________________
૧૮૯
વખારો-૪ વિખંભ છ યોજન અને એક ગાઉનો છે. ઉપરના ભાગમાં તેનો વિખંભ ત્રણ યોજન અને દોઢ ગાઉનો છે. આ પ્રકારનો વિખંભ હોવાથી તે યમક પર્વત મૂલ ભાગમાં વિસ્તાર વાળો મધ્યભાગે સાંકડો છે. ઉપરનો ભાગ થોડા વિસ્તારવાળો છે. આ પ્રાકાર બહારથી વર્તુલાકાર છે. મધ્ય ભાગમાં ચોરસ આકારવાળા છે. સ્વચ્છ સ્ફટિકના જેવા છે. પહેલા કહેવાઈ ગયેલા અનેક પ્રકારના પદ્મરાગાદિ પાંચ પ્રકારના મણિયોથી કપિશીર્ષના આકારવાળા પ્રાકારના અગ્રભાગથી શોભાયમાન છે. તે કપિશીર્ષક પ્રાસાદગ્રભાગ. અધ ગાઉના આયામવાળા છે. અધ ગાઉ ઉપરની બાજુ ઉંચા છે. પાંચસો ધનુષ જેટલી બાહુલ્ય વાળા કહેલ છે. આકાશ અને સ્ફટિક જેવા નિર્મળ કહેલ છે.
યમિક રાજધાનીના દરેક પડખામાં પચીસ પચીસ અધિક એવા સો દ્વારા કહ્યા છે. સાડા બાસઠ યોજન ઉપર તરફ ઉંચાઈવાળા એકત્રીસ યોજના અને એક ગાઉ જેટલા વિખંભવાળા કહેલ છે. એકત્રીસ યોજન અને એક કોસ ભૂમિની અંદર કહેલ છે. સફેદ ઉત્તમ સુવર્ણમય નાના નાના શિખરોથી યુક્ત એ રીતના સૂયભિ નામના વિમાનમાં વર્ણનમાં દ્વારોના વર્ણન કરનારા પદો જે કહ્યા છે, તે બધા અહીંયાં પણ સમજી લેવાં. યમિકા રાજધાનીની ચારે દિશામાં પાંચસો પાંચસો યોજનાના વ્યવધાન વાળા ચાર વનપંડ કહેલા છે. તેની પૂર્વમાં અશોકવન સપ્તવર્ણ વન દક્ષિણ દિશામાં છે ચંપકવન, પશ્ચિમમાં છે. આમ્રવન ઉત્તર દિશામાં છે. એ વનખંડ કંઈક વધારે બાર હજાર યોજનની લંબાઈવાળા કહેલા છે. પાંચસો યોજનનો તેમનો વિખંભ-પહોળાઈ કહેલ છે. દરેક વનપંડ પ્રાકારથી વીંટાળાયેલ છે. કૃષ્ણ-કૃષ્ણ વર્ણવાળા છે. દરેક યમિક રાજધાનીના મધ્ય ભાગમાં અત્યંત સમ અને રમણીય એવો ભૂમિભાગ કહેલ છે. બહુસમરમણીય ભૂમિ ભાગના બરોબર મધ્ય ભાગમાં અહિંયાં બે ઉપકારિકાલયન અથતિ પ્રાસાદાવ તસક પીઠિકા છે. બારસો યોજન જેટલા લાંબા પહોળા છે. ૩૭૯૫ યોજન તેનો પરિક્ષેપ કહેલ છે. અધઈ ગાઉ જેટલી તેની જાડાઈ છે. સર્વ રીતે જંબૂનદ નામના ઉત્તમ સુવર્ણમય છે. આકાશ સ્ફટિક સરખા નિર્મલ છે. દરેક એટલે કે બેઉ ઉપકારિકા લયન પાવર વેદિકાથી વીંટળાયેલ છે. ઉતરવા ચડવાને અનુકૂળ એવા સુંદર ત્રણ માર્ગ કહેલા છે. ચારે દરવાજાની ચારે દિશામાં તોરણ કહેલા છે.
ઉપકારિકાલયનના બરોબર મધ્ય ભાગમાં ત્યાં આગળ એક પ્રાસાદવવંસક છે. સાડી બાસઠ યોજનની તેની ઉંચાઈ છે. એકત્રીસ યોજન અને એક ગાઉ જેટલી તેની લંબાઈ પહોળાઈ કહેલ છે. તે મૂળ પ્રાસાદાવતંસક બીજા તેનાથી અધિ ઉંચાઈ વાળા ચાર પ્રાસાદાવંતસકોથી ચારેય દિશામાં વીંટળાયેલ કહ્યા છે. તે પ્રાસા દાવતંસકો એકત્રીસ યોજન અને એક ગાઉ જેટલા ઉંચા કહ્યા છે. કંઇક વધારે સાડા પંદર યોજનની તેની લંબાઈ પહોળાઈ છે. પહેલી પ્રાસાદ પંક્તિમાં કહેલ ચારે પ્રાસાદવતંસક બીજા તેનાથી અદ્ધિ ઉંચાઈવાળા મૂલ પ્રાસાદથી અર્ધ આયામ વિખંભ અને ઉત્સધ વાળા મૂલ પ્રાસાદના કરતાં ચતુભાંગ પ્રમાણવાળા ચાર પ્રાસાદો થઈ જાય છે. એ પ્રાસાદાવંતસક અધ ગાઉ અધિક સાડાપંદર યોજન ઉંચા કહેલ છે. પા ગાઉ અધિક સાડા સાત યોજન જેટલી તેની લંબાઈ પહોળાઈ કહેલ છે. બીજી પરિધિગત સોળ પ્રાસાદાવાંસકો દરેક બીજા તેનાથી અદ્ધિ ઉંચાઈવાળા એવા ચાર પ્રાસાદાવતંસકો કે જે મૂલ પ્રાસાદનાં કરતાં આઠમાં ભાગ જેટલા પ્રમાણના આયામ અને વિષ્કલવાળાઓથી ચારે બાજુ વીંટાયેલ કહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org