________________
સમજવું કે અન્ય તમામ પ્રકારની આપણી ધર્મારાધનાઓ નિષ્ફળ જ જવાની છે.
જવાબ આપો.
માળી મસ્ત હોય, બિયારણ તંદુરસ્ત હોય, ખાતર સરસ હોય અને પાણી પુષ્કળ હોય પણ જમીન જ એ પથરાળ હોય તો માળીની ગમે તેટલી માવજત પછી ય, તંદુરસ્ત બિયારણની ઉપલબ્ધિ પછી ય, સરસ ખાતરની હાજરી પછી ય અને પુષ્કળ પાણીની ઉપલબ્ધિ પછી ય પરિણામમાં શું? કાંઈ જ નહીં.
બસ, એ જ ન્યાયે હૃદયની ભૂમિ જ જો કઠોર છે, મનની વૃત્તિ જ જો નિષ્ફર છે, ચિત્તની ભૂમિ જ જો પથરાળ છે તો પછી તમે બાહ્યથી આરાધનાઓ ગમે તેટલી કરો, એ આરાધના ફળહીન જ બની રહેતી હોય તો એમાં કોઈ જ આશ્ચર્ય નથી.
ખ્યાલ છે તમને ? સમ્યક્દર્શનનાં પાંચ લક્ષણો શાસ્ત્રકારોએ જે બતાવ્યા છે એમાંના પ્રથમ નંબરનું લક્ષણ છે, ઉપશમ, એની ઓળખ આપતા પૂજ્યપાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સમ્યકુદર્શનના ૭ વ્યવહારની સક્ઝાયમાં ફરમાવ્યું છે કે અપરાધીશું રે પણ નવિ ચિત્ત થકી, ચિંતવીએ પ્રતિકૂળ’ તમારા પ્રત્યે જેણે ઘોર અપરાધ આચર્યો છે એના માટે તમારે ચિત્તથી પણ વિપરીત વિચારવાનું નથી. જો ચિત્તથી પણ અપરાધી માટે પ્રતિકૂળ ચિંતવવાનું ન હોય તો વચનથી એના માટે એલ-ફેલ બોલવાનું કે કાયાથી એને નુકસાનીમાં ઉતારી દેવાનું તો કરવાનું જ ક્યાંથી હોય?
સભા : આ શક્ય છે ખરું? સાંભળો તમારી આ શંકાનો જવાબ.
પાંચેક વરસ પહેલાંનો જ આ પ્રસંગ છે. એ શહેરમાં મારું ચાતુર્માસ હતું. રોજનાં પ્રવચનોમાં હરી-ફરીને ‘પ્રેમ, પ્રસન્નતા, ક્ષમા અને મૈત્રી” આ મંગળ ચતુષ્કની વાતો આવતી જ રહેતી હતી, એક ભાઈ કે જેમની ઉંમર ૪૫/૫૦ આસપાસની હતી એ એક દિવસ બપોરના ત્રણેક વાગ્યા આસપાસ મળવા આવ્યા. એમણે કરેલા ભવ્યતમ પરાક્રમની વાત એમના મુખે જ એમણે કરી અને એ સાંભળતા મારી આંખોમાંથી હર્ષાશ્રુ વહી ગયા, એ પરાક્રમની વાત એમના જ શબ્દોમાં
‘એ ભાઈ પાસેથી મારે સિત્તેર લાખ રૂપિયા લેવાના બાકી હતા અને થોડાક દિવસ પૂર્વે જ મારા પર એમના પુત્રનો ફોન આવ્યો કે પપ્પાને જોરદાર એટેક આવ્યો છે.'
હું સ્તબ્ધ તો થઈ જ ગયો પણ સાથોસાથ વિચારમાં ય ચડી ગયો કે મને આપવાના સિત્તેર લાખની ચિંતામાં તો એમને હૃદયરોગનો હુમલો આવ્યો નહીં હોય ને ? ન કરે નારાયણ અને આ ચિંતામાં ને ચિંતામાં જ જો એમનું જીવન સમાપ્ત થઈ જાય તો તો એમાં
નિમિત્ત બનવાનું મારા લમણે ઝીંકાઈને જ રહે ! ના. મારે એમને આ ચિંતાથી મુક્ત કરી જ દેવા જોઈએ’
પળનો ય વિલંબ કર્યા વિના હું પહોંચી ગયો એમના ઘરે. એમને હૉસ્પિટલમાં લઈ જવા ઍબ્યુલન્સ આવી ગઈ હતી. એમાં એમને સુવડાવવાની તૈયારી ચાલી રહી હતી, અને એ જ સમયે એમની નજીક પહોંચી જઈને મેં એમને વાત કરી દીધી કે “મારી સિત્તેર લાખની ઉઘરાણી હું કાયમ માટે છોડી દઉં છું. એટલે તમારા મનને એની ચિંતાથી સર્વથા મુક્ત કરીને હૉસ્પિટલમાં જજો .
| ‘પછી ?” ‘પછી શું ? એમને હૉસ્પિલમાં દાખલ પણ કર્યા અને મને જેવા સમાચાર મળ્યા કે એમને બાય-પાસનું ઑપરેશન કરાવવું પડ્યું છે, મેં એમના દીકરાને ફોન કર્યો, ‘હૉસ્પિટલનું બિલ ભરવાનું શું છે ?”
‘સાડા ત્રણ લાખ ભરવાના છે' ‘વ્યવસ્થા છે?’
‘ના’ અને સાડા ત્રણ લાખ લઈને હું હૉસ્પિટલે પહોંચી ગયો. બિલ ભરી દીધું. હૉસ્પિટલમાંથી એમને રજા મળી ગઈ. અત્યારે એ ઘરે આરામ કરી રહ્યા છે પણ હવે એમના જીવન પર કોઈ જ ખતરો નથી. સિત્તેર લાખ ઉઘરાણીના અને સાડા ત્રણ લાખ હૉસ્પિટલના કુલ સાડા તત્તેર લાખ છોડ્યા એનો મનમાં કોઈ રંજ તો નથી પણ આટલી રકમ છોડી દીધા બાદ એમના મનને ચિંતામુક્ત કરી દેવામાં મને સફળતા મળી એનો મારા હૈયે પારાવાર આનંદ છે.
શો જવાબ છે આ જીવંત પ્રસંગનો તમારી પાસે ? આવું સત્ત્વ તમે ય કેળવો એ વાત હું તમને અત્યારે કરવા નથી માગતો પણ આ દૃષ્ટાંત સાંભળ્યા પછી તમને એવું લાગે છે ખરું કે આવું ગજબનાક પરાક્રમ સાચે જ વંદનીય છે, નમસ્કરણીય છે અને ખૂબ ખૂબ અનુમોદનીય છે!
સભા : એટલું તો ચોક્કસ લાગે છે.
સરસ. આ ભાવ આજે તમારા હૈયામાં ધબકી રહ્યો છે તો પૂરી સંભાવના છે કે પાપકર્મના ઉદયે તમારા ખુદના જીવનમાં આવી કોક તકલીફ ક્યારેક ઊભી થઈ પણ જાય ત્યારે તમે પણ આવું જ પરાક્રમ દાખવી શકો.
અલબત્ત, મન પર કોઈ જ ભરોસો કરી શકાય તેમ નથી. કારણ કે પેઢી દર પેઢીથી
૪૬