________________
વારો-૩
૧૬૫
મંગલ-દ્રવ્યો ના નામો સ્વસ્તિક, શ્રીવત્સ નન્દિ કાવર્ત્ત વર્ધમાનક, ભદ્રાસન, મત્સ્ય કળશ અને દર્પણ ત્યારબાદ પૂર્ણ કળશ જળ સંપૂરિત કળશ ભુંગાર ઝારી તેમજ દિવ્ય પ્રધાન છત્રયુત પતાકાઓ યાવત્ પ્રસ્થિત થઇ. ત્યાર બાદ વૈર્યમણિ નિર્મિત વિમલ દંડયુક્ત છત્ર પ્રસ્થિત થયું. ત્યાર બાદ સાત એકેન્દ્રિ યરત્ન-એ સર્વરત્નો યથાનુપૂર્વી ચાલ્યાં ત્યારબાદ પાતાળ માર્ગથી થઇને નવ મહાનિધિઓ પ્રસ્થિત થયા. ત્યારબાદ સોળ હજાર, દેવો યથાનુપૂર્વી ચાલ્યા. ત્યાર બાદ ૩૨ હજાર મુકુટબદ્ધ રાજાઓ ચાલ્યાં ત્યારબાદ સેના પતિ રત્ન પ્રસ્થિત થયું. ત્યારબાદ ગાથાપતિરત્ન એનાં પછી વીંક રત્ન, એના પછી પુરોહિતરત્ન એ ત્રણ રત્નો ચાલ્યા. એ પુરોહિતરત્ન શાંતિ કર્મકારક હોય છે. સંગ્રામ માં પ્રહાર આદિથી પીડિત થયેલા સૈનિકોની મણિરત્નના જળના છાંટા થી એ રત્ન વેદનાને શાન્તિ કરે છે. હસ્તિરત્ન અને અશ્વરત્ન, સેનાની સાથે જ ચાલ્યાં. એથી એમના ગમનનું કથન અત્રે કરવામાં આવ્યું નથી. ત્યાર બાદ સ્ત્રી રત્ન ચાલ્યું.
ત્યાર બાદ ૩૨ હજાર ઋતુકલ્યાણકારિણિઓ-રાજકુલોત્પન્ન કન્યાઓ ચાલી. જેમનો સ્પર્શ તુ વિપરીત-શીતકાળમાં ઉષ્ણ સ્પર્શરૂપ અને ઉષ્ણકાળમાં શીતસ્પર્શરૂપ થઇ જાય છે-ચાલી. એ સર્વકન્યાઓમાં એ ગુણજન્માન્તરોપચિતપ્રકૃષ્ટ પુણ્ય પ્રકૃતિના મહિ માંથી જેમ રાજકુળમાં ઉત્પત્તિ થઈ છે તેમજ ઉત્પન્ન થઈ જાય છે, ત્યાર બાદ ૩૨ હજાર જનપદ કલ્યાણ કારિણીઓ ચાલી. ત્યાર બાદ ૩૨-૩૨ પાત્રોથી આબદ્ધ ૩૨ હજાર નાટકો ચાલ્યા. એ ૩૨ હજાર રાજાઓ વડે પોતાની કન્યાઓના પાણિગ્રહણમહોત્સવમાં કરમોચનના સમયમાં ચક્રવર્તીને એક-એક નાટક આપવામાં આવે છે. એ નાટકો પછી ૩૬૦ સૂપકારો પાચકજનો-પ્રસ્થિત થયા. ત્યાર બાદ ૧૮ શ્રેણિ-પ્રશ્રેણિજનો પ્રસ્થિત થયા. ૧૮ પ્રશ્ને ણિઓ આ પ્રમાણે કુંભકાર-, પટેલ- સુવર્ણ કાર- સૂપકાર ગંધર્વ, નાપિત માળી કચ્છકર તાંબૂલિક ચર્મકાર યન્ત્ર પીલક તેલી ગ્રન્થિક Éિપક કંશકર સીવક-દજી ગોપાલ ભરવાડ ભિલ્લ ધીવર એ ૯ પ્રકારના નારુકો કહેવામાં આવ્યા છે. ત્યારબાદ ૮૪ લાખ ઘોડાઓ પ્રસ્થિત થયા. ત્યારબાદ ૯૬ કરોડ જેટલી માનવ મેદિની પદાતીઓની ચાલી. એ જનસમૂહ પછી અનેક રાજાઓ માંડ લિકજનો, ઈશ્વર યુવરાજ તલવર, નગર રક્ષક યાવત્ સાર્થવાહ વગેરે લોકો ત્યાર બાદ અનેક અસિ તલવાર ગ્રાહીજનો, અનેક યષ્ટિગ્રાહીજનો, અનેક મલ્લધારીજનો અનેક ધનુધિરીજનો, અનેક ધ્વોપકરણધારીજનો અનેક ભલગ્રાહીજનો, અનેક પરશુ ગ્રાહી જનો, અનેક શુભાશુભ પરિજ્ઞાનને જાણવામાટે પુસ્તકોને લઈ ને ચાલનારાજનો, અનેક વીણા ધારીજનો અનેક તેલ આદિના કુતુપો લઈને ચાલનારા જનો અનેક સોપારી વગેરે રૂપ પાનની સામગ્રી ભરીને ડબ્બાઓ લઇને ચાલનાર જનો તેમજ અનેક દીવાઓ ને લઇ ને ચાલનારા જનો કે જેઓ પોત-પોતાના કાર્ય ને અનુરૂપ વેશભૂષાથી સુસજ્જ હતા અને પોતાના નિયોગ માં અશૂન્ય હતા-ચાલ્યા. ત્યારબાદ અનેક દંડધારી જનો, અનેક મુંડી જનો અનેક શિખડીઓ અનેક જટાધારી જનો, અનેક મયૂર વગેરેના પિચ્છોને ધારણ કરનાર લોકો અનેક હસાવનારા લોકો અનેક ધૂત આદિમાં પ્રવૃત્તિ કરનારા લોકો અનેક ચાટુકારી ખુશામદ કરનારા લોકો અનેક કામકથા કરનારા, લોકો, અનેક કૌત્ક્રુચ્ય-કાયાની કુચેષ્ઠા કરનારા-ભાંડજનો, અનેક વાચાલ જનો, મનોજ્ઞવેષ વગેરેથી પોતાની જાતને અને બીજાઓને સુસજ્જિત કરતા, તથા જય જય શબ્દોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org