________________
પ્રશ્નપત્રમાંનો છેલ્લો પ્રશ્ન વાંચતા સહુના કપાળે પરસેવાના બુંદ બાઝી ગયા.
પ્રશ્ન હતો. ‘આપણી કૉલેજમાં છેલ્લાં પચીસ વરસથી એક બહેન કચરો કાઢી રહ્યા છે. એમનું નામ લખો. માર્ક્સ-૧૦.’
દરેક વિદ્યાર્થીની આંખ સામે એ બહેનનો ચહેરો તો આવી ગયો પણ એમનું નામ ? કોઈના ય ખ્યાલમાં નહોતું. કોઈને ય યાદ ન આવ્યું.
પરિક્ષાનો સમય પૂર્ણ થઈ ગયો. બધા જ વિદ્યાર્થીઓ એકઠા થઈને પ્રિન્સિપલ સમક્ષ હાજર થયા..
‘સર, અમારા ૧૦ માર્ક્સ જશે જ?” ‘પહેલાં તમે મારા આ પ્રશ્નનો જવાબ આપો. જે બહેન આપણી સંપૂર્ણ કૉલેજને છેલ્લાં ૨૫, ૨૫ વરસથી મસ્ત અર્થાતુ પ્રદૂષણ મુક્ત રાખી રહ્યા છે એ બહેનનું નામસુદ્ધાં જાણવાની તમારામાંના કોઈએ તસ્દી નથી લીધી એની પાછળ કારણ શું છે ?
તમે આ કૉલેજની છોકરીઓ સાથે ઠઠ્ઠા-મશ્કરી કરી છે. કદાચ એક એક છોકરીનાં નામ તમારા મોઢે છે અને તમારી માતાની ઉંમર ધરાવતા આ બહેનનું નામ તમને યાદ નથી ! કરુણતા જ છે ને?
ચાલો, એ પ્રશ્નનો હું તમને પાંચ માર્ક્સ આપવા તૈયાર છું. તમો મને જવાબ આપો. એ બહેનને તમે ક્યારેય સ્મિત પણ આપ્યું છે ખરું ?”
‘ના’ સહુનો આ જ જવાબ હતો. ‘આ હદે તમે જો એક જીવંત વ્યક્તિની ઉપેક્ષા કરી શકતા હો તો મારે તમને કહેવું છે કે તમારા સહુનું ભાવિ અંધકારમય છે. તમે સહુ ઊભા થઈને ચાલ્યા જાઓ અહીંથી.' પ્રિન્સિપાલના આ વ્યથાસભર આક્રોશનો એક પણ વિદ્યાર્થી પાસે જવાબ નહોતો.
યાદ રાખજો .
નિષ્ફર માનસ જો રાક્ષસ બનાવીને જ રહે છે તો નિર્લેપ માનસ કઠોર બનાવીને જ રહે છે. નિષ્ફર માનસ જો લોકમાં અપ્રિય બનાવીને જ રહે છે તો નિર્લેપ માનસ લોકપ્રિય તો નથી જ બનવા દેતું. નિષ્ફર માનસ જો માણસાઈ માટે કલંકરૂપ છે તો નિર્લેપ માનસ સજ્જનતા માટે કલંકરૂપ છે.
એક પ્રશ્ન પૂછે તમને?
તમારા ખુદના પરિવાર પ્રત્યે તો તમે ‘નિર્લેપ માનસ’ નથી જ લઈને બેઠા એ નક્કી ખરું? પરિવારના કોઈ પણ સભ્ય પર આવી પડતા દુ:ખ પ્રત્યે તમે ઠંડું વલણ નથી, જ રાખતા એ નક્કી ખરું ?
સભા : લગભગ તો એવું નહીં પરંતુ સાથોસાથ એવું પણ નહીં કે પરિવારના દુ:ખે અમે અમારા મહત્ત્વનાં કાર્યો મુલતવી પણ રાખી દઈએ.
આનો અર્થ ? પિતાજીનું શરીર તાવમાં શેકાતું હોય તો ય તમે ઉઘરાણી પતાવવા નીકળી જ પડો એમ ને? સ્કૂલની પરિક્ષામાં નાપાસ થઈ જવાના કારણે દીકરો રડતો હોય તો એને રડતો રાખીને પણ તમે બજારમાં જવા રવાના થઈ જ જાઓ એમ ને? માતુશ્રીને તમારા સહવાસની અપેક્ષા હોય તો ય એમને સમય ન આપતા તમે ફરવા રવાના થઈ જ જાઓ એમ ને?
યાદ રાખજો આ વાત કે અન્યનાં દુઃખો પ્રત્યે અને એમાં ય ઉપકારીઓનાં કે સ્વજનોનાં દુઃખો પ્રત્યે દાખવાતું નિર્લેપ માનસ એવા અશુભ કર્મબંધનું કારણ બનીને રહે છે કે એ કર્મના ઉદયકાળમાં એની પાસે કોઈ ફરકવા પણ તૈયાર થતું નથી.
તમે ભૂખ્યા હો, સામી વ્યક્તિ પાસે ભોજન વધ્યું હોય તો ય એ ભોજન અને ગટરમાં ફેંકી દેવાનું મન થાય પણ તમને આપવાનું મન ન થાય ! તમે ગટરમાં પડી ગયા હો, તમારી બાજુમાંથી પસાર થઈ રહેલા યુવાનોની નજર તમારા પર પડે તો ય તેઓ હોહા કરતા ત્યાંથી આગળ નીકળી જાય પણ તમને ગટરમાંથી બહાર કાઢવાનું તેઓને મન ન થાય !
સંદેશ સ્પષ્ટ છે.
તમારા સુખના સમયમાં જો તમે દુઃખી પાસે જવાનું ટાળતા જ રહો છો તો તમારા દુઃખના સમયમાં સુખીઓ પણ તમારી પાસે આવવાનું ટાળતા જ રહેવાના છે. અને આજે ભલે તમે પુણ્યના ઉદયના હિસાબે મૂછે (હોય તો) તાવ દઈને ફરતા હો કે મારે કોઈની ય જરૂર નથી અને મને કોઈની ય પડી નથી પરંતુ પાપનો ઉદય જે દિવસે જાગે છે (એક દિવસ તો જાગવાનો જ છે) એ દિવસે ગમે તેવા ડાકુ કે ચોરના ચરણ પણે પકડવા પડે એ સ્થિતિ આવીને ઊભી રહેવાની છે. ના. નિષ્ફર માનસના શિકાર તો ન જ બનો પણ નિર્લેપ માનસના શિકાર બની ગયા હો તો એમાંથી ય જાતને બહાર કાઢી લો. રાક્ષસ ન બન્યા રહીએ તો બરાબર જ છે પણ આપણને સજ્જન બનતા રોકે એવાં દોષના શિકાર પણ આપણે શા માટે બન્યા રહેવું જોઈએ ?
સાંભળ્યો છે આ ટુચકો?
એક કરોડપતિ પણ કૃપણ માણસ મરવા પડ્યો હતો. શરમ-ધરમે પણ સમાજના કેટલાક આગેવાનો એ સમયે એની આજુબાજુ બેઠા હતા. ડૉક્ટરે આવીને એને તપાસીને જ્યારે એમ કહી દીધું કે ‘બસ, હવે પાંચેક મિનિટનો જ ખેલ છે” ત્યારે એક આગેવાને
૫૧