Book Title: Agam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 294
________________ અધ્યયન-૩ ૨૦૧ તાપવડે જાણે અગારાથી પક્ત થયેલ હોય અને કંદુ નામના ભાજનવશેષવડે પક્વ થયેલ હોય એવા પોતાના શરીરને કરતા વિચરે છે. તેમાં જે તે દિશાપ્રોક્ષિત તાપસો છે, તેમની પાસે દિશાપ્રોક્ષિતપણે દીક્ષા લઉં, તે દીક્ષાને પામીને હું આ આવા પ્રકારના અભિગ્રહને ગ્રહણ કરીશ- મારે જાવ જીત પર્યંત આંતરા રહિત છઠ્ઠ છવડે દિશાચક્ર વાલ નામનું તપકર્મ કરી બે હાથને ઉંચા રાખી રાખીને સૂર્યની સન્મુખ મુખ રાખીને આતાપના લેવાની ભૂમિમાં આતાપતા લેવા પૂર્વક વિચરવું-રહેવું કલ્પે. આ પ્રમાણે તેણે વિચાર કર્યો. વિચાર કરીને કાલે યાવત્ સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે ધણા લોઢાના કડાહ વિગેરે ઉપગરણ યાવત્ ગ્રહણ કરી દિશા પ્રોક્ષિત તાપસપણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. પ્રવ્રજ્યાને પામીને આ આવા પ્રકારના અભિ ગ્રહને યાવત્ ગ્રહણ કરીને પ્રથમ છટ્ઠતપને અંગીકાર કરી વિચરવા લાગ્યો. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણ ઋષિ પહેલા છટ્ઠ ઉપવાસને પારણે આતાપનાની ભૂમિથી ઉતર્યો, ઉતરીને વલ્કલના વસ્ત્ર પહેરી જ્યાં પોતાની ઝૂંપડી હતી ત્યાં આવ્યો. આવીને તેણે વાંસની કાવડ ગ્રહણ કરી. ગ્રહણ કરીને પૂર્વ દિશાનું પ્રોક્ષણ કર્યું. “તે પૂર્વ દિશામાં સોમ નામનો મહારાજા છે. તે પ્રસ્થાનને માર્ગે ચાલેલા સોમિલ બ્રાહ્મણ ઋષિનું રક્ષણ કરો.’ એમ તેણે વારંવાર પ્રાર્થના કરી. તથા ત્યાં પૂર્વ દિશામાં જે કંદ, મૂળ, છાલ, પર્ણ, બીજ અને હરતતૃણ હોય તે લેવાની આજ્ઞા આપો. ' એમ કહીને તે પૂર્વ દિશામાં ચાલ્યો. ત્યાં જે કંદ વિગેરે યાવત્ હરિતતૃણ હતાં તે ગ્રહણ કર્યાં. તેનાવડે તે વાંસની કાવડ ભરી. ભરીને ડાભ, કુશ, પત્રાભોડ, સમિધ અને કાષ્ઠ ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને જ્યાં પોતાની ઝુંપડી હતી ત્યાં આવ્યો. આવીને વાંસની કાવડ સ્થાપન કરી સ્થાપન કરીને વેદિકા બનાવી. બનાવીને તેને છાણવડે લીંપી ઉપર સંભાર્જન કર્યુ. કરીને હાથમાં દર્ભ અને કળશીયો લીધા અને જ્યાં ગંગા મહાનદી હતી ત્યાં ગયો. જઈને ગંગા મહાનદીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જલમજ્જન કર્યું, કરીને જલક્રીડા કરી, કરીને જલાભિષેક કર્યો. કરીને આચમન કર્યું, ચોખ્ખો થયો, અત્યંત પવિત્ર થયો. પછી દેવ અને પિતૃનું કાર્ય કર્યું. પછી દર્ભ અને કળશીયો હાથમાં રાખી ગંગા મહાનદીથી બહાર નીકળ્યો. બહાર નીકળીને જ્યાં પોતાની ઝુંપડી હતી ત્યાં પાછો આવ્યો. આવીને દર્ભ, કુશ અને માટીવડે વેદિકા કરી, કરીને સ૨ક કર્યું, કરીને અરણી કરી, કરીને સરકવડે અરણીનું મથન કર્યુ, મથન કરીને અગ્નિ પાડ્યો. પાડીને અગ્નિને પ્રદીપ્ત કર્યો, પ્રદીપ્ત કરીને તેમાં સમિધનાં લાકડાં નાંખ્યાં, નાંખીને અગ્નને દેદીપ્યમાન કર્યો, દેદીપ્યમાન કરીને-“અગ્નિની જમણી બાજુએ સાત અંગને સ્થાપન કરી. ” તે સાત અંગ આ પ્રમાણે [૬]સકથ૧,વલ્કલ૨,સ્થાન,શય્યાભાંડ ૪,કમંડલ પ,દંડદારુ,અનેઆત્મા ૭. [9]પછી મધ, ઘી અન ચોખાવડે અગ્નિમાં હોમ કર્યો અને ચરુ સાધ્યો. સાધીને તે બલિવડે વૈશ્વદેવ કર્યો. કરીને અતિથિની ભાજનાદિકવડે પૂજા કરી. કરીને ત્યારપછી પોતે આહાર કર્યો. ત્યારપછી તે સોમિલ મહાઋષિ બીજા છટ્ઠ ઉપવાસને પારણે તે જ સર્વ ઉપર પ્રમાણે કહેવું યાવત્ આહારને કરે. વિશેષમાં આ પ્રમાણે ફેરફાર જાણવો. -દક્ષિણ દિશામાં યમ નામે મહારાજા છે તે પરલોક સાધવાના માર્ગમાં ચાલેલા સોમિલ મહર્ષિનું રક્ષણ કરો. એમ કહીને ત્યાં જે કંદ વિગેરે હોય તે લેવાની અનુજ્ઞા આપો એમ કહીને તે દક્ષિણ દિશામાં ચાલ્યો. એ જ પ્રમાણે પશ્ચિમ દિશામાં વરુણ નામે મહારાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316