________________
શું કહું તમને?
પત્ની વિના જીવનમાં સમાધિ ટકાવી રાખવામાં વાંધો નથી આવતો. વગર બંગલે ઝૂંપડામાં ય જીવન મસ્તીથી પસાર કરી શકાય છે. મિષ્ટાન-ફરસાણનાં ભોજન વિના ય ગરીબ માણસને પોતાના ચહેરા પરના હાસ્યને ટકાવી રાખવામાં સફળતા મળી શકે છે અને અમારા જેવા સંયમીને વગર પૈસે ય મુખ પરની મસ્તી ટકાવી રાખવામાં વાંધો નથી આવતો પણ પુણ્ય વિના ?
નથી તો તમારે ચાલતું કે નથી તો અમારે ચાલતું! સભા : આપને ય પુણ્યની જરૂર પડે ?
આર્યદેશ-આર્યકુળ-માનવભવ-પંચેન્દ્રિય પતા–સશક્ત મન-સંસ્કારી માતા-પિતા, જિનશાસન, સત્સામગ્રીઓ-સઆલંબનો, સનિમિત્તો, સંઅનુષ્ઠાનો, વીતરાગ પરમાત્મા, નિગ્રંથ ગુરુદેવ, વીતરાગપ્રણીત મોક્ષમાર્ગ આ બધું ય પુણ્ય વિના અમને મળી ગયું? ના. જોરદાર પુણ્યનો ઉદય કે આત્મકલ્યાણમાં સહાયક આ બધું ય અમને મળી ગયું.
અરે, આ જીવનમાં એવી આરાધનાઓ મારાથી શક્ય બનવાની જ નથી કે જેના બળે સર્વકર્મોનો ક્ષય કરીને અમે અહીંથી સીધા જ મોક્ષમાં ચાલ્યા જઈએ. આનો અર્થ ? આ જ કે આ જીવનની સમાપ્તિ બાદ અમારે પણ ક્યાંક તો જન્મ લેવાનો જ છે, અને એ જન્મ અમને સારી ગતિમાં તો જ મળવાનો છે. જો અમારી પાસે પુણ્યકાર્યોની મૂડી હશે તો ! હવે તમે જ કહો, શુભ પુણ્યબંધ વિના મારે કે તમારે કોઈને ય ચાલે તેમ છે ખરું ?
સભા : ના,
તો એ વાત તો નક્કી થઈ ગઈ ને કે પુણ્યબંધના એક માત્ર કારણભૂત પુણ્યકાર્યોને જીવનમાં મહત્ત્વનું સ્થાન આપી દીધા વિના ભવાંતરમાં નથી તો આપણે સુખની સામગ્રીઓ પામી શકવાના કે નથી તો આપણે ધર્મની સામગ્રીઓ પામી શકવાના. આ સમજણ જેવી હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ ગઈ, એ જ પળથી જીવનમાં પુણ્યકાર્યો શરૂ થઈ ગયા જ સમજજો.
આ લગન ? અમદાવાદના એક સુશ્રાવક છે, સાતેક વરસ પહેલાં અમદાવાદમાં અમે કરેલ ચાતુર્માસ દરમ્યાન એ દરરોજ પ્રવચનમાં આવતા હતા. પ્રજ્ઞાપનીયતા સારી, હૃદયની સરળતા પણ સારી. દિલની ઉદારતા પણ સારી.
ચાતુર્માસ પૂરું થયું. અમદાવાદથી પૂના તરફ જવા અમે વિહાર લંબાવ્યો-રસ્તામાં નડિયાદ આવ્યું અને એ ભાઈ ત્યાં મને મળવા આવ્યા. વંદન કરીને બેઠા, ધર્મચર્ચા થઈ
અને પછી ઊભા થતાં થતાં એમણે મને વિનંતિ કરી.
‘રૂપિયા ૭૨,00 સન્માર્ગે વાપરવા છે. આપ સૂચન કરો તેને ક્ષેત્રમાં એ રકમનો સવ્યય હું કરી દઉં.'
“ફર,000 જ કેમ?' મારા એ પ્રશ્નનો એમણે તો જવાબ ન આપ્યો પણ એમની સાથે આવેલા એમના મિત્રે આ અંગે ખુલાસો કર્યો. ‘ગુરુદેવ, આપે અમદાવાદ છોડ્યું એ દિવસે એમણે અભિગ્રહ કર્યો હતો કે આપ નડિયાદ પહોચી જાઓ એ ગાળા દરમ્યાને ધંધામાં ‘પOO’ની જેટલી પણ નોટો આવે એ બધી જ નોટો સન્માર્ગમાં વાપરી દેવી.
આપને એ જાણીને આશ્ચર્ય થશે કે રૂપિયા ૫૦નો માલ લઈ જનારે પણ જો પCO ની નોટ આપી છે તો એને ૪૫૦ રૂપિયા તો એમણે પાછા આપ્યા જ છે પણ એ ભાઈ તરફથી મળેલ ૫00 ની નોટ તો એમણે સન્માર્ગ ખાતે અલગ જ રાખી દીધી છે !'
પુણ્યકાર્ય અંગેની એ ભાઈની આ કોઠાસૂઝે, આ લગને અને આ ધગશે મને સ્તબ્ધ કરી દીધો ! પુણ્યકાર્ય માટે કોઈ પુણ્યાત્મા આવું મસ્ત પરાક્રમ કરી શકે એ વાત મારી કલ્પના બહારની હતી.
સભા : અમારી કલ્પનામાં પણ આ વાત બેસતી નથી.
આ સત્ય પ્રસંગ પરથી એક બોધપાઠ એ લેવા જેવો છે કે જીવનમાં બહુ મોટાં પુણ્યકાર્યો કરવાની ક્ષમતા ન પણ હોય તો ય શક્તિ અનુસાર નાનાં નાનાં સત્કાર્યો તો કરતા રહેવા જેવા જ છે. ક્રિકેટના જગતમાં આટલાં વરસોમાં એક પણ બૅટ્સમૅન એવો પાક્યો નથી કે જેણે કેવળ ચોગ્ગા અને છગ્ગાઓ લગાવીને સેમ્યુરી પૂરી કરી હોય પણ એવા કેટલાક બૅટ્સમૅનો જરૂર પાક્યા છે કે જેઓએ એક પણ ચોગ્ગો કે છગ્ગો લગાવ્યા વિના જ સેચુરી પૂરી કરી છે.
આનો અર્થ ?
આ જ કે બહુ મોટાં પુણ્યકર્મો - કે જેને આપણે ચોગ્ગાની - છગ્ગાની ઉપમા આપી શકીએ - કરતા રહીને જ કેવળજ્ઞાન પામી ચૂક્યા હોય એવા પરાક્રમી આત્માઓમાં તો તીર્થકર ભગવંતોનો સમાવેશ પણ થઈ શકતો નથી તો આપણે તો શી વિસાતમાં છીએ ? પણ નાનાં નાનાં પુણ્યકાર્યો - કે જેનો સમાવેશ આપણે એક રન કે બે રનમાં કરી શકીએતો આપણે ખૂબ આસાનીથી કરી શકીએ તેમ છીએ અને એ પુણ્યકાર્યોના સેવન દ્વારા આપણે કેવળજ્ઞાન પામી શકીએ તેમ છીએ. તો કમ સે કમ આપણે એ તો શરૂ કરી દઈએ !