Book Title: Ama Apne Kya Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 6
________________ આ માનવજીવનને એ નિષ્ફળ નહીં બનવા દે. અને હાથમાં આવી ગયેલ સત્શેત્રના સુદૂર સુધીના સદુપયોગ માટે અંતઃકરણને ઉલ્લસિત કર્યા વિના એ નહી રહે. એક અતિ અગત્યની વાસ્તવિકતા તમારા ખ્યાલમાં છે? એ કાગળને જ રૂપિયાની નોટનું ગૌરવ મળે છે કે જે કાગળ પર રિઝર્વ બૅન્કના ગવર્નરની સહી હોય છે. એ ચેક જ બૅન્કમાં સ્વીકાર્ય બને છે કે જે ચેક પર એના લખનારના માલિકની સહી હોય છે. બસ, એ જ ન્યાયે અધ્યાત્મ જગતમાં સાધકની એ સાધના જ સ્વીકાર્ય બને છે કે જે સાધનાને સદ્ગુરુની મંજૂરી મળી હોય છે. પંચસૂત્ર શાસ્ત્ર તો ત્યાં સુધી લખી દીધું છે કે ‘ગુરુ દ્વારા જ પરમગુરુની પ્રાપ્તિ છે’. શીખોએ તો પોતાના ધર્મસ્થાનનું નામ જ ‘ગુરુ દ્વારા’ રાખ્યું છે. આ તમામ વાસ્તવિકતાઓ એટલું જ કહે છે કે જીવનમાં કલ્યાણમિત્ર તો હોવો જ જોઈએ અને એ કલ્યાણમિત્રોમાં પ્રથમ નંબરનું સ્થાન સદ્ગુરુને જ અપાવું જોઈએ. સભા : મિત્ર અને કલ્યાણમિત્ર વચ્ચે તફાવત શું છે ? માત્ર આલોકની જ ચિંતા કરે તે મિત્ર છે, પરલોકની પણ ચિંતા કરે એ કલ્યાણમિત્ર છે. કેવળ શરીર અને મનના સુખની જ ચિંતા કરે એ મિત્ર છે, આત્માના હિતની પણ ચિંતા કરે એ કલ્યાણમિત્ર છે. દુઃખ દૂર કરવાના ઉપાયોમાં જ વ્યસ્ત રાખે એ મિત્ર છે, દોષોને દૂર કરવાના ઉપાયોમાં પણ પ્રવૃત્ત બનાવી દે એ કલ્યાણમિત્ર છે. સંપત્તિમાં જ સુખનાં દર્શન કરાવતો રહે એ મિત્ર છે, સદ્ગુણ-સત્કાર્ય-સમાધિમાં જ સુખની શ્રદ્ધા સ્થિર કરતો રહે એ કલ્યાણમિત્ર છે. પણ, કરુણતા મનની એ છે કે કલ્યાણમિત્ર ઉપલબ્ધ હોવા છતાં મન એમની પાસે જવાનું ટાળતું રહે છે. કારણ સ્પષ્ટ છે. અહંને ઝુકાવી દેવાની તૈયારી દાખવ્યા વિના સદ્ગુરુના ચરણમાં બેસી શકાતું નથી. સુખને તિલાંજલિ આપી દેવાની તૈયારી દાખવ્યા વિના સદ્ગુરુનું શરણ સ્વીકારી શકાતું નથી. જનમજનમના કુસંસ્કારોને પડકારતા રહેવાનું સત્ત્વ દાખવ્યા વિના સદ્ગુરુને જીવનરથના સારથી બનાવી શકાતા નથી. પણ એટલું જ કહીશ કે આ જીવનમાં એક વાર તો એ પરાક્રમ કરી દેખાડવા જેવું જ છે. મનને જો ના પાડતા આપણે શીખી જઈએ અને અંતઃકરણને હા પાડી દેતા આપણને આવડી જાય, શરીર-મન કેન્દ્રિત સુખને જીવનના કેન્દ્રસ્થાનેથી હટાવી દઈને આત્મકેન્દ્રિત હિતને જીવનના કેન્દ્રસ્થાને ગોઠવી દેવા આપણે કટિબદ્ધ બની જઈએ તો પછી કલ્યાણમિત્ર એવા સદ્ગુરુના સાંનિધ્યમાં ગોઠવાઈ જતા આપણને કોઈ જ પરિબળ રોકી શકે તેમ નથી. ૧૨ યાદ રાખજો. સ્વતંત્રતાનું પ્રથમ નંબરનું સોપાન જો જગતના અબજો લોકોને ઉપલબ્ધ થયું છે તો સક્ષેત્રનું બીજા નંબરનું સોપાન તો કરોડો લોકોને પણ ઉપલબ્ધ થયું છે કે કેમ એમાં શંકા છે. અને એમાં ય સન્મિત્રનું ત્રીજા નંબરનું સોપાન તો લાખો લોકો પાસે પણ છે કે કેમ એ પ્રશ્ન છે. નસીબદાર છીએ આપણે બધા કે આપણી પાસે સ્વતંત્રતા, સક્ષેત્ર અને સન્મિત્ર એ ત્રણે ય સોપાનો અત્યારે હાથવગાં છે. અલબત્ત, પ્રથમ બે સોપાન પુણ્યને બંધાયા છે પરંતુ આપણે તો એવા ભારે નસીબદાર છીએ કે ત્રીજા નંબરનું સોપાન પણ આપણને પુણ્યથી જ ઉપલબ્ધ થઈ ગયું છે. કારણ કે સદ્ગુરુને આપણે શોધવા નથી ગયા, સામેથી જ આપણને ઉપલબ્ધ થઈ ગયા છે. કદાચ કહેવું હોય તો એમ પણ કહી શકાય કે જીવનના રસ્તા પર આમ-તેમ ભટકી રહેલા આપણને સદ્ગુરુ અચાનક ક્યાંક ભેટી ગયા છે. ગુમરાહ બનીને જીવનની કીમતી પળોને વેડફી રહેલા આપણને સદ્ગુરુએ સામેથી પકડી પાડ્યા છે. સર્વથા અર્થહીન જીવન જીવી રહેલા આપણને સદ્ગુરુએ સામે ચડીને જીવનનો અર્થ સમજાવી દીધો છે. સભા : તો હવે તો અમારું આત્મકલ્યાણ પાકું ને ? ના. દિલ્લીમાં અત્યારે આપણે બધા ભલે બેઠા છીએ પણ અધ્યાત્મની ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે દિલ્લી હજી ઘણું દૂર છે. કારણ કે ચોથા નંબરના અને પાંચમા નંબરના સોપાનને સર કરી લીધા પછી જ અધ્યાત્મજગતનું દિલ્લી સર થઈ શકે તેમ છે. સભા ઃ કર્યાં છે એ બે સોપાનો ? એ જ વાત હવે હું કરું છું, વિકાસના માર્ગ પરનું ચોથા નંબરનું સોપાન છેઃ સંવેદનશીલતા. (FEELINGS) સ્વતંત્રતા મળી ગઈ છે. સોત્રો હાથવગાં છે. સન્મિત્ર સાથે છે પરંતુ આ બધું મળી ગયા બદલ હૃદયમાં જો કોઈ આનંદ જ નથી, અહોભાવનાં પૂર જો હૃદયમાં ઊમટતા જ નથી, ગુરુદેવનાં દર્શને દિલ જો લાગણીશીલ બની જતું જ નથી. પ્રભુના પૂજનમાં આંખોમાંથી હર્ષનાં આંસુ જો વહેવા લાગતા જ નથી તો નિશ્ચિત સમજી રાખવું કે પુણ્યના ઉદયથી આપણને મળી ગયેલાં પ્રથમ ત્રણ સોપાનો આપણા માટે સર્વથા નિરર્થક જ પુરવાર થવાના છે. સભા : અમારાં હૃદય રુક્ષ કેમ બની ગયા છે ? ૧૩Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40