________________
પાંચ પ્રકારની અવસ્થા મનની...
શેઠ ઘરમાં છે ? ” આગંતુકે પૂછ્યું
‘નથી’ ક્યાં ગયા છે ?”
‘મુંબઈ' ‘ક્યારે ગયા ?'
પરમ દિવસે રાતના” ‘કમાલ છે ! મને તો એમણે એમ કહ્યું હતું કે હું હમણાં ઘરમાં જ . શું તમે ગમે ત્યારે. રકમ લઈને આવી જજો પણ તું કહે છે કે શેઠ મુંબઈ જ ગયા છે તો હવે હું ફરી પાછો ગમે ત્યારે આવી જઈશ અને ઉઘરાણી પેટે બાકી નીકળતી રકમ શેઠને આપી દઈશ.”
‘મારી વાત સાંભળો. પરમ દિવસે રાતના શેઠ મુંબઈ ગયા હતા પણ કાલે રાતના પાછા આવી ગયા છે. તમારે રકમ આપવી હોય તો શેઠ અંદર બેઠા જ છે” શેઠ મગનલાલના નોકર ઘોડુએ રકમ આપવા આવેલ શેઠ છગનલાલને વાત કરી.
હા. આચારાંગસૂત્ર એક મજેની વાત કરે છે અને પિત્ત હા આ રિસે માણસ પાસે એક મન નથી, અનેક મન છે. સવારનું મન જુદું છે તો રાતનું મન જુદું છે.
દિલ્લીમાં મન જુદું છે તો મુંબઈમાં મન જુદું છે. પત્ની આગળ મન જુદું છે તો બાળક આગળ મન જુદું છે. એકાંતમાં મન જુદું છે તો સમૂહ વચ્ચે મન જુદું છે. વેપારી પાસે મન જુદું છે તો ગુરુદેવ સમક્ષ મન જુદું છે. - આવા અનેક પ્રકારનાં મનને લઈને બેઠા છીએ આપણે અને એ મનના સહારે આ જીવનને આપણે પ્રસન્નતાથી હર્યું-ભર્યું રાખવું છે. મેં સફળતા મળશે એમાં ? મન એક જ હોય અને એક જ પ્રકારનું હોય તો હજીય આપણે એને કેળવીને સમ્યક બનાવી દઈએ પણ અનેક મન અને એ મનના પ્રકારો અનેક હોય ત્યાં એને કેળવવું શી રીતે? પણ સબૂર !
મનને દુરસ્ત તો આપણે પછી કરશું, પહેલાં મનની અતિ મહત્ત્વની પાંચ અવસ્થાઓને બરાબર સમજી તો લઈએ !
મનની પ્રથમ નંબરની અવસ્થા છે : નિષ્ફર માનસ
પરપીડનમાં આનંદ અનુભવતું મન એ નિષ્ફર મન છે. અન્યના દુઃખમાં છૂપો હર્ષ અનુભવતું મન એ નિષ્ફર મન છે. અન્યના દુઃખમાં રસ લેતું મન એ નિષ્ફર મન છે. આવા અધમતમ અને કનિષ્ઠતમ મનમાં આપણો નંબર નહીં જ એ નક્કી ખરું?
સભા : એમાં આપને શંકા કેમ છે?
કારણે છે એનું, પોતાના સુખમાં પથરા નાખનારને અને પોતાના દુઃખમાં નિમિત્ત બનનારને મન માફ તો નથી કરી શકતું પણ ઊંડે ઊંડે એ એવી ઝંખના કરતું રહે છે કે એના જીવનમાં રહેલ સુખ સળગી જાય અને ન આવેલ દુઃખ એને વળગી જાય.
હું તમને જ પૂછું છું.
તમારી પચાસ લાખની ઉઘરાણી જેને ડુબાડી દીધી હોય અને બીજી બાજુ એ જલસા કરતો હોય, એને કૅન્સર થઈ ગયાના સમાચાર તમારા કાને આવે ત્યારે તમારા મનમાં ઊંડે ઊંડે ય આનંદ ન જ થાય એવું કહી શકવાની સ્થિતિમાં તમે છો ખરા ?
સભા : ના. અમને તો એમ જ થાય કે ‘બેટો એ જ લાગનો છે. ગામના પૈસા દાબીને બેઠો હોય એને લોકો કદાચ છોડી દે પણ કુદરત થોડી છોડે ? ભગવાનના રાજમાં દેર જરૂર છે પણ અંધેર તો નથી જ !'
આ શું? નિષ્ફર માનસ જ કે બીજું કાંઈ? દુ:ખ એ તો દુ:ખ જ છે ને ? તમારા માટે ય દુ:ખ જો ત્રાસદાયક બન્યું રહે છે તો સામા માટેય દુઃખ પીડાદાયક જ બન્યું રહે છે. તો પછી શા માટે એના કૅન્સરના દુ:ખમાં આટલો બધો રાજીપો ? કૅન્સરની એ વેદના તમે અનુભવી ભલે નથી પણ કૅન્સરની વેદના કેવી હોય છે એ તમે ક્યાંક જોઈ તો હશે જ ને? એવી વેદના કોકને લમણે ઝીંકાય અને મન જો એ બદલ હર્ષ અનુભવતું હોય તો નિશ્ચિત
૪૫