________________
જોવા મળ્યું એ જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. એ ભિખારી પાનવાળાની દુકાન પર ઊભો રહીને જીભ પર માવાની પડીકી, મૂકી રહ્યો હતો ! ‘મારા આપેલા પૈસાનો આવો દુરુપયોગ ?” પળભર આ વિચારે મન ખિન્ન થઈ ગયું. ‘જો આપણાં આપેલા દાનનો આવો દુરુપયોગ જ થતો હોય તો બહેતર છે કે દાન આપવાનું બંધ જ કરી દેવું” પળભર મનમાં આ વિચાર આવી પણ ગયો પણ બીજી જ પળે એક અલગ વિચારણાના સહારે મનને એ વિચારથી મુક્ત કરી દીધું.
| ‘કઈ વિચારણા કરી ?' મારા આપેલા દાનનો દુરુપયોગ કરનારને દાન આપવાનું બંધ કરી દેવાનું જો હું વિચારું છું તો આવતી કાલે પ્રભુ પણ એમ વિચારે કે મેં જ્યારે આ યુવકને આંખ, કાન, પગ, મન, સંપત્તિ વગેરે જે આપ્યા છે એનો એ જો દુરુપયોગ જ કરી રહ્યો છે તો શા માટે મારે આવતા જનમમાં એ બધું એને આપવું જોઈએ?
આ વિચાર મનમાં આવ્યો અને હું ધ્રૂજી ઊઠ્યો. ભિખારીને હું પૈસા નહીં આપું તો એટલા માત્રથી એનું જીવન કાંઈ ખતમ થઈ જવાનું નથી પરંતુ પ્રભુ મને જો આંખ, કાન, મન વગેરે નહીં આપે તો તો મારા જનમોજનમ બરબાદ થઈ જશે.
ના. ભલે મારા આપેલ દાનનો ભિખારી દ્વારા અપેક્ષિત સદુપયોગ નહીં પણ થાય, ભિખારીને દાન આપવાનું હું ચાલુ જ રાખીશ. પ્રભુ દ્વારા મને મળેલ આંખ, કાન, મને વગેરેનો અપેક્ષિત સદુપયોગ હું નહીં પણ કરતો હોઉં તો ય પ્રભુ કરુણા કરીને આવતા જનમમાં મને એ બધું તો જ આપતા રહેશે.' એ યુવકે વાત પૂરી કરી.
હું તમને જ પૂછું છું. આવી ઉદાત્ત વિચારણાના સ્વામી બનવાની ક્ષમતા તમે કેળવી છે ખરી ? કરેલ દાનની અપેક્ષિત અસર જોવા ન મળવા છતાં ય દાનની પ્રવૃત્તિ ચાલુ જ રાખવાની વૃત્તિ તમે આત્મસાત કરી શક્યા છો ખરા?
સભા : જરાય નહીં.
બસ, એટલે જ કહું છું કે પરોપકારની શરૂઆત આનંદથી કરી શકાશે ખરી પણ પરોપકાર કરી દીધા બાદ આનંદ ટકી જ રહે એ કહી શકાય તેમ નથી. કારણ ? આકાશમાંથી વરસતું જળ ગંગામાં જ નહીં, ગટરમાં પણ જતું હોય છે. ચન્દ્રની ચાંદની બગીચા પર જ નહીં, ઉકરડા પર પણ ફેલાતી હોય છે. સૂર્યનાં કિરણો ગગનચુંબી ઇમારત પર જ નહીં, સડી ગયેલ ઝૂંપડા પર પણ પડતા હોય છે. બસ, એ જ રીતે આપણાં દ્વારા થઈ રહેલ પરોપકારનો સદુપયોગ જ નહીં, દુરુપયોગ પણ થતો હોય છે. અને મને આ દુરુપયોગનાં દર્શન પછી ય આનંદિત રહી શકે એવી કોઈ જ શક્યતા નથી.
સભા : આપણી આંખ સામે જ દુરુપયોગ થઈ રહ્યાનું દેખાતું હોય એ પછી ય આપણે દાન કરતા રહેવું જોઈએ એમ આપનું કહેવું છે?
દાન બંધ તો ન જ કરવું જોઈએ પરંતુ દાન વિવેકપૂર્વક કરવું જોઈએ એમ મારું કહેવું છે. દા.ત. તમારા દ્વારા અપાયેલ પૈસાથી ભિખારી બીડી-સિગરેટ જ પીતો હોય. માવો જ ખાતો હોય કે જુગાર જ રમતો હોય તો તમે એને પૈસા ન આપતાં કેળાં આપો, બિકિટ આપો કે રોટલી વગેરે આપો. આવું અન્ય ક્ષેત્રોમાં પણ સમજી લેવું.
ટૂંકમાં, સત્કાર્ય સેવન બંધ કરી દેવાની ભૂલ ક્યારેય ન કરવી. પ્રત્યેક સત્કાર્ય સેવનમાં વિવેકને હાજર રાખી દેવો. વિવેકની ઉપસ્થિતિ દુષ્કાર્યમાં તો પ્રવૃત્ત નહીં જ થવા દે પરંતુ સત્કાર્યસેવનને પણ ચાર ચાંદ લગાડી દેનારી બની રહેશે. બાકી, એ નક્કર વાસ્તવિકતાને આંખ સામે રાખજો કે તમે પરોપકાર જ્યારે પણ કરવા માગશો ત્યારે કરી જ શકશો એ નક્કી નથી. તમારા પરોપકારને સામી વ્યક્તિ સ્વીકારવા તૈયાર હશે તો જ તમે પરોપકાર કરી શકશો.
ડાયરીમાં જોઈને કહું છું દક્ષિણ ગુજરાતના એ શહેરમાં શેષ કાળમાં છ રવિવારીય યુવા શિબિર ચાલુ હતી. એક રવિવારે શિબિર પત્યા બાદ એક શિબિરાર્થી મને મળવા આવ્યો.
સાહેબ, ધર્મના ક્ષેત્રમાં હું બિલકુલ નવી જોડાયેલો છું. મારો મિત્રવર્ગ બહોળો છે. અમો સહુ કંઈક નાનકડું સત્કાર્ય કવા માગીએ છીએ. એ અંગે આપનું કોઈ સૂચન?”
‘ભિક્ષુક ભોજન કરાવી શકશો ?'
‘જરૂર' એ યુવક ચારેક દિવસ બાદ મળવા તો આવ્યો પણ એનાં ચહેરા પર ઉદાસી હતી. મેં એને પૂછયું, “શું થયું ભિક્ષુક ભોજનનું?
‘ન કરાવી શક્યો'
‘કેમ, પૈસા ઓછા પડ્યા ?” ‘ના, પૈસા તો પૂરતા થઈ ગયા પણ મેં એક ભિક્ષુક સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો. એણે મને એના નેતાને મળવાનું કહ્યું. હું એના નેતાને મળ્યો. ભિક્ષુક ભોજન કરાવવવાની અમારી ભાવના મેં એને જણાવી. એણે ખીસામાંથી ડાયરી કાઢી. એમાં જોઈને એણે મને કહ્યું કે ૪૨ રવિવાર સુધીનું BOOKING થઈ ગયું છે. તમારી તૈયારી હોય તો ૪૩ મો. રવિવાર તમારા નામે લખી દઉં !
મહારાજ સાહેબ, જીવનમાં પહેલી જ વાર આ અનુભવ થયો કે આપણે ધારીએ
૩૭
૩૮