________________
૨૩૬
જંબુદ્ધીવપન્નત્તિ – ૬/૨૪૯
જઈને મળે છે. આ પ્રમાણે જંબૂદ્વીપ નામક દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ૧૦ લાખ ૬૪ હજાર અવાન્તર નદીઓ છે. આ પ્રમાણે તીર્થંકરોએ કહ્યું છે. હે ગૌતમ ! ૧ લાખ ૯૬ હજાર પૂર્વ-પશ્ચિમદિશાઓ તરફ વહેતી નદીઓ લવણસમુદ્રમાં મળે છે. એ નદીઓ સુમેરુ પર્વતની દક્ષિણદિશા તરફ આવેલી છે. હે ગૌતમ ! એક લાખ ૯૬ હજાર અવાન્તર નદીઓ પૂર્વ પશ્ચિમ તરફ વહેતી લવણસમુદ્રમાં મળે છે. એ બધી નદીઓ સુમેરુ પર્વતની ઉત્તરદિશામાં આવેલી છે. હે ગૌતમ ! સાત લાખ ૨૮ હજાર નદીઓ પૂર્વદિશા તરફ વહેતી લવણસમુદ્રમાં મળે છે હે ગૌતમ ! ૭ લાખ ૨૮ હજાર નદીઓ પશ્ચિમ તરફ પ્રવાહિત થતી લવણસમુદ્રમાં પ્રવિષ્ટ થાય છે. આ પ્રમાણે જંબૂદ્વીપમાં ૧૪ લાખ ૫૬ હજાર નદીઓ છે. એવું કથન તીર્થંકરોનું છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે પૂર્વ સમુદ્રગામિની તેમજ પશ્ચિમ સમુદ્રગામિની નદીઓની સંખ્યા જંબૂદ્વીપમાં ૧૪ લાખ ૫૬ હજાર છે. જંબુદ્વીપનો વ્યાસ એક લાખ ૫૬ હજાર જેટલો છે.
વક્ષસ્કાર – ૬ –ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ
વક્ષસ્કાર-૭
[૨૫૦-૨૫૬] હે ભદંત ! આ જંબુદ્રીપ નામક મધ્ય દ્વીપમાં કેટલા ચંદ્રો પહેલાં ભૂતકાળમાં ઉદ્યોત આપનારા થયા છે ! વર્તમાનકાળમાં કેટલા ચન્દ્રમાઓ ઉદ્યોત આપે છે ? અને ભવિષ્યત્ કાલમાં કેટલા ચન્દ્રો ઉદ્યોત આપશે ? કેટલા સૂર્યો ભૂતકાળમાં આતપપ્રદાન કરનારા થયા છે ? વર્તમાનકાળમાં કેટલા સૂર્યો આતપપ્રદાન કરે છે ? અને ભવિષ્યકાળમાં કેટલા સૂર્યો આતપપ્રદાન કરશે ? વગે૨ે હે ગૌતમ ! જંબુદ્રીપ નામક આ મધ્ય દ્વીપમાં પૂર્વકાળમાં બે ચન્દ્રમાઓએ પ્રકાશ આપેલો છે. આપી રહ્યા છે. અને આપશે, બે સૂર્યોએ તાપ પ્રદાન કર્યું છે. કરે છે અને ક૨શે. ૫૬ નક્ષત્રોએ અહીં પૂર્વકાળ માં યોગ પ્રાપ્ત કરેલ છે, પ્રાપ્ત કરે છે અને પ્રાપ્ત કરશે. આ પ્રમાણે ૧૭૬ મહાગ્રહોએ અહીં પૂર્વકાળમાં ગતિ કરી છે, ગતિ કરે છે. અને કરતા રહેશે. ૧૩૩૯૫૦ તારાગણોની કોટાકોટીએ પૂર્વકાળમાં અહીં શોભા કરી છે, શોભિત થઈ રહ્યા છે અને શોભિત થશે.
હે ભદંત ! સૂર્યમંડળો કેટલા કહેવામાં આવેલા છે ? હે ગૌતમ ! ૧૮૪ સૂર્યમંડળ કહેવામાં આવેલા છે. હે ભદંત ! જંબુદ્વીપ નામક દ્વીપમાં કેટલા ક્ષેત્રને અવ ગાહિત કરીને કેટલા સૂર્યમંડળો કહેવામાં આવેલા છે ? હે ગૌતમ ! જંબુદ્રીપ નામક દ્વીપમાં ૧૮૦ યોજન ક્ષેત્રને અવગાહિત કરીને આગત ક્ષેત્રમાં ૬૫ સૂર્યમંડળો કહેવામાં આવેલા છે. લવણસમુદ્રમાં ૩૩૦૪૮ /૬૧ યોજન પ્રમાણ ક્ષેત્રને અવગાહિત કરીને આવેલ સ્થાનમાં ૧૧૯ સૂર્યમંડળો આવેલા છે. આ પ્રમાણે જંબૂદ્રીપગત સૂર્યમંડળ ૬૫ અને લવણસમુદ્ર ગત ૧૧૯ મંડળો જોડવાથી ૧૮૪ સૂર્યમંડળો થઈ જાય છે. હે ગૌતમ ! ૫૧૦ યોજનના અંતરથી સર્વ બાહ્ય સૂર્યમંડળ કહેવામાં આવેલું છે. હે ગૌતમ ! એક સૂર્યમંડળથી બીજા સૂર્યમંઢળનું અંતર અવ્યવધાનની અપેક્ષાએ બે યોજન જેટલું કહેવામાં આવેલું છે. હે ગૌતમ ! એક યોજનના ૬૧ ભાગ કરવાથી તેમાંથી ૪૮ ભાગ પ્રમાણ એક સૂર્યમંડળના આયામ-વિખંભો છે. તથા ૪૮ ને ત્રણ ગણા કરવાથી ૧૪૪ ભાગ યોજન પ્રમાણ વધે છે. એમાં ૨ યોજન અને ૨૨ ભાગ શેષ રહે છે. તો આ પ્રમાણે કંઈક વધારે ૨ -૨૨ /૧ યોજન જેટલો પરિક્ષેપ કહેવામાં આવેલ છે. તેમજ આની ઉચ્ચતા એક યોજનના ૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org