગદતા ન અનુભવાય એવું બને ખરું ? જો ના, તો જે ગુરુદેવે ગુમરાહ એવા આપણે સન્માર્ગ પર આવી જઈએ એ માટે લોહી-પાણી એક કર્યા છે અને આજે ય એ જ પરિશ્રમ વેઠી રહ્યા છે, જે ગુરુદેવ સતત ને સતત આપણાં આત્મહિતની જ ચિંતા કરી રહ્યા છે એ ગુરુદેવ સ્મૃતિપથમાં આવી જાય ૧૬ અને આપણે ગદ્ગદતા ન અનુભવીએ એ શક્ય જ શે બને ? એક કામ કરશો ? તારક પરિબળોને સંપત્તિ ન આપી શકવાની વેદના તો તમે અવારનવાર અનુભવી હશે, સમય ન આપી શક્યાની વેદના ય તમે અનુભવતા હશો પણ હવે એમને હૃદય નથી આપી શકતા એની વેદના અનુભવવાનું ચાલુ કરો. સભા : એ માટેનો કોઈ સરળ ઉપાય ? ઉપાશ્રયમાં દાખલ થતાં પહેલાં જેમ તમે બૂટ-ચંપલ બહાર ઉતારી દો છો તેમ ઉપકારી પરિબળો સમક્ષ હાજર થતા પહેલાં બુદ્ધિના જોડાને તમે દૂર રાખી દો. બાકી, સૂર્યના પ્રખર તાપમાં બગીચાનું પુષ્પ જેમ કરમાઈ જ જાય છે તેમ બુદ્ધિની જાલિમ ગરમીમાં સંવેદનશીલતાનું પુષ્પ પણ કરમાઈ જ જવાનું છે. વિકાસના માર્ગ પરનું પાંચમા નંબરનું સોપાન છે. સત્ત્વશીલતા (FORCE) સ્વતંત્રતા મળી ગઈ. સત્શેત્રો પણ મળી ગયા. સન્મિત્ર પણ ઉપલબ્ધ થઈ ગયા અને સંવેદનશીલતાના સ્વામી પણ બની ગયા પણ જો સાધના માટે જરૂરી એવી સત્ત્વશીલતા જ ગાયબ છે તો અધ્યાત્મમાર્ગમાં ગતિ શક્ય શેં બનશે ? યાદ રાખજો. પાપ પ્રલોભનોને ના પાડી દેવા માટે ય સત્ત્વશીલતા વિના ચાલે તેમ નથી તો ધર્મસેવન માટે આવેલ તકને હા પાડી દેવા માટેય સત્ત્વશીલતા વિના ચાલતું નથી. આમાં મહત્ત્વની વાત પાછી એ છે કે પ્રલોભનનું પોત તો ઘરનાં બારણાની બહાર ઊભા રહીને સિસોટી વગાડી રહેલ મિત્ર જેવું છે જ્યારે ધર્મસેવનની તકનું પોત બંધ બારણા પર ટકોરા લગાવી રહેલા મિત્ર જેવું છે. જવાબ આપો. દરવાજો ખોલવાનું વધુ મન ક્યારે થાય ? સિસોટીનો અવાજ સંભળાય ત્યારે કે ટકોરાનો અવાજ સંભળાય ત્યારે ? સભા : અમને તો સિસોટી જ વધુ આકર્ષે છે. અને એટલે જ તો શાસ્ત્રકારોએ ધર્મપ્રવૃત્તિ કરતાં ય વધુ જોર પાપનિવૃત્તિ પર આપ્યું છે. ધર્મપ્રવૃત્તિ કરતાં ય આત્મા માટે પાપનિવૃત્તિ બહુ મોટો પડકાર હોવાનું જણાવ્યું છે. ધર્મપ્રવૃત્તિ કરતાં ય પાપનિવૃત્તિ માટે વધુ સત્ત્વશીલતા દાખવવાનું જણાવ્યું છે. હું તમને જ પૂછું છું. સરળ શું લાગે છે ? તપશ્ચર્યા કે હોટલત્યાગ ? પ્રભુપૂજા કે ટી.વી. ત્યાગ ? ગુણાનુવાદ કે નિંદાત્યાગ ? પ્રવચનશ્રવણ કે વિકથા ત્યાગ ? દાન કે લોભત્યાગ ? ટૂંકમાં, ધર્મપ્રવૃત્તિ કે પાપનિવૃત્તિ ? ૧૭

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40