________________
વખારો
૧૭૯ જંબૂઢીપ નામક દ્વીપમાં કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! મહા હિમવાનુ વર્ષધર પર્વની દક્ષિણ દિશામાં ક્ષુદ્ર હિમવાનું પર્વતની ઉત્તર દિશામાં પૂર્વદિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં જમ્બુદ્વીપ નામક દ્વીપમાં હૈમવત ક્ષેત્ર આવેલ છે. એ હૈમવત ક્ષેત્ર પૂર્વથી પશ્ચિમ સુધી લાંબું છે. તેમજ ઉત્તરથી દક્ષિણ સુધી પહોળું છે. આ હૈમવત ક્ષેત્રનો આકાર પર્યકનો જેવો છે. મુદ્ર હિમવતુ પર્વતના વિખંભથી આનો વિખંભ દ્વિગુણ છે. એ બને તરફથી લવણસમુદ્રને સ્પર્શી રહ્યો છે. પૂર્વ કોટિથી પૂર્વ લવણસમુદ્રને અને પશ્ચિમ દિગ્દર્તી લવણસમુદ્રને સ્પર્શી રહ્યો છે. આનો વિસ્તાર ૨૧૦૫-૩/૧૯ યોજન જેટલો છે. એની વાહા-પૂર્વ પશ્ચિમમાં લંબાઇની અપેક્ષાએ ૬૭પપ-પ ૧૯ યોજન જેટલી છે. એની જીવા ઉત્તર દિશામાં પૂર્વથી પશ્ચિમ સુધી આયત લાંબી છે. એ બન્ને તરફથી લવણ સમુદ્રને સ્પર્શી રહી છે. પૂર્વની કોટીથી પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રને સ્પર્શી રહી છે અને પશ્ચિમ દિગ્ગત કોટીથી પશ્ચિમ દિશ્વર્તી સમુદ્રને સ્પર્શી રહી છે. એ આયામની અપેક્ષાએ કંઈક કમ ૩૭૬૭૪ -૧૦ ૧૯ યોજન જેટલી છે. આનું ધનુપૃષ્ઠ પરિક્ષેપની અપેક્ષાએ ૩૮૭૪૦ -૧૬/૧૯ યોજન જેટલો છે. અહીંનો ભૂમિભાગ બહુ સમરમણીય છે. અહીં સર્વદા તૃતીયકાળ સુષમ દુષમારકની રચના રહે છે.
[૧૩૨-૧૩૩ હે ભદેત હૈમવતું ક્ષેત્રના જે “શબ્દાપાતી' નામક વૃત્તવેતાર્યા પર્વત કહેવામાં આવેલ છે, તે કયા સ્થળે આવેલ છે ? હે ગૌતમ! રોહિતા મહાનદીની પશ્ચિમ દિશામાં અને રોહિતાંશા મહાનદીની પૂર્વ દિશામાં આ “શબ્દાપાતી' નામક વૃત્ત વૈતાઢ્ય પર્વત આવેલ છે, એ પર્વત હૈમવત ક્ષેત્રના ઠીક મધ્ય ભાગમાં છે, એની ઊંચાઈ એક હજાર યોજન જેટલી છે. ૨પ૦ યોજન જેટલો આનો ઉદ્ધધ છે. એ સર્વત્ર સમાન છે. પલંગનો જેમ આયત ચતુરભ્ર આકાર હોય છે, તેવો જ આકાર આ પર્વતનો પણ છે. આનો આયામ અને વિખંભ ૧ હજાર યોજન જેટલો છે. તેમજ આનો પરિક્ષેપ કંઈક વિધારે ૩૧૫ર યોજન જેટલો છે. એ સર્વાત્મના રત્નમય છે. અને આકાશ તેમજ સ્ફટિક મણિવત નિર્મળ છે. આ એક પત્રવરવેદિકા અને વનખંડથી ચોમેર આવૃત્ત છે. શબ્દાપાતી વૃતવૈતાઢ્ય પર્વતના ઉપરનો ભૂમિભાગ બહુસમરમણીય છે. તે બહુસમરમણીય ભૂમિભાગના ઠીક મધ્યભાગમાં એક વિશાળ પ્રાસાદા વતંસક છે. એ કરાઇ યોજન જેટલો ઊંચો છે. ૩૧ યોજન જેટલો આનો આયામ અને વિખંભ છે. યાવતુ એમાં સપરિવાર સિંહાસન છે. શબ્દાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વત ઉપર નાની-મોટી. વાપિકાઓથી યાવતુ બિલપંક્તિઓમાં અનેક ઉત્પલ-પદ્રોની કે જેમની પ્રભા, શબ્દાપાતી જેવી છે, જેમનો વર્ણ શબ્દાપાતી જેવો છે. તેમજ અહીં શબ્દાપાતી નામક મહદ્ધિ યાવતુ મહાનુભાવશાલી દેવ કે જેની એક પલ્યોપમન જેટલી સ્થિતિ છે રહે છે. એથી આ પર્વતનું નામ “શબ્દાપાતી' આ પ્રમાણે કહેવામાં આવેલ છે.
એ દેવ ત્યાં પોતાના ચાર હજાર સામાનિક દેવો યાવતું ચાર સપરિવાર અગમહિષીઓ, ત્રણ પરિષદાઓ ઉપર, સાત અનીકો ઉપર સાત અનીકાધિપતિઓ ઉપર, ૧૬ હજાર આત્મરક્ષક દેવો અને દેવીઓ ઉપર આધિપત્ય, પૌરપત્ય, સ્વામિત્વ, ભર્તૃત્વ, મકત્વ તેમજ આશ્વર સેનાપત્ય ધરાવતો તેની પાલ ના કરાવતો, દિવ્ય ભોગો ભોગવતો રહે છે. હે ગૌતમ! આ ક્ષેત્ર ક્ષુદ્રહિમવતુ પર્વત અને મહાહિમવતું પર્વત એ બને વર્ષધર પર્વતોના મધ્યભાગમાં છે. એથી મહાહિમવતુ પર્વતની દક્ષિણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org