________________
૫૬
સૂરપન્નત્તિ- ૧૦/૧૯/૭૨-૭૪ નામો આ પ્રમાણે છે. શ્રાવણ, ભાદ્રપદ, આસો, કાર્તિક, માર્ગશીર્ષ, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ અને અષાઢ લોકોત્તર નામો આ પ્રમાણ છે. પ્રથમ શ્રાવણમાસ રૂપ માસ અભિનંદ નામનો છે. બીજો સુપ્રતિષ્ઠિત નામનો ચોથો માસ છે, આસોમાસના સ્થાને વિજય નામનો ત્રીજો માસ છે. કાર્તિક માસના સ્થાને પ્રીતિવર્ધન નામનો ચોથો માસ છે. માગશર માસનાસ્થાનમાં પાંચમો માસ શ્રેયાન્ નામનો માસ છે, પોષમાસરૂપ છઠ્ઠાસ શિવ નામનો છે. માઘમાસના સ્થાનમાં સાતમો માસ શિશિર નામનો છે, આઠમા ફાગણ માસના સ્થાનમાં આઠમા માસનું નામ હૈમવાન્ પ્રતિપાદિત કરેલ છે, નવમા ચૈત્રમાસ રૂપ વસન્તમાસ પ્રજ્ઞપ્ત કરેલ છે. વૈશાખમાસના સ્થાનમાં દસમા માસનું નામ કુસુમસંભવ પ્રતિપાદિત કરેલ છે અગ્યારમા જેઠમાસરૂપ નિદાધ નામનો માસ છે, બારમા અષાડ માસરૂપ વનવિરોધિ નામનો માસ પ્રતિપાદિત કરેલ છે.
પાહુડ – ૧૦/૧૯ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
પાહુડ પાહુડ-૨૦
[૭૫-૮૫] હે ભગવાન કેવા પ્રમાણવાળા અને ક્યા નામવાળા સંવત્સર પ્રતિ પાદિત કરેલ છે ? હે ગૌતમ ! સંવત્સરો પાંચ પ્રતિપાદિત કરેલા છે, નક્ષત્ર સંવત્સર યુગ સંવત્સર પ્રમાણ સંવત્સર લક્ષણ સંવત્સર શનૈશ્વર સંવત્સર નક્ષત્ર. સંવત્સર બાર પ્રકારના છે, શ્રાવણ માસ બોધક પ્રથમ ભેદ, ભાદરવા માસ રૂપ બીજો ભેદ, યાવત્ અષાઢમાસ રૂપ બારમો ભેદ છે. બૃહસ્પતિ નામનો મહાગ્રહ જ્યારે પોતાની કક્ષામાં ભ્રમણ કરીને બધા નક્ષત્રમંડળોના ભગણને પૂર્ણ કરે છે, ત્યારે એ ભગણપૂર્તિ કાળ વિશેષ સમયનું નામ બાર્હસ્પત્ય સંવત્સર બાર વર્ષનું પ્રતિપાદિત કરેલ છે, યુગ સંવત્સર પાંચ પ્રકારથી પ્રતિપાદિત કરેલ છે. ચાંદ્ર ચાંદ્ર અભિવર્ધિત છે. ચાંદ્ર સંવત્સર અભિવર્ધિત એ એક યુગમાં પહેલા ચાંદ્ર વર્ષના ચોવીસપર્વો હોય છે, બાર માસનું એક ચાંદ્ર સંવત્સર થાય છે, એક માસમાં અમાસ અને પુનમ આ રીતે બે પર્વો આવે છે. તેથી એક ચાંદ્ર સંવત્સરમાં બધા મળીને ૨૪ ચોવીસ પર્વો થાય છે. બીજા ચંદ્ર સંવત્સરના ચોવીસ પર્વો કહેલ છે, ત્રીજા અભિવર્ધિત સંવત્સરના છવ્વીસ પર્વ કહ્યા છે, ચોથા ચંદ્ર સંવત્સરના ચોવીસ પૂર્વે પ્રતિપાદિત કરેલ છે, પાંચમા અભિવર્ધિત સંવત્સરના છવ્વીસ પર્વો પ્રશપ્ત કર્યા છે, પૂર્વોક્ત પ્રકારથી જ અર્થાત્ પહેલાં પ્રતિપાદિત કરેલ ગણિત પદ્ધતિ પ્રમાણે પૂર્વપર ગણિતનો મેળ કરવાથી પાંચ વર્ષ પ્રમાણ વાળા યુગમાં એકસો ચોવીસ પર્વો થાય છે, આ પ્રમાણ સંવત્સરના પાંચ ભેદો કહ્યા છે. નક્ષત્ર સંવત્સર ચંદ્ર સંવત્સર ઋતુસંવત્સર સૂર્ય સંવત્સર અને અભિવર્ધિત સંવત્સર લક્ષણો `થી યુક્ત સંવત્સર પાંચ પ્રકારના કહેલ છે. નક્ષત્ર, ચંદ્ર, ઉર્દૂ, આદિત્ય, અભિવર્ધિત સઘળા નક્ષત્રમંડળ ચક્રના પરિભ્રમણના પૂર્તિકાળરૂપ જે સંવત્સર તે નક્ષત્રસંવત્સર છે. ચંદ્રના સઘળા નક્ષત્ર પરિભ્રમણથી એક ભંગણની પૂર્તિ થાય છે. આ રીતે તેર ભગણ જેટલા સમયાં પૂરા થાય એટલા કાળ વિશેષને ચાંદ્રસંવત્સર કહેવામાં આવે છે. સૂર્ય સ્વ ચક્રના પરિભ્રમણથી વર્ષા, હેમન્ત, અને ગ્રીષ્મ આ રીતે ત્રણ ભેદવાળા ઋતુકાળને જેટલા સમયમાં પૂર્ણ કરે છે, એટલા કાળ વિશેષને ૠતુ સંવત્સર કહેવાય છે. આદિત્ય એટલે સૂર્યનો એક ભગણ ભોગકાળ રૂપકાળ સૌ૨વર્ષ અથવા આદિત્ય સંવત્સર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org