________________
વફખારો-૪
૧૯૯ અહીં ચિત્રકૂટ નામક મહર્તિક યાવતુ એક પલ્યોપમ જેટલી સ્થિતિવાળો દેવ રહે છે. હે ભદત! એ જંબૂઢીપ નામક દ્વીપમાં જે મહાવિદેહ ક્ષેત્ર છે, તેમાં સુકચ્છ નામક વિજય કયા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! સીતા મહાનદીની ઉત્તર દિશામાં નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં ગાહાવતી મહાનદીની પશ્ચિમ દિશામાં તેમજ ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં, જમ્બુદ્વીપ નામક દ્વીપની અંદર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં સુકચ્છ નામક વિજય આવેલ છે. આ સુકચ્છ નામક વિજ્ય ઉતરથી દક્ષિણ દિશા સુધી આયત દીર્ઘ છે તે પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. પણ અહીં ક્ષેમપુરા નામક રાજધાની છે તેમાં સુકચ્છ નામક ચક્રવર્તી રાજા શાસન કરે છે,
સુકચ્છ વિજયની પૂર્વ દિશામાં મહાકચ્છ વિજયની પશ્ચિમ દિશામાં નીલવન્ત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં વર્તમાન નિતંબની ઉપર ઠીક મધ્યભાગની ઉપર જબૂદ્વીપ નામક દ્વીપમાં વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં ગ્રાહાવતી કુંડ નામક કુંડ આવેલ છે. રોહિતાશા કુની જેમ એનો આયામ અને વિખંભ ૧૨૦ યોજન જેટલો છે. એનો પરિક્ષેપ કંઈક અલ્પ ૩૮૦ યોજન જેટલો છે. ૧૦ યોજન જેટલો એનો ઉદ્ધધ છે. તે ગાતાવતી કુંડની દક્ષિણે આવેલા તોરણ થી ગાહાવતી નામક નદી નીકળી છે, અને સુકચ્છ અને મહાકચ્છ વિજયોને વિભક્ત કરતી એ ૨૮ હજાર નદીઓથી પરિપૂર્ણ થઈને દક્ષિણ ભાગથી સીતા મહાનદીમાં પ્રવિષ્ટ થઈ ગઈ છે. એ ગાહાવતી મહાનદી પ્રવાહ માં-તેમજ સીતા નદીમાં જ્યાંથી પ્રવેશ કરે છે તે સ્થાનમાં-સર્વત્ર સમાન છે. આનો વિખંભ ૧૨૫.યોજન જેટલો છે અને ઉદ્વધ રા યોજન જેટલો છે. મહાવિદેહ ક્ષેત્રમાં મેર ભદ્રશાલવિજય વક્ષસ્કાર મુખવન સિવાય બધે જ અન્તર્નાદીયો કહેલી છે. તે નદીયો પૂર્વપશ્ચિમમાં વિસ્તારવાળી છે. અને તે સમાન વિસ્તારવાળી છે.
હે ભદંત ! મહાવિદેહ ક્ષેત્રમાં મહાકચ્છ નામક વિજય કયા સ્થળે આવેલ છે. હે ગૌતમ ! નીલવન્ત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં પાકૂટ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં તેમજ ગ્રાહાવતી મહાનદીની પૂર્વ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર મહા કચ્છ નામે વિજય આવેલ છે. ત્યાં અરિ નામની રાજધાની છે. મહા કચ્છનામક ચક્રવર્તી રાજા તેનો શાસન કર્યા છે. એ મહાહિમવંત. ભવ સંબંધી સુખોનો ભોક્તા છે, પણ તેણે પોતાના જીવનમાં સકલ સંયમ ધારણ કર્યું નથી નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં મહાકચ્છ વિજયની પૂર્વ દિશામાં તેમજ કચ્છાવતીની પશ્ચિમદિશામાં મહાવિદેહની અંદર પદ્રકૂટ નામક વક્ષસ્કાર પર્વત આવેલ છે. એ પદ્મકૂટ નામક વક્ષસ્કારપર્વત ઉત્તરથી દક્ષિણ સુધી લાંબો છે તેમજ પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. પાકૂટની ઉપર ચાર ફૂટો કહે વામાં આવેલ છે. સિદ્ધાયતન કૂટ, પાકૂટ, મહાકચ્છ ફૂટ અને કચ્છાવતી કુટ
હે ભદન્ત ! મહા વિદેહ ક્ષેત્રમાં કચ્છકાવતી નામક વિજય ક્યાં સ્થળે આવેલ છે? હે ગૌતમ ! નીલવન્તની દક્ષિણ દિશામાં, સીતા મહાનદીની ઉત્તર દિશામાં, દાવતી મહાનદીની પશ્ચિમ દિશામાં તેમજ પદ્મકૂટની પૂર્વ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર કચ્છકાવતી નામક વિજય આવેલ છે. દિશા તરફ દીર્ઘ એટલે કે લાંબો છે, અને પૂર્વ અને પશ્ચિમ તરફ વિસ્તીર્ણ છે. શેષ બધું કથન કચ્છવિજયના વર્ણન મુજબ જાણી લેવું જોઈએ. યાવતુ કચ્છકાવતી નામક દેવ અહીં રહે છે. હે ભદન્ત મહાવિદેહ ક્ષેત્રમાં દ્રહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org