________________
જંબુદ્રીવપન્નત્તિ - ૩/૧૨૦
એમના કમાડો વૈસૂર્યમણિના બનેલા હોય છે. એ સ્વર્ણમય હોય છે. અનેક રત્નોથી એ પ્રતિપૂર્ણ હોય છે. એમનામાં જે ચિહ્નો હોય છે તે શશી, સૂર્ય અને ચક્રકાર હોય છે. એમના દ્વારોની રચના અનુરૂપ અને સમ-અવિષમ હોય છે. પ્રત્યેક નિધિના રક્ષક દેવની સ્થિતિ એક પલ્યોપમ જેટલી હોય છે. જે નામ નિધિનું છે તે જ નામ થી તેના રક્ષક દેવો પણ સંબોધાય છે. એ દેવો તે નિધિઓનાં સહારે જ રહે છે, એ નવનિધિઓના પ્રભાવથી એમના અધિપતિને અપરિમિત ધન-રત્નાદિ રૂપ સમૃદ્ધિનું સંચયન થતું રહે છે. એ ભરતક્ષેત્રમાં ૬ ખંડો ઉપર વિજય મેળવનારા ચક્રવર્તીઓના વશમાં જ રહે છે. જ્યારે ભરતનરેશની અઠ્ઠમભક્તની તપસ્યા પરિપૂર્ણ થઈ ગઈ ત્યારે તે પૌષધશાળા માંથી બહાર નીકળ્યા. અને નીકળીને સ્નાનઘરમાં ગયા. ત્યાં તેણે સારીરીતે સ્નાન કર્યું પછી ત્યાંથી નીકળી તને તે ભોજનશાળામાં ગયા ઇત્યાદિ રૂપથી બધું કથનપૂર્વોક્ત જેવું જ અહીં પણ અધ્યાત કરી લેવું જોઇએ, હે દેવાનુપ્રિય સુષેણ સેનાપતે તમે ગંગા નદીના પૂર્વભા ગવર્તી ભરતક્ષેત્ર ખંડરૂપ નિષ્કુટ પ્રદેશમાં-કે જે પશ્ચિમ દિશામાં ગંગાથી, પૂર્વદિશામાં બે સાગરોથી, અને ઉત્તર દિશામાં ગિરિ વૈતાઢ્યથી, વિભક્ત થયેલ છે જાવો. તથા ત્યાંના જે સમ-વિષમ અવાન્તર ક્ષેત્ર રૂપ નિષ્કુટ પ્રદેશો છે તે પ્રદેશોને તમે પોતાના વશમાં કરો. ત્યાં તમે પોતાની આજ્ઞા પ્રચલિત કરો ત્યારે તે સુષેણ સેનાપતિએ તે નિષ્કુટ પ્રદેશને પોતાના વશમાં કરી લીધો, વગેરે જે વર્ણન પહેલાં કરવામાં આવ્યું છે. તેવું જ બધું વર્ણન અહીં પણ સમજવું જોઈએ. ગંગાનદીના દક્ષિણ નિષ્કુટ-પ્રદેશોને જ્યારે જીતી લીધા ત્યાર બાદ તે દિવ્ય ચક્રરત્ન કોઈ સમયે આયુધગૃહશાળામાંથી બહાર નીકળ્યું અને નીકળીને આકાશમાર્ગથી પ્રયાણ કરતું તે ચક્રરત્ન કે જે એક સહસ્ર યક્ષોથી સુરક્ષિત હતું-દિવ્ય-ત્રુટિત યાવત્ રવથી આકાશ મંડળ ને વ્યાપ્ત કરતું વિજય સ્કંધાવાર નિવેશની ઠીક મધ્યમાંથી પસાર થઈ ને નીકળ્યું. અને નૈઋત્ય દિશા તરફ વિનીતા નામક રાજધાની છે, તે તરફ રવાના થયું. ભરત નરેશે વિનીતા રાજધાની તરફ ચક્રરત્ન જતું જોયું જોઇને તેઓ પરમ હર્ષિત થયા તેમણે તરતજ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેમને તે ભરત નરેશે આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિયો તમે શીઘ્ર આભિષકેય હસ્તીરત્નને તેમજ સેનાને સુસજ્જિત કરો, યાવત્ ભરત નરેશની પાસે તેમની આજ્ઞા પૂરી થઈ ચૂકી છે, તે અંગેની સૂચના મોકલી
[૧૨૧] પોતાના બાહુબળથી રાજ્યોપાર્જિત કર્યું છે અને શત્રુઓને જેણે પરાસ્ત કર્યા છે અને પોતાના વશમાં કર્યાં છે, એવા તે ભરત મહારાજાએ. કે જેના સમસ્ત રત્નોમાં એક ચક્રરત્નની પ્રધાનતા છે. તથા જે નવનિધિઓનો અધિપતિ થઇ ચૂક્યો છે, કોષ્ઠ ભાણ્ડાગાર જેનો પર્યાપ્ત-સમ્પન્ન છે. ૩૨ હજાર મુકુટ બદ્ધ રાજવંશીરાજા જેની પાછળ-પાછળ ચાલે છે. ૬૦ હજાર વર્ષ સુધી વિજય યાત્રા કરીને સંપૂર્ણ એ ભરતક્ષેત્રને ને પોતાના વશમાં કર્યું. આ પ્રમાણે સંપૂર્ણ ભારતને સાધીને-પોતાના વશમા કરીને ભરત રાજાએ પોતાના કૌંટુબિક પુરુષોને બોલાવ્યા. હે દેવાનુપ્રિયો તમે યથાશીઘ્ર આભિષેક્સ હસ્તિ રત્ન ને અને હય ગજ રથ તેમજ પ્રબલ સૈન્યને સુસજ્જ કર્યો. જ્યારે હસ્તિરત્ન ઉપર સમારૂઢ થયેલા ભરત મહારાજા ચાલવા પ્રસ્તુત થયા તો તેમની આગળ આઠ-આઠની સંખ્યામાં આઠ મંગળ દ્રવ્યો સર્વપ્રથમ પ્રસ્થિત થયાં. તે આઠ
૧૪
રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org