________________
અધ્યયન
૨૮૧ રહિત વચ્ચે વચ્ચે નિવાસ કરતો કરતો અંગદેશની મધ્યે થઈને જ્યાં વિદેહ દેશ હતો અને જ્યાં વૈશાલી નગરી હતી ત્યાં જવાને નીકળ્યો-ગયો.
ત્યાર પછી તે ચેટકરાજાએ આ કથાનો અર્થ પ્રાપ્ત કર્યો ત્યારે નવ મલ્લકી જાતિના. અને નવ લેચ્છ કી જાતિના કાશીદેશ અને કોશલદેશના અઢારે ગણરાજાઓને બોલા વ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું " નિશે હે દેવાનુપ્રિયો ! વિહલ્લકુમાર કૃષિકરાજાને જણાવ્યા વિના સેચનક ગંધહસ્તીને અને અઢાર સરના હારને લઈને અહીં શીધ્ર આવ્યો છે. ત્યારપછી કૂણિકરાજાએ સેચનક ગંધહસ્તી અને અઢાર સરના હારને માટે મારી પાસે ત્રણ દૂતો મોકલ્યા. તેઓને મેં આ કારણે એટલે તુલ્ય નાત્રકના સંબંધને કારણે નિષેધ કર્યો છે. તેથી તે કણિકરાજા મારા આ અર્થને અંગીકાર નહીં કરીને ચતુરંગી સેનાની સાથે પરિવય સતો યુદ્ધ કરવા સજ્જ થઈ અહીં શીધ્રપણે આવે છે. તો શું દેવાનુપ્રિયો ! સેચનક ગંધહસ્તી અને અઢાર સરનો હાર આપણે કૂણિકરાજાને પાછો આપશું? અને વિહલ કુમારને મોકલશું? કે તેની સાથે યુદ્ધ કરશું?”
ત્યારપછી નવ મલ્લકી જાતિના અને નવ લેચ્છકી જાતિના કાશીદેશના અને કોશલ દેશના અઢાર ગણરાજાઓએ ચેટકરાજાને આ પ્રમાણે કહ્યું કે-“હે સ્વામી ! આ વાત યુક્ત નથી, પ્રતીતિવાળી નથી અને રાજાને દેશ પણ નથી કે સેચનક ગંધહસ્તી અને અઢાર સરનો હાર કૂણિકરાજાને મોકલવો, અને શરણે આવેલા વિહલ્લકુમારને મોકલવો. તો જો કૂણિકરાજા ચતુરંગી સેના સાથે પરિ વ સતો યુદ્ધ કરવા સજ્જ થઈ અહીં શીધ્રપણે આવે છે તો અમે કૂણિકરાજાની સાથે યુદ્ધ કરશું. ત્યારપછી તે ચેટક રાજાએ તે નવ મલ્લકી જાતિના અને નવ લેચ્છકી જાતિના કાશી અને કોશલ દેશના અઢારે ગણરાજાઓને આ પ્રમાણે કહ્યું “ જો હે દેવાનુપ્રિયો ! તમે કૂણિકરાજાની સાથે યુદ્ધ કરવાના હો તો હે દેવાનુપ્રિયો ! તમે તમારા પોતપોતાના રાજ્યમાં જાઓ, અને સ્નાન વિગેરે કરી કાલાદિક કુમારો જેમ કૂણિકરાજા પાસે ગયા તેમ તમે મારી પાસે તૈયાર થઈને આવો.” ત્યારે તેઓએ પણ તે જ પ્રમાણે આવી યાવત્ ચેટકરાજાને જય અને વિજયવડે વધાવ્યા.
ત્યારપછી તે ચેટકરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું-અભિષેક કરેલા હાથીને તૈયાર કરીને લાવો વિગેરે સર્વ કૃણિકની જેમ કહેવું. યાવત્ તે હાથીપર ચડ્યા. ત્યારપછી તે ચેટકરાજા ત્રણ હજાર હાથી સહિત કૂણિકની જેમ યાવતુ વૈશાલીનગરીના મધ્ય ભાગે થઈને નીકળ્યાઃ નીકળીને જ્યાં તે નવ મલ્લકી જાતિ ના અને નવ લેચ્છકી જાતિના કાશી અને કોશલ દેશ ના અઢારે ગણરાજાઓ હતા ત્યાં આવ્યા. ત્યારપછી તે ચેટકરાજા સત્તાવન હજાર હાથી, સત્તાવન હજાર ઘોડા, સત્તાવન હજાર રથ અને સત્તાવન કોટિ મનુષ્યની સાથે પરિવર્યા સતા સર્વ સમૃદ્ધવડે યાવતુ વાજિત્રના શબ્દવડે શુભ એવા નિવાસસ્થાન અને ભોજન કરતા કરતા ઘણા લાંબા પ્રયાણ વિના આંતરે આંતરે નિવાસ કરતા કરતા વિદેહ દેશના મધ્ય ભાગે થઈને જ્યાં દેશનો છેડોહતો ત્યાંઆવ્યા.આવીને સ્કંધાવાર સ્થાપન કર્યો. કરીને કૃણિ કરાજાની રાહ જોતા યુદ્ધમાં સજ્જ થઈને રહ્યા.
ત્યારપછી તે કૂણિકરાજા સર્વ સમૃદ્ધિ સહિત યાવતું વાજિત્રના શબ્દ સહિત જ્યાં તેના દેશનો છેડો હતો ત્યાં આવ્યો. આવીને ચેટકરાજાથી એક યોજન દૂર સ્કંધાવારનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org