________________
ફરી કહું છું.
પુણ્યના ઉદયકાળમાં તો કમ સે કમ પુણ્યબંધ કરતા જાઓ ! આજે દાખવેલું આ પરાક્રમ શક્ય છે કે આવતી કાલે પાપના ઉદયકાળમાં ય પુણ્યબંધ કરતા રહેવાનું સર્વે અંતરમાં કદાચ પ્રગટાવી દે. પરોપકારની ચોથા નંબરની કક્ષા છે, આનંદનો અનુભવ.
‘ગુલાબજાંબુ કેમ ખાઓ છો ?'
‘આનંદ આવે છે” ‘ક્રિકેટ કેમ રમો છો?”
‘આનંદ આવે છે? ‘ફરવા કેમ જાઓ છો?”
‘આનંદ આવે છે' પણ જવાબ આપો. પેટ બગડેલું હશે ત્યારે ય ગુલાબજાંબુ ખાશો ? પાંચ લાખની ઉઘરાણી ડૂબી હશે ત્યારે ય ક્રિકેટ રમવા જશો? પત્ની સાથે બોલાચાલી થઈ ગઈ હશે ત્યારે ય ફરવા જશો ? ના. હરગિજ નહીં.
બસ, એ જ ન્યાયે આજે ભલે આનંદ આવે છે માટે તમે પરોપકારમાં પ્રવૃત્ત થઈ રહ્યા છો પણ કોઈ પણ કારણસર આવતી કાલે મન ઉદ્વિગ્ન હશે ત્યારે ય પરોપકારમાં પ્રવૃત્ત થવાનું શક્ય બનશે ખરું ? મન નકારાત્મક વિચારોનું શિકાર બની ગયું હશે ત્યારે યુ પરોપકાર શક્ય બનશે ખરો ? શરીર રોગગ્રસ્ત બની ગયું હશે અને મન રોગના વિચારોથી ભારેખમ બની ગયું હશે ત્યારે ય પરોપકારમાં આગળ વધવાનું શક્ય બનશે ખરું ?
સાંભળી છે રાજેશ વ્યાસની આ પંક્તિઓ? આમ થાય તો આમ થાય, ને આમ હોય તો આમ, અંતિમ શ્વાસ સુધી કૅ ચાલે, ઘટના આમ તમામ, નરી ધારણાઓની વચ્ચે, જીવી જાવું ક્યાં છે હેલ? આમ જ ચાલે સઘળા ખેલ.
આ તો મન છે. ધારણાઓ વિના એ જીવી શકતું નથી. શરતો મૂક્યા વિના એ રહી શકતું નથી. અપેક્ષાપૂર્તિના આગ્રહ વિના એને ચેન પડતું નથી. સંબંધો બાંધવામાં એ જેટલું ઉતાવળું હોય છે એના કરતાં બાંધેલા એ સંબંધોને તોડી નાખવામાં વધુ ઉતાવળું હોય છે. એની ચંચળતા સામે વાંદરાની ચંચળતા તો કોઈ વિસાતમાં નથી. એની દુષ્ટતા
સામે રાક્ષસની દુષ્ટતા તો પાણી ભરે છે. એના પાગલપનની સામે ગાંડાની હૉસ્પિટલોમાં રહેલા ગાંડાઓની પાગલતા તો ડહાપણમાં ખપી જાય છે. એના બહુરૂપી સ્વરૂપની સામે આ જગતનો ખ્યાતનામ પણ બહુરૂપી કંગાળ જ પુરવાર થાય છે.
એક પ્રશ્નનો જવાબ આપો.
ભિખારીને દાન આપ્યા બાદ આનંદિત બની જતું મન, તમારા દ્વારા અપાયેલ એ દાનનો ભિખારી દુરુપયોગ જ કરી રહ્યો છે એ જાણકારી મળ્યા બાદ પણ આનંદિત રહી શકશે ખરું?
સભા : હરગિજ નહીં.
તો પછી પરોપકારના ચાલકબળ તરીકે ગોઠવાયેલ આનંદના અનુભવનું થશે શું? બાષ્પીભવન જ કે બીજું કાંઈ ? યાદ રાખજો . આનંદ અનુભવવા માટે પરોપકાર કરવો એ જુદી વાત છે અને પરોપકાર કર્યા બાદ પણ આનંદ જ અનુભવતા રહેવું એ જુદી વાત છે. કેટલાય માણસો મેં મારી જિંદગીમાં એવા જોયા છે કે જેઓ ભારે આનંદ સાથે પરોપકારમાં પ્રવૃત્ત તો થયા હતા પણ જેમના પર પણ એમણે પરોપકાર કર્યા હતા એમના જીવનમાં એમણે એમની અપેક્ષા વિરુદ્ધ કાંઈ પણ જોવા મળ્યું છે અને પરોપકાર કર્યાના આનંદથી તેઓ દૂર થઈ ગયા છે.
સભા : એનાથી બચવાનો કોઈ વિકલ્પ ? એ વિકલ્પને જણાવતા પહેલાં આ દૃષ્ટાન્ત સાંભળી લો.
વરસો પહેલાંનો આ પ્રસંગ છે. એ દિવસોમાં હું મુંબઈ-ગોરેગામમાં હતો. પાંચમનો એ દિવસ હતો અને એક જિનમંદિરમાં હું દર્શન કરવા ગયો હતો. એ બાજુના જ વિસ્તારમાં રહેતો એક યુવક એ જ દેરાસરમાં પૂજા કરવા આવ્યો હતો. એણે મને જોયો અને હું ચૈત્યવંદન કરીને જ્યારે દેરાસરમાંથી બહાર નીકળ્યો ત્યારે એ પણ પૂજા પતાવીને બહાર નીકળ્યો. મારી સાથે ચાલીને એ છેક ઉપાશ્રય સુધી આવ્યો. વંદન કરીને એ મારી પાસે બેઠો અને પછી એણે પોતાના અનુભવની જે વાત કરી એ એના જ શબ્દોમાં.
‘મહારાજ સાહેબ, ભિખારી રસ્તામાં જે પણ મળી જાય એને કંઈક ને કંઈક આપતા રહેવાની મને વરસોની આદત. ક્યારેક કેળાં આપી દઉં, ક્યારેક બિસ્કિટ આપી દઉં તો ક્યારેક રોકડ રકમ આપી દઉં.
એક દિવસની વાત છે. રસ્તા પરથી હું પસાર થઈ રહ્યો હતો અને એક ભિખારી, દોડતો દોડતો મારી પાસે આવીને ઊભો રહી ગયો. મેં એના હાથમાં બે રૂપિયા પકડાવી. દીધા અને હું ત્યાંથી આગળ ચાલ્યો તો ખરો પણ કૂતુહલવશ મેં પાછળ જોયું અને જે
૩૫
૩૬