________________
વખારો-૪
૨૦૧ ઉત્તર દિશ્વર્તી સીતા મુખ વનની પશ્ચિમ દિશામાં એકશૈલ નામક વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર પુષ્કલાવત નામક વિજય આવેલ છે. એ ઉત્તરથી દક્ષિણ સુધી આયત-દીર્ઘ છે તેમજ પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તૃત છે.
[૧૭૪-૧૭૭] હે ભદત ! મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં આવેલ સીતામુખ વન નામે વન કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં, સીતા નદીની ઉત્તર દિશામાં, પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં તેમજ પુષ્કલાવતી નામક ચક્રવર્તી વિજયની પૂર્વ દિશાનાં, સીતા મુખવન નામે વન આવેલું છે. એ વન ઉત્તરથી દક્ષિણ દિશા સુધી દીર્ઘ છે અને પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. એનો આયામ ૧૪પ૯૨-૨/૧૯ યોજન જેટલો છે. સીતા નદીની નદીની પાસે એનો વિખંભ ૨૯૨૨ યોજન જેટલો છે. પછી એ ક્રમશઃ ઘટતો અને નીલવન્ત વર્ષધર પર્વતની પાસે એનો વિખંભ ૧/૧૯ ભાગ પ્રમાણ રહી ગયો છે. આ સીતા મહાનદીનું ઉત્તર મુખવન એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી સંપરિક્ષિપ્ત છે-હવે સૂત્રકાર દરેકે દરેક વિજયમાં જે-જે રાજધાની છે, તેનું નામ નિર્દેશ કરતા કહે છે - ક્ષેમા ૧, ક્ષેમપુરા ૨, અરિષ્ઠા-૩, અરિષ્ઠપુરા-૪, ખડી ૫, મંજૂષા-૬, ઔષધી ૭ અને પુંડરી કિણી ૮. એ આઠ રાજધાનીઓ કચ્છાદિ વિજયમાં યથાક્રમે છે. એ ૮ રાજધાની ઓ શીતા મહાનદીની ઉત્તર દિશામાં આવેલા વિજયોના દક્ષિણાદ્ધ મધ્યમાં ખંડમાં છે. એ પૂર્વોક્ત કચ્છાદિ વિજયોમાં પ્રતિ વૈતાઢ્ય પર્વતની ઉપર બે શ્રેણીઓના સદુભાવથી તેમજ એટલી જ આભિયોગ્ય શ્રેણીઓના સદૂભાવથી સોળ વિદ્યાધર શ્રેણીઓ અને સોળ આભિયોગ શ્રેણીઓ ઈશાનેન્દ્રની છે. સર્વે વિજયોની વક્તવ્યતા કચ્છવિજય સમાન જાણવી. તેમજ તે વિજયોના જેવાં નામો છે, તે નામ અનુસાર જ ત્યાં ચક્રવર્તી રાજાઓના નામો છે.
તેમજ કુલ ૧૬ વક્ષસ્કાર પર્વતો થાય છે. તે સર્વ વક્ષસ્કાર પર્વત વિષેની વક્તવ્યતા ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની વક્તવ્યતા જેવી છે દરેક વક્ષસ્કાર પર્વત ઉપર ચાર-ચાર કૂટો પ્રકટ કરવામાં આવેલા છે. તેમજ ૧૨ અંતર નદીઓની વક્તવ્યતા ગ્રાહા વતી નદીના બન્ને પાર્શ્વભાગોમાં બે પદ્મવરવેદિકા અને બે વનખંડો સુધી વક્તવ્યતા જેવી છે હે ભદત ! એક લાખ યોજન વિસ્તારવાળા જંબૂઢીપ નામક આ દ્વીપના મહા વિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીના દક્ષિણ ભાગ સીતામુખવન નામે વન ક્યા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! જેવું કથન સીતા મહાનદીના ઉત્તર દિશ્વર્તી સીતા મુખવન નામક વન વિષે સ્પષ્ટ કરવામાં આવેલ છે, તેવું જ કથન આ દક્ષિણ દિશ્વર્તી સીતા મુખવન નામક વનવિષે પણ જાણી લેવું જોઈએ. પણ ઉત્તરદિશ્વર્તી સીતા મુખવનની અપેક્ષાએ જે આ વનના કથનમાં વિશેષતા છે તે આ પ્રમાણે છે કે આ દક્ષિણ દિશ્વર્તી સીતા મુખવન નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં સીતા મહાનદીની દક્ષિણદિશામાં, પૂર્વ દિશ્વત લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને વિદેહના દ્વિતીય ભાગમાં આવેલ વત્સ નામક પ્રથમ વિજયની પૂર્વ દિશા તરફ જંબૂઢીપવિદેહમાં છે. આ વન ઉત્તરથી દક્ષિણ સુધી દીર્ઘ છે, વગેરે
હે ભદત ! જંબૂઢીપમાં, મહાવિદેહ ક્ષેત્રમાં વત્સ નામક વિજય ક્યા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! નિષેધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, સીતા મહાનદીની દક્ષિણ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org