________________
કલ્પના કરો. જીવન સમાપ્ત થવાના આરે હોય, મોત આંખ સામે ડાચું ફાડીને ઊભું રહી ગયું હોય ત્યારે ય જો ખાવાની આ હદની લાલસા જીવંત રહી શકતી હોય તો શરીર તંદુરસ્ત જ હોય, નખમાં ય રોગ ન હોય ત્યારે તો જીવંત રહેતી ખાનપાનની લાલસાનું પૂછવાનું જ શું?
એક વાત યાદ રાખજો ,
સ્વતંત્રતા એ જો પુણ્યનો ઉદય છે તો સત્યેત્રો એ પુર્યાબંધ માટેનાં ખેતરો છે. પુણ્યના ઉદય માટે તો બહુ પુરુષાર્થની ય જરૂર પડતી નથી, લાંબી અક્કલની પણ જરૂર પડતી નથી તો વિશિષ્ટ પાત્રતાની પણ જરૂર પડતી નથી. પણ પુણ્યબંધ માટે ? પ્રબળ પુરુષાર્થની ય જરૂર પડે છે, દીર્ધદર્શિતાની ય જરૂર પડે છે તો કંઈક અંશે પાત્રતાની ય જરૂર પડે છે.
તમે કેળાને ય જોયું હશે અને કેરીને ય જોઈ હશે. બંનેનો સમાવેશ આમ તો ફળમાં જ થાય છે પરંતુ એ બંને વચ્ચેનો એક મહત્ત્વનો તફાવત ખ્યાલમાં છે? કેળું પોતાની સાથે બીજને લઈને નથી આવતું જ્યારે કેરી પોતાની સાથે ગોટલીને લઈને આવે છે. આનો અર્થ ? તમે કેળું ખાઈ લો. તમારું પેટ ભરાઈ ગયું. વાત પૂરી થઈ ગઈ પણ કેરીની બાબતમાં આખી વાત જ જુદી છે. તમે કેરી ખાઈ લો. તમારું પેટ ભરાઈ જાય પણ એમાં રહેલ ગોટલીને તમે જમીનમાં વાવી દો. એને ખાતર-પાણી આપતા રહો. એની વ્યવસ્થિત માવજત કરતા રહો. લાંબે ગાળે તમને એ સંખ્યાબંધ કેરીઓ આપીને જ રહે.
સત્યોત્ર વિનાની સ્વતંત્રતા જો કેળાના સ્થાને છે તો સત્યોત્ર સાથેની સ્વતંત્રતા એ કેરીના સ્થાને છે. પ્રથમ વિકલ્પમાં પુણ્ય ભોગવીને ખતમ કરી દેવાનું છે જ્યારે બીજા વિકલ્પમાં પુણ્યના ઉદયકાળમાં પુણ્ય બાંધતા રહેવાનું છે.
હું તમને જ પૂછું છું. રસ શેમાં છે? કેળામાં કે કેરીમાં? પુણ્ય ભોગવવામાં કે પુણ્ય બાંધવામાં ? કેવળ સ્વતંત્રતામાં કે સત્યેત્ર સાથેની સ્વતંત્રતામાં ?
સભા : પુણ્ય અમારે બાંધવું છે પણ હમણાં નહીં.
ખૂબ ગંભીરતા સાથે મારે તમને આ સંદર્ભમાં એક વાત જણાવવી છે. સત્કાર્ય સેવન વિલંબમાં મૂકવાની વૃત્તિ જ્યારે પણ જાગે ત્યારે આ હકીકતને આંખ સામે રાખજો. .
૧. આયુષ્ય ગમે ત્યારે પૂરું થઈ જાય એવી સંભાવના છે.
આવતી કાલે શનિવાર ચોક્કસ આવવાનો છે પણ એ શનિવારે આપણે હશે કે કેમ એ સર્વથા અનિશ્ચિત છે, 'પુણ્ય આજે નથી બાંધવું પણ આગળ ઉપર બાંધશું. સત્કાર્યનું સેવન આજે નથી કરવું પણ આવતી કાલે કરશું” આવી વિચારણાને આધીન બની જઈને
સત્કાર્ય સેવનને વિલંબમાં મૂકતા રહેતા પહેલાં આ નગ્ન સત્યને સદાય આંખ સામે રાખજો. ઉત્તરાધ્યયન સૂત્રનો આ સંદેશ, ‘આયુષ્ય સર્વથા અસંસ્કાર્ય છે. હે જીવ ! પ્રમાદ કરીશ’ એક પળ માટે પણ ભૂલશો નહીં. સત્કાર્ય જો કરવું જ છે તો આવતી કાલે નહીં પણ આજે જ. આજે નહીં, અત્યારે જ.
૨. પુણ્ય કોઈ પણ પળે દગો દઈ દે એવી શક્યતા છે.
સંધ્યાના રંગોનો ભરોસો શો ? પવનની વહેવાની દિશાનો ભરોસો શો? વાદળના અસ્તિત્વનો ભરોસો શો? બસ, એ જ ન્યાયે પુણ્યનો કોઈ જ ભરોસો નથી. આવતી કાલે આપણે ટકી પણ ગયા પણ આજે જે પુણ્ય છે કે આવતી કાલે પણ ટકી જ રહેશે એ કહી શકાય એવી સ્થિતિ નથી. સંપત્તિક્ષેત્રનું પુણ્ય કદાચ ટકી પણ જાય તો ય તંદુરસ્તીમાં કડાકો બોલાઈ જાય એ શક્યતા પૂરી છે. તંદુરસ્તી કદાચ જળવાઈ પણ જાય તોય સ્વજનોની વફાદારીમાં ગરબડ ઊભી થઈ જાય એ શક્યતા ઓછી નથી. ભયના આ ઓથાર નીચે સુકૃતોને વિલંબમાં મૂકવાની વાત એ જાત સાથે છેતરપીંડી સિવાય બીજું કશું ય નથી. સંદેશ સ્પષ્ટ છે. આજે પુણ્ય જો ઉદયમાં છે તો આજે જ પુણ્ય બાંધી લો. આવતી કાલ પર એને મુલતવી ન જ રાખો.
૩. મનના ભાવો કોઈ પણ પળે બદલાઈ જાય એવી શક્યતા છે.
માની લઈએ કે આયુષ્ય આપણું લાંબુ છે, પુણ્ય આપણું મજબૂત છે પણ આપણાં મનના ભાવો આજે જેવા છે, આવતી કાલે પણ એવા રહેશે જ એ કહી શકવાની સ્થિતિમાં આપણે છીએ ક્યાં ? અરે, પ્રવચન સાંભળતા મનમાં જે ભાવો ઊઠે છે એ ભાવોમાં ઘરે પહોંચતા સુધીમાં જો ભારે કડાકો બોલાઈ જાય છે તો સુકૃત સેવનના આજે જાગેલા ભાવો આવતી કાલે પણ આપણે ટકાવી જ શકશું એવી ભ્રમણામાં રાચવાની કોઈ જ જરૂર નથી.
ટૂંકમાં, આયુષ્ય, પુણ્ય અને મન આ ત્રણે ય પરિબળો સર્વથા બિનભરોસાપાત્ર છે એ વાસ્તવિકતાને આંખ સામે રાખીને જે પણ ક્ષેત્રનાં સત્કાર્યો સેવવાની અનુકૂળતા હોય એ ક્ષેત્રનાં સત્કાર્યોને આજે જ, અત્યારે જ સેવી લેવા જેવા છે. આત્માનું હિત પણ એમાં જ છે તો પરલોકની સદ્ધરતા પણ એમાં જ છે.
વિકાસના માર્ગ પરનું ત્રીજા નંબરનું સોપાન છે : સન્મિત્ર. (FRIEND)
લોખંડની ખીલી જોઈ તો છે ને? નદીના પાણીમાં એને નાખો. ડૂબી જતાં પળની ય વાર ન લાગે પણ આ ખીલીને આપણે નદીના પાણીમાં તરાવી દેવા માગતા હોઈએ તો? એક જ વિકલ્પ છે. લાકડા સાથે એને જોડી દઈને એ લાકડાને પાણીમાં તરતું મૂકી દઈએ. લાકડું તો તરી જ જાય અને એની સાથે લોખંડની ખીલી પણ તરી જાય ! પણ