Book Title: Agam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 269
________________ ૨૬૬ જંબીવપન્નત્તિ- ૭૩૬૪ ગણાં અધિત છે. હે ભદન્ત ! આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં સૌથી ઓછા અને સૌથી અધિક સવગ્રરૂપથી કેટલાં તીર્થકર હોય છે ? હે ગૌતમ ! જઘન્ય પદમાં ચાર તીર્થંકર હોય છે તથા ઉત્કૃષ્ટ પદમાં ૩૪ તીર્થંકર હોય છે. હે ભદન્ત! આ જંબૂદીપ નામના દ્વીપમાં જઘન્ય રૂપથી કેટલા ચક્રવર્તી રહે છે અને ઉત્કૃષ્ટ રૂપથી કેટલાં ચક્રવર્તી રહે છે? હે ગૌતમ ! ઓછામાં ઓછા ચાર રહે છે ઉત્કૃષ્ટ પદમાં ૩૦ ચક્રવર્તી રહેવાનું કહેવામાં આવ્યું છે જેટલાં ચક્રવર્તી હોય છે તેટલાં જ બળદેવ હોય છે અર્થાતુ જઘન્યપદમાં ચાર બળદેવ હોય છે અને ઉત્કૃષ્ટ પદમાં ૩૦ બળદેવ હોય છે.વાસુદેવ પણ આ પ્રકારે જહોય છે, કારણ કે આ વાસુદેવ બળદેવના સહચારી હોય છે. હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામના દ્વીપમાં નિધાન કેટલાં કહેવામાં આવ્યા છે ? જમ્બુદ્વીપ નામના દ્વીપમાં કુલ નિધાનોની સંખ્યા ૩૦૬ હોય છે, કેમકે નિધાન નવ હોય છે તેને ૩૪ થી ગુણીએ તો ૩૦૬ થઈ જાય છે. હે ગૌતમ ! આ નિધાનોમાંથી ઓછામાં ઓછા ૩૬ નિધાન અને વધુમાં વધુ ૨૭૦ નિધાન ચક્રવર્તી આદિકના કામમાં આવે છે સમસ્ત પંચેન્દ્રિય રત્ન ૨૧૦ કહેવામાં આવ્યા છે કારણ કે ઉત્કૃષ્ટ પદભાવી ૩૦ ચક્રવર્તીઓમાંથી પ્રત્યેક ચક્રવર્તીના ૭-૭ પંચેન્દ્રિય સેનાપતિ આદિ રત્ન હોય છે જઘન્ય પદમાં ૨૮ પંચેન્દ્રિય રત્ન પ્રયોજન ઉત્પન્ન થયેથી કામમાં લાવવામાં આવે છે કારણ કે જઘન્ય પદમાં એક સમયમાં ચાર જ ચક્રવર્તીઓનો સદૂભાવ છે. હે ગૌતમ! સર્વ-સંખ્યા થી ચક્રવર્તીઓના એકેન્દ્રિય રત્ન ૨૧૦ કહેવામાં આવ્યા છે, જઘન્ય પદમાં વર્તમાન ચક્રવર્તીઓ દ્વારા ૨૮ એકેન્દ્રિય રત્ન પ્રયોજન ઉપસ્થિત થવાથી કામમાં લાવવામાં આવે છે. હે ગૌતમ ! જમ્બુદ્વીપ નામનો જે આ દ્વીપ છે તેના આયામ તથા વિષ્કન્મ એક લાખ યોજનનું છે એનો પરિક્ષેપ ૩ ત્રણ લાખ ૧૬ હજાર બસો ૨૭ યોજન ૩ કોશ ૨૮૦૦ ધનુષ ૧૩ આંગળથી કંઈ વિશેષાધિક છે એનો ઉદ્ધધ-જમીનની અંદર રહેવું તે-એક હજાર યોજનાનું છે- એથી ઊંચાઇ કંઈક અધિક ૯૯ હજાર યોજનની છે. આ રીતે એનું સર્વાગ્રપ્રમાણ એક લાખ યોજનથી કંઈક અધિક છે, હે ગૌતમ ! જમ્બુદ્વીપ કથંચિત શાશ્વત છેઅને કથંચિત્ અશાશ્વત છે. જમ્બુદ્વીપને જે શાશ્વત કહેવામા આવ્યો છે તે દ્રવ્યાર્થિ- કનયની અપેક્ષા લઈને કહેવામાં આવ્યો છે જમ્બુદ્વીપ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ પયયોની અપેક્ષા અશાશ્વત છે. કારણ કે દ્રવ્યાશ્રિત રૂપાદિ પર્યાયિોમાં પ્રતિક્ષણે પરિણમન થતું જ રહે છે, આ જમ્બુદ્વીપ પૂર્વકાળમાં ક્યારે પણ હતો નહીં એવી કોઈ વાત. નથી પરતું તે પૂર્વકાળે પણ હયાત હતો. તે આ સમયે ઉપલબ્ધ થાય છે સર્વદા જ આ એવો જ રહેશે. આથી તે ધ્રુવ નિયત શાશ્વત અવ્યય છ અવસ્થિત નિત્ય વિશેષણવાળો. છે હે ગૌતમ ! આ જમ્બુદ્વીપ પૃથ્વિના પરિણામરૂપ પણ છે. પાણીના પરિણામરૂપ પણ છે. જીવપરિણામરૂપ પણ છે. પુદ્ગલના પરિણામરૂપ પણ છે. હે ભદન્ત ! આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં સમસ્ત પ્રાણ-બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિદ્ધિ જીવ, સમસ્ત જીવ-પંચેન્દ્રિયજીવ, સમસ્ત ભૂત-વૃક્ષ, અને સમસ્ત સત્ત્વપૃથ્વિ, પાણી, અગ્નિ અને વાયુકાયિક આ બધાં પૃથ્વિકાયિક રૂપથી, અષ્કાયિક રૂપથી તેજસ્કા વિકરૂપથી વાયુકાયકરૂપથી અને વનસ્પતિકાયિકરૂપથી પૂર્વે ઉત્પન્ન થઈ ચૂક્યાં છે શું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316