Book Title: Ama Apne Kya
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 3
________________ જીવનમાં આવી રહેલ નાની કે મામૂલી તકલીફો અંગે નહીં તો કોઈ ફરિયાદ કરવાનું મન થાય કે નહીં તો એ અંગે દીનતાના શિકાર બન્યા રહેવાનું મન થાય. ‘અભાવ’ના સર્વત્ર ગાણાં ગાયા કરવાનું મન નહીં થાય તો ‘અલ્પતા’ ની મનમાં સતત નોંધ લેતા રહેવાની વૃત્તિ જાગ્રત નહીં થાય. અરે, જે પણ સ્વતંત્રતા મળી છે એના ખ્યાલે હૈયું પ્રસન્નતાથી તરબતર રહેશે. મન સતત મસ્તીનો જ અનુભવ કરતું રહેશે. દિલ હંમેશાં તાજગીસભર જ રહેશે. વિકાસના માર્ગ પરનું બીજા નંબરનું સોપાન છે : સક્ષેત્ર [FIELD] માળીને બીજ મળે પણ ફળદ્રુપ ખેતર ન મળે તો માળી એ બીજનું કરે શું ? મમ્મીના હાથમાં સરસ મજેનું મેળવણ આવી જાય પણ એને દૂધ મળે જ નહીં તો એ મેળવણનું એ કરે શું ? બસ, એ જ ન્યાયે સ્વતંત્રતા મળી જાય આત્માને પણ સક્ષેત્ર મળે જ નહીં તો એ સ્વતંત્રતાનું આત્મા કરે શું ? સાંભળી છે તમે રાજેશ વ્યાસની આ પંક્તિઓ? ‘કદી ન લાગે ગૌરવ જેવું, આકાશે સમળીનું હોવું ઊંચે ચકરાવા મારીને, નીચે ઉકરડામાં જોવું. એક મરેલા ઉંદર ખાતર, રોજ તૂટે આકાશી સગપણ.' સમળીને પાંખો એવી મળી કે એ છેક આકાશમાં ઊંચે સુધી ઊડી શકી પણ રે કમનસીબી ! ઊકરડામાં પડેલા એક મરેલા ઉંદર પર એની નજર પડી અને ગણતરીની પળોમાં આકાશની ઊંચાઈ છોડીને, આકાશ સાથેનું સગપણ તોડીને એ નીચે આવી ગઈ અને નીચે પણ એ ક્યાંય બગીચામાં ન પહોંચતા સીધી ઉકરડે પહોંચી ગઈ ! માણસના હાથમાં પથ્થર તો એવો મસ્ત આવી ગયો કે નયનરમ્ય પ્રતિમામાં રૂપાંતર થઈને લાખો લોકોના હૃદયમાં એ શુભભાવોની છોળો ઉછાળી શકે પણ દુર્ભાગ્ય એનું કે એ કોક ગુંડાના હાથમાં જઈ ચડ્યો. એણે એ પથ્થરને ફેંક્યો કોકના મસ્તક પર અને એ માણસનું મસ્તક એણે લોહીલુહાણ કરી નાખ્યું. જવાબ આપો. આંખો તેજસ્વી મળે પણ એને ઠરવા માટે પ્રભુ ન મળતાં પરસ્ત્રી જ મળે તો મળેલી આંખોની એ સ્વતંત્રતાનું કરવાનું શું ? કાન સશક્ત મળે પણ એ પ્રભુવચનોનાં શ્રવણ તરફ ખૂલવાને બદલે નિંદાના શબ્દો તરફ જ ખૂલતા રહે તો મળેલી કાનની એ સ્વતંત્રતાનું કરવાનું શું ? પગ મજબૂત હોય પણ પ્રભુના મંદિર તરફ વળતા રહેવાને $ બદલે થિયેટર તરફ જ વળતા રહેતા હોય, કોક પાંજરાપોળ તરફ વળતા રહેવાને બદલે હૉટલો તરફ જ વળતા રહેતા હોય, તીર્થસ્થાનો તરફ વળતા રહેવાને બદલે ક્લબ તરફ જ વળતા રહેતા હોય તો પગની મળેલ એ સ્વતંત્રતાનું કરવાનું શું ? મન ખમતીધર મળ્યું હોય પણ શુભ ભાવનાઓથી એને ભાવિત રાખતા રહેવાને બદલે એને સંકલ્પ-વિકલ્પોમાં જ વ્યસ્ત રાખવાનું હોય તો મનના એ ખમતીધરપણાનું કરવાનું શું ? શું કહું ? કરોડો-અબજો માણસો આ જગતમાં એવા છે કે જેઓ પાસે સ્વતંત્રતાનું સ્વામિત્વ તો છે પણ સક્ષેત્રો મળવાનું એમને સદ્ભાગ્ય સાંપડ્યું નથી. દુષ્પરિણામ આનું એ આવ્યું છે કે સ્વતંત્રતાનો દુરુપયોગ કરતા રહેવા સિવાય તેઓ બીજું કાંઈ જ કરી રહ્યા નથી. મારી એ ઇચ્છા છે કે... વરસો પૂર્વે ગુજરાતના એક શહેરમાં બની ગયેલ આ પ્રસંગ ગંભીરતાથી સાંભળી લો. તમે સ્તબ્ધ થઈ જશો. ય ૫૦૫૫ વરસની વયનાં એ બહેન. છેલ્લા ત્રણેક મહિનાથી એમને પેટમાં તકલીફ હતી. અનેક પ્રકારના ઉપચારો પછી ય એમાં કોઈ રાહત ન અનુભવાઈ ત્યારે એમના દીકરાએ મોટા કોક ડૉક્ટરની મુલાકાત માગી. એ ડૉક્ટરે અલગ અલગ જાતના રિપોર્ટ કઢાવ્યા અને નિદાનમાં કૅન્સર આવ્યું. દીકરાએ મનને મજબૂત રાખીને મમ્મીને આ સમાચાર આપી દીધા. પળ-બેપળની ખામોશી પછી મમ્મીએ મૌન તોડ્યું. ‘બેટા, એક ઇચ્છા છે' ‘બોલ’ ‘મને નથી લાગતું કે હવે હું છ મહિનાથી વધુ આ દુનિયામાં રહી શકું’ ‘ડૉક્ટરનું કહેવું એમ છે કે...’ “મારે એ કાંઈ સાંભળવું નથી, મારે તો તને કહેવું છે કે તું અમેરિકા, ફ્રાન્સ, જર્મન, રશિયા, જાપાન વગેરે જે-જે સ્થળોએ સારામાં સારી હૉટલો હોય ત્યાં મને લઈ જા.’ ‘કારણ ?’ ‘જિંદગીના જેટલા પણ મહિનાઓ કે દિવસો બચ્યા છે એમાં મારે એ દરેક હૉટલોમાં પીરસાતી શ્રેષ્ઠ વાનગીઓ ખાઈ લેવી છે. કારણ કે મર્યા પછી તો આ બધું ખાવાનું ક્યાં મળવાનું છે ?’ 9

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 40