Book Title: Agam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 270
________________ વખારો-૭ ૨૬૭ હા, ગૌતમ! એવું જ છે. હે ભદન્ત! આપ એવું શા કારણે કહો છો કે આ જંબૂઢીપ નામનો દ્વીપ છે? હે ગૌતમ ! આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં તે તે દેશમાં તે તે પ્રદેશમાં અનેક જબૂવૃક્ષ આ નામના વનસ્પતિ વિશેષ, અનેક જબૂવૃક્ષોની પાસે પાસે રહેલા સમૂહરૂપ વન તથા વિજાતીય વૃક્ષસમૂહથી સંમિલિત જબૂવૃક્ષોના છે, આ રીતે જબૂવૃક્ષોની અધિકતાવળો હોવાના કારણે આ દ્વીપનું નામ જંબૂદ્વીપ એ પ્રમાણે કહેવામાં આવ્યું છે અથવા સુદર્શના નામના જબૂવૃક્ષ ઉપર અનાઢય નામનો મહર્દિક યાવતુ એક પલ્યોપમની સ્થિતિવાળો દેવ રહે છે આ કારણે આ અનાઢય દેવના આશ્રયભૂત હોવાથી હે ગૌતમ ! આ દ્વીપનું નામ જમ્બુદ્વીપ એવું પડ્યું અથવા હે ગૌતમ! જેબૂદ્વીપનું “જબૂદીપ એવું નામ શાશ્વત છે, પહેલાં પણ એનું નામ આ જ હતું, આજે પણ તેનું એક નામ છે અને ભવિષ્યમાં આજ નામ રહેશે, કારણ કે આ દ્વીપ ધ્રુવ છે, નિયત અવસ્થિત છે, અવ્યય છે તેમજ નિત્ય છે. [૩૬પ આ જેબૂદીપ શાશ્વત અને અશાશ્વત ધર્મોપેત હોવાથી સત્પદાર્થરૂપ છે જ્ઞાનીજન સત્પદાર્થનો અપલાપ કરતાં નથી કારણ કે યથાવસ્થિત પદાર્થના સ્વરૂપના નિરૂપક હોય છે. આથી શ્રમણપરિત્યક્ત બાહ્ય આભ્યત્તર પરિગ્રહવાળા-સકળ પદાથ વબોધક કેવળજ્ઞાન સહિત ભગવાન મહાવીરે સંસારમાં પરિભ્રમણના કારણભૂત રાગદ્વેષાદિ વિભાવ ભાવોનો નાશ કરવાના સાધનભૂત હોવાથી સાર્થક નામવાળી મિથિલાનગરીમાં જ્યાં મણિભદ્ર નામનું વ્યન્તરાયતન હતું ત્યાં અનેક શ્રમણનોની, અનેક શ્રમણિઓની, અનેક શ્રાવકોની અનેક શ્રાવિકાઓની અનેક દેવોની તથા અનેક દેવિઓની વચમાં બેસીને સામાન્ય રૂપથી પ્રતિપાદન કર્યું છે, વિશેષ રૂપથી પ્રતિપાદન કર્યું છે, ભિન્ન ભિન્ન સ્વરૂપે સારી પેઠે સમજાવ્યું છે અને હેતુ દ્રષ્ટાંત આદિ દ્વારા પોતાના કથનનું સમર્થન કર્યું છે. (જબૂસ્વામીને ઉદ્દેશીને કરેલું સુધર્મસ્વામીનું સંબોધન વાક્ય છે કે, આ જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ નામનું શાસ્ત્ર છે. આ પ્રકૃતિ જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ નામના સ્વતંત્ર અધ્યયનમાં, શસ્ત્રપરિજ્ઞાદિની જેમ શ્રુતસ્કન્ધ આદિના અન્ત ગત અધ્યયનમાં નહીં અર્થને-પ્રતિપાદ્યવિષયને-હેતુને હેતુનિમિત્તને, પ્રશ્નને, વ્યાકરણને પદાર્થપ્રતિ પાદનને, વારંવાર વિસ્મરણશીલ શ્રોતાના અનુગ્રહ માટે પુનઃ પુનઃ પ્રકાશન દ્વારા અથવા પ્રતિવસ્તુના નામાર્થ પ્રકાશન દ્વારા બતાવ્યું છે, કહેવામાં આવ્યું છે, | વક્ષસ્કારો-૭ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ૧૮ જંબુદ્વીપપન્નત્તિ-ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૧૮ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316