________________
સભા : ધર્મપ્રવૃત્તિ.
હવે જવાબ આપો, સત્ત્વક્ષેત્રે માયકાંગલા જ હશો તો તમને લાગે છે ખરું કે પાપોથી નિવૃત્ત થવાના ક્ષેત્રે તમે સફળતા હાંસલ કરી શકશો? રામરામ કરો. રામરામ.
સભા : પાપનિવૃત્તિ અમે ભલે ન કરી શકતા હોઈએ પરંતુ ધર્મપ્રવૃત્તિઓ અમારા જીવનમાં પૂરબહારમાં ચાલુ હોય તો ધર્મપ્રવૃત્તિઓનું એ પુણ્ય અમારાં પાપપ્રવૃત્તિઓ જન્ય પાપોને ખતમ કરી નાખનારું ન બને ?
જવાબ આપો. દવાનો સેવન સાથે દહીં ખાવાનું પણ તમે ચાલુ જ રાખો તો શરદીથી છુટકારો મેળવવામાં તમને સફળતા મળી જાય ખરી ? એક સ્ત્રી સાથે લગ્ન કરી દીધા બાદ પણ વેશ્યા પાસે જવાનું જેનું ચાલુ જ હોય એની સમાજમાં આબરૂ બંધાય ખરી ? કમાણી કરતા રહેવાની સાથે જુગારમાં હારતા રહેવાનું પણ જે વેપારીનું ચાલુ હોય એ વેપારીને બૅન્ક બૅલેન્સ વધારવામાં સફળતા મળે ખરી ?
જો ના, તો અધ્યાત્મ જગતમાં પણ એ જ કાયદો સમજી લેવાનો છે. પાપપ્રવૃત્તિ અને ધર્મપ્રવૃત્તિ બંને સાથે જ ચાલુ હોય એ આ જગતમાં કોઈ મહત્ત્વપૂર્ણ વિકાસ સાધી શકે એવી કોઈ જ શક્યતા નથી. અરે, અપેક્ષાએ કહેવું હોય તો એમ પણ કહી શકાય કે જીવનમાં ધર્મપ્રવૃત્તિના ક્ષેત્રે તમે ભલે પા પા પગલી ભરી રહ્યા છો પરંતુ પાપનિવૃત્તિના ક્ષેત્રે જો તમે હનુમાન કૂદકાઓ લગાવી રહ્યા છો તો તમારા આત્મકલ્યાણને હવે ઝાઝું છેટું નથી જ. પણ મુશ્કેલી એ છે કે ધર્મપ્રવૃત્તિનું આપણને જેટલું આકર્ષણ છે એનું લાખમાં ભાગનું પણ આકર્ષણ આપણને પાપનિવૃત્તિનું નથી. ધર્મમાં પ્રવૃત્ત થઈએ પણ છીએ તો ય એમાં લાંબી કોઈ પાગલતા અનુભવાતી નથી જ્યારે પાપનું પ્રલોભને આંખ સામે આવ્યું નથી અને તમામ તાકાતથી આપણે એમાં કૂદી પડ્યા નથી.
આ અનિષ્ટથી ઊગરી જવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ એક જ છે. સત્ત્વશીલતાને આપણે પરાકાષ્ટાએ લઈ જઈએ. કમજોર પગ જેમ શરીરને મંજિલ સુધી પહોંચાડી શકતા નથી તેમ સત્ત્વહીન મન આત્માને લક્ષ્ય સુધી પહોંચાડી શકતું જ નથી, સાંભળ્યો છે આ ટુચકો ?
વાત તારી સાચી પણ હું કરું શું? એક સ્ત્રી પોતાના પતિની હાજરીમાં જ એની બહેનપણી સાથે વાત કરી રહી
‘થાય શું? મારી પાસે ચહેરો આકર્ષક છે પણ લિપસ્ટિક નથી. મારા હાથ સુડોળ છે પણ મારી પાસે બંગડી નથી. મારા કાન એકદમ સરસ છે પણ મારી પાસે એરિંગ નથી.'
પત્નીની આ વાત સાંભળતાની સાથે જ પતિ બોલી ઊઠ્યો, ‘વાત તો તારી સાચી છે પણ હું ય કરું શું? કારણ કે મારી પાસે ખીસું છે પણ એમાં પૈસા નથી !'
હા, ખીસા જેવું મન હોય આપણી પાસે પણ પૈસા જેવું સત્ત્વ ન હોય આપણી પાસે તો ધર્મપ્રવૃત્તિના કે પાપનિવૃત્તિના એક પણ ક્ષેત્રે આપણે કશું જ ખરીદી શકવાના નથી. જે પણ આત્માઓ આ સંસારસાગરનો પાર પામી ગયા છે, પામી રહ્યા છે કે પામવાના છે એ તમામ પાસે સત્ત્વશીલતાની આ મૂડી હતી જ છે અને રહેવાની જ છે.
સભા : સત્ત્વ પ્રગટાવવા કરવું શું?
પ્રેમ અને ભય, આ બે પરિબળો એવા છે કે અંદરમાં પડેલ સત્ત્વને એ બહાર લાવી જ દે છે, પ્રભુ પર જો પ્રેમ છે, પ્રભુશાસન પર જો પ્રેમ છે, પ્રભુએ સ્થાપેલ ચતુર્વિધ શ્રી, સંઘ પર જો પ્રેમ છે, પ્રભુએ ફરમાવેલ અનુષ્ઠાનો પર જો પ્રેમ છે, પ્રભુનાં વચનો પર જો, પ્રેમ છે તો ધર્મપ્રવૃત્તિનું અંદરમાં પડેલ સત્ત્વ બહાર આવ્યા વિના રહેતું જ નથી.
એ જ રીતે,
સંસારનો જો ય છે, પાપનો જો ભય છે, પાપસેવનથી સર્જાતી દુર્ગતિઓનો જો ભય છે, એદુર્ગતિઓમાં લમણે ઝીંકાતાં દુ:ખોનો જો ભય છે, વિભાવદશાની પરાધીનતાનો જો ત્રાસ છે તો પાપનિવૃત્તિ અંગેનું અંદરમાં પડેલ સત્ત્વ બહાર પ્રગટ થયા વિના રહેતું જ નથી,
સાવ સાચું કહું તો નથી તો આપણે આ પ્રેમના માલિક બની શક્યા કે નથી તો આપણે આ ભયથી ફફડી ઊઠ્યા. પ્રેમ આપણો છે તોય એનું પોત કદાચ સંધ્યાના રંગ જેવું છે અને ભયથી આપણે ત્રસ્ત છીએ તો ય એનું પોત પરપોટા જેવું છે. પ્રેમનો રંગ ઊતરી જતા વાર લાગતી નથી તો ભયના ત્રાસથી મુક્ત થઈ જતાં ય વાર લાગતી નથી. આસ્થિતિમાં અંદરમાં પડેલ સત્ત્વ બહાર ન જ પ્રગટતું હોય તો એમાં કોઈ જ આશ્ચર્ય નથી.
આ ખુમારી? અમદાવાદના એ સુશ્રાવક છે. નામ છે એમનું વિનોદભાઈ અને ચલાવે છે એ રિક્ષા. રાત્રિભોજન એ કરતા નથી અને પ્રભુની પૂજા કર્યા વિના એ રહેતા નથી. સાધુસાધ્વીજી ભગવંતો પ્રત્યેનો એમનો બહુમાનભાવ ભારે પ્રશંસનીય છે તો પ્રવચનશ્રવણનો રસે એમનો અનુમોદનીય છે.
એક દિવસ મેં પ્રવચનમાં વાત મૂકી હતી કે તમારે ત્યાં સંયમજીવનના માર્ગે જઈ
હતી,
‘કેવા દિવસો આવ્યા છે મારા ?'
‘કેમ શું થયું ?”
૧૮
૧૯