________________
કરી દેવા માગો છો તો જ્ઞાન જ કાફી છે, ક્રિયાની કોઈ જરૂર નથી, સમ્યફ સમજણ જ પર્યાપ્ત છે, આચારોના ઢસરડા કરવાની કોઈ જ જરૂર નથી,
એ હવાને તો હું કે તમે રોકી શકવાના નથી. માત્ર એટલું જ કહીશ કે એ હવાના શિકાર બની જવાથી જાતને તો રોકી જ દેજો. જે પ્રભુના પવિત્ર આચારમાર્ગે આજ સુધીમાં અગણિત આત્માઓને મુક્તિપદની ભેટ ધરી છે એ આચારમાર્ગને છોડી દેવાની ભૂલ તો તમે ક્યારેય કરશો નહીં પણ એ આચારમાર્ગમાં કોઈ દમ નથી એવું વિચારવાનું પાપ પણ તમે ક્યારેય કરશો નહીં.
તમને ખ્યાલ છે ખરો?
વૈશાખ સુદ-૧૦ ના પાવનદિને પ્રભુ વીર કેવળજ્ઞાન તો જરૂર પામ્યા પણ એ તારકે તીર્થની સ્થાપના તો વૈશાખ સુદ-૧૧ ના દિને જ કરી. કારણ ? સુદ-૧૦ ની પ્રભુની દેશના નિષ્ફળ ગઈ, સર્વવિરતિજીવન અંગીકાર કરવા એક પણ આત્મા તેયાર થયો નહીં એ પરાક્રમ દાખવનારા પુણ્યાત્માઓ સુદ-૧૧ ના દિને જ મળ્યા અને એ હિસાબે જ શાસનની સ્થાપના એ દિને થઈ. સંદેશ સ્પષ્ટ છે. શાસન જન્મે છે પણ આચારમાં, શાસન જીવે છે પણ આચારમાં અને શાસનની સમાપ્તિ પણ ત્યારે જ થઈ જાય છે કે જ્યારે આચાર સમાપ્ત થઈ જાય છે.
અલબત્ત,
એક બાબતમાં સાવધગીરી દાખવવાની આપણે આજથી જ શરૂ કરવાની જરૂર છે. ગુરુદેવના ઉપદેશથી જીવનમાં શરૂ થયેલ ધર્મક્રિયાઓ આપણા માટે આનંદની અનુભૂતિનું કારણ બનીને જ રહેવી જોઈએ. ‘પ્રભુપૂજાથી મને પુણ્યનો બંધ થાય છે એ તો બરાબર છે પણ પ્રભુપૂજા કરતાં મને આનંદ અપાર આવે છે’ ‘સામાયિક દ્વારા અશુભકર્મોની નિર્જરા થાય છે એમાં તો મને કોઈ શંકા જ નથી પરંતુ સામાયિકમાં હું બેઠો હોઉં છું ત્યારે આનંદના માનસરોવરમાં હું સ્નાન કરી રહ્યો હોઉં એવું મને લાગે છે” ‘દાનમાં કરેલ સંપત્તિના સદ્વ્યયથી સામાને જે પણ લાભ થતો હશે તે પણ દાનધર્મથી હું આનંદનો જે અનુભવ કરી રહ્યો છું એનું તો શબ્દોમાં વર્ણન કરવું મારા માટે શક્ય નથી.’
હા, ધર્મક્રિયાઓને જીવનમાં આપેલું સ્થાન આપણે જો ચિરસ્થાયી કરી દેવા માગીએ છીએ તો એનો શ્રેષ્ઠ વિકલ્પ આ જ છે, ધર્મક્રિયાઓમાં આનંદનો અનુભવ ! બાકી, ઉપદેશથી શરૂ થયેલ ધર્મ જો આનંદનું કારણ નથી જ બનતો તો ગમે ત્યારે છૂટી જાય એવી સંભાવના છે પણ આનંદનું કારણ બની ગયેલ ધર્મ પ્રતિકુળ પરિસ્થિતિમાં ય છૂટી જાય એવી કોઈ જ સંભાવના નથી.
જવાબ આપો.
આજે તમારા જીવનમાં જે પણ ધર્મારાધનાઓ ચાલી રહી છે એમાં આનંદનું કારણ બની ચૂકી હોય એવી ધર્મારાધનાઓ કઈ છે ? કેટલી છે ?
સભા : એક છે પ્રભુપૂજા અને બીજી છે જિનવાણી શ્રવણ. આ બંને યોગના સેવનમાં અમને જે આનંદ આવે છે એ કલ્પનાતીત છે.
ખૂબ સરસ , હવે અન્ય ધર્મારાધનાને પણ એ જ રસ્તે લઈ જવા પ્રયત્નશીલ બની જાઓ. તે-તે ધર્મારાધનાઓની માત્ર તાકાતને જ બરાબર સમજી લેશો ને, તો ય એ ધર્મારાધનાઓ આનંદનું કારણ બનવા લાગશે.
સભા : માત્ર તાકાત સમજી લેવાથી આ પરિણામ આવી જાય ?
તમારા જીવનના એક વ્યવહારિક દૃષ્ટાન્તથી આ વાત તેમને સમજાવું. ધારો કે તમારે ત્યાં કો'ક આગંતુક બપોરના જમવાના સમયે આવી ચડ્યા છે. આતિથ્ય ધર્મના જાણકાર તમે એમને તમારી સાથે જ જમવા બેસાડી દીધા છે, થાળીમાં રોટલી, દાળ, ભાત, શાક, પાપડ, અથાણું વગેરે દ્રવ્યો તમારી પત્નીએ મૂકી દીધા છે અને એ જ વખતે ત્યાં અચાનક આવી ચડેલ તમારા મિત્રની એ આગંતુક તરફ નજર જાય છે અને એ ચોકી જાય છે. તમારી નજદીક આવીને તમને એ કાનમાં કહી દે છે.
| ‘તમારી બાજુમાં બેઠેલા ભાઈ એ બીજું કોઈ નથી, તમે જે કંપનીનો માલ વેચી રહ્યા છો એ કંપનીના એ ભાઈ મૅનેજિંગ ડાયરેક્ટર છે” આ સાંભળ્યા બાદ તમારો પ્રતિભાવ? સભા : ‘પત્નીને કહી દઈએ, મીઠાઈ લાવ.'
| ‘પછી ?' સભા : આગ્રહ કરી કરીને એમને જમાડીએ.
બસ, આ જ વાસ્તવિકતા સમજી લેવાની છે ધર્મારાધનાની બાબતમાં. જ્યાં એના સેવનમાં રહેલ તાકાત આપણને સમજાઈ જશે. એ સમજણ પર આપણી શ્રદ્ધા બેસી જશે, એ ધર્મારાધના આપણા આનંદનું કારણ બનીને જ રહેશે. અને આનંદનું કારણ બની જતી એ ધર્મારાધનાને ટકાવી રાખવા આપણે પ્રયત્નો નહીં કરવા પડે. સહજરૂપે જ એ ધર્મારાધના જીવનમાં ટકી જશે.
મનની પાંચમાં નંબરની અવસ્થા છે : આધ્યાત્મિક માનસ
આ અવસ્થાના વિવેચનમાં આગળ વધતાં પહેલાં આ એક કાલ્પનિક પણ અતિ માર્મિક દૃષ્ટાન્ત ખાસ ધ્યાનપૂર્વક સાંભળી લેવા જેવું છે.
uc
પ૯