________________
રહેલ કોઈ પણ મુમુક્ષુની પત્રિકા આવે તો એ પત્રિકા વાંચીને એમ ને એમ મૂકી ન દેતાં મુમુક્ષુના એ પરાક્રમની અનુમોદના કરવા કાંક ને કાંક સત્કાર્ય તો કરીને જ રહેજો.
આ વિનોદભાઈએ એ દિવસથી નક્કી કર્યું છે કે ‘કોઈ પણ દેરાસરે કે ઉપાશ્રયે લાગેલ દીક્ષાની પત્રિકા મારા વાંચવામાં આવશે અને એ દીક્ષાર્થી ભાઈ કે બહેન જો અમદાવાદના જ હશે તો એમના ઘરે રિક્ષા લઈને હું પહોંચી જઈશ અને એમને વિનંતિ કરીશ કે અમદાવાદના કોઈ પણ પાંચ દેરાસરે દર્શન કરવા એ મારી રિક્ષામાં બેસવાનો મને લાભ આપે.’
છેલ્લે મને વિનોદભાઈ મળ્યા ત્યારે મેં એમને પૂછ્યું,
‘રિક્ષામાં મુમુક્ષુઓને બેસાડવાનો લાભ મળે છે ?’ ‘ચાલુ જ છે’
‘આજ સુધીમાં કેટલા મુમુક્ષુઓનો લાભ મળ્યો ?’ ‘અડસઠ મુમુક્ષુઓનો’
‘શું વાત કરો છો ?’
‘હા. મારી ભાવના છે કે કમ સે કમ ૧૦૮ મુમુક્ષુઓ મને લાભ આપે. હું પણ ધન્ય થઈ જાઉં અને મારી રિક્ષા પણ ધન્ય થઈ જાય !' આટલું બોલતા બોલતા એમની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયા.
હું તમને પૂછું છું. તમે તો શ્રીમંત છો ને ? ગાડીવાળા છો ને ? તમને ક્યારેય આ ભાવ જાગ્યો ? એક પણ મુમુક્ષુને તમારી ગાડીમાં બેસાડીને મુંબઈનાં બે-પાંચ દેરાસરોનાં દર્શન તમે કરાવ્યા ?
સભા : અમે આવું વિચારી પણ શકતા નથી.
હવે વિચારજો. ધર્મપ્રવૃત્તિની તકને શોધતા ફરજો. સામે ચડીને આવતી તકોને વધાવતા શીખજો અને એ માટે પ્રભુશાસન પ્રત્યેના પ્રેમને પરાકાષ્ટાએ લઈ જવા પ્રયત્નશીલ બનજો.
બીજી બાજુ ભવ ભયને, પાપ ભયને, પ્રમાદ ભયને પણ હૃદયમાં એ હદે પ્રતિષ્ઠિત કરવા કટિબદ્ધ બની જજો કે સાપનું નામ સાંભળતા વેંત જેમ ત્યાંથી ભાગી છૂટવાનું અંદરમાં પડેલ સત્ત્વ સક્રિય બનીને જ રહે છે તેમ પાપની સંભાવના દેખાવા માત્રથી એના ત્યાગ માટેનું અંદરમાં પડેલ સત્ત્વ સક્રિય બનીને જ રહે.
છેલ્લે રાજેશ વ્યાસની આ પંક્તિઓ :
‘યાદ કરું ના કરું તોય એ, વરસાવે કૈ હરપળ વ્હાલ,
૨૦
પડું-આખડું, ભૂલું-મટકું સતત રાખતો મ્હારો ખ્યાલ, ભૂલો લાખ કરું હું તો પણ, કદી ય ના તરછોડે જી. પ્રભુ હંમેશાં સૌની સાથે, સાથ કદી ના છોડે જી...
એક કામ આપણે કરશું ? સાથે જ રહેતા પ્રભુનો હાથ આપણે માથે મૂકાવી દઈએ. આપણું કામ થઈ જશે.
૨૧