________________
-
- - -
-
- - -
-
-
- -
-
-
વખારો-૩
૧૪૭ સંપન્ન છે. મ્લેચ્છ ભાષાઓ ફારસી, ચરબી વગેરે ભાષાઓનો જે વિશિષ્ટ જ્ઞાતા છે. એથી જ જે વિવિધ પ્રકારની ભાષાઓને સુંદર ઢંગથી બોલી શકે છે. જે ભરત ક્ષેત્રમાં અવાન્તર ક્ષેત્ર મંડરૂપ નિષ્ફટો કે જેમાં દરેક કોઈ પ્રવેશી શકે નહિ, એવાં ગંભીર સ્થાનો, દુર્ગમ સ્થાનો કે જેમાં પ્રવેશ કરવું અતીવ દુષ્કર કાર્ય છે. તેવા સ્થાનોનો વિજ્ઞાપક છે. વિશેષ રૂપથી જાણકાર છે. અસ્ત્ર શસ્ત્ર સંચાલનમાં બાણાદિ રૂપ શાસ્ત્ર તેમજ ખડગા દિરૂપ શાસ્ત્ર વડે પ્રહાર કરવામાં જે કુશળ અથવા અર્થશાસ્ત્રમાં નિપુણ છે, તેથી જ તેને સેનાપતિરત્ન કહેવામાં આવેલ છે. એવા તે સેનાપતિ રત્ન સુષેણને પોતાના સ્વામીની વાતને સાંભળીને ખૂબજ હર્ષિત તેમજ સંતુષ્ટ ચિત્ત થયો ત્યાંથી આવીને તે સુષેણે પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવ્યા બોલાવીને પછી તે સુષેણે કહ્યું
હે દેવાનુ પ્રિય ! તમે લોકો એકદમ શીધ્ર અભિષેક યોગ્ય પ્રધાન હસ્તિને સુષજ્જિત કરો. તેમજ ચતુરંગીણી સેના સુસજ્જત કરો પોતાના કૌટુંબિક પુરુષોને એવો આદેશ આપીને તે જ્યાં સ્નાન ગૃહ હતું ત્યાં આવી ગયો. ત્યાં આવીને તેણે સ્નાન કર્યું. અને બલિકર્મ કર્યું કાક વગેરે માટે અનનું વિતરણ કર્યું કૌતુહલથી મંગળ અને દુસ્વપ્ન શાજ્યર્થ પ્રાયશ્ચિત કર્યું શરીર પર આરોપણ કરીને વર્મિત લોખંડના મોટા મોટા તારોથી નિર્મિત કવચને બન્ધનથી આબદ્ધ કર્યું ધનુષ્ય ઉપર ખૂબજ મજબૂતીથી પ્રત્યંચાનું આરોપણ કર્યું. ગળામાં હાર ધારણ કર્યો મસ્તક ઉપર સારી રીતે ગાંઠ બાધીને વિમલવર ચિન્હ પટ્ટ – વીરાતિવીરતા સૂચક વસ્ત્ર વિશેષ બાંધ્યું. હાથમાં આયુધ અને પ્રહરણો લીધાં તે સમયે એ અનેક ગણ નાયકોથી-મલ્લાદિગણ મુખ્ય જનોથી, અનેક દંડ નાયકોથી, અનેક તત્રપાલોથી, યાવતું પદ ગૃહીત, અનેક ઈશ્વરોથી, અનેક તલવરોથી, અનેક માડંબિકોથી, અનેક કૌટુંબિકોથી, અનેક મંત્રીઓથી અનેક મહામંત્રિઓથી, અનેક ગણકોશી, દૌવારિકોથી, અનેક અમાત્યોથી, અનેક ચેટોથી, અનેક પીઠમર્દકોથી, અનેક નગર નિગમના શ્રેષ્ઠિઓથી, અનેક સેનાપતિઓથી, અનેક સાર્થવાહોથી અને અનેક સંધિપાળોથી યુક્ત થઈ ગયો હતો. કોરંટ પુષ્પની માળાથી છત્રથી એ સુશોભિત થઈ રહ્યો હતો. એને જોતાં જ લોકો મંગલકારી જય-જય શબ્દો ચ્ચાર કરવા લાગતા એવો સુષેણ સેનાપતિરત્ન સ્નાન ગૃહમાંથી બહાર નીકળ્યો. બહાર નીકળીને એ ઉપસ્થાનશાળામાં આવ્યો. આવીને પછી એ જ્યાં આભિષેક્ય હસ્તિરત્ન હતું ત્યાં આવ્યો. ત્યાં જઈને એ આભિષેક્ય હસ્તિરત્ન ઉપર સવાર થઇ ગયો. એના પછી તે સુષેણ સેનાપતિ હાથીના સ્કન્ધ ઉપર સારી રીતે બેઠેલો સુશોભિત થયેલો તેમજ હય, ગજ, રથ, તેમજ પ્રવર યોદ્ધાઓથી યુક્ત ચતુરંગિણી એનાથી પરિવૃત્ત થયેલો. વિપુલ યોદ્ધાઓના વિસ્તૃતવૃન્દથી યુક્ત થયેલો, જ્યાં સિધુ નદી હતી, ત્યાં આવ્યો.
ત્યાં પહોંચીને તેણે ચર્મરત્નનો સ્પર્શ કર્યો. તે ચર્મરત્ન શ્રીવત્સ જેવા આકાર વાળું હતું એના બળથી ચક્રવર્તીનું સમસ્ત કટક નદીઓને અને સાગરો ને, સમુદ્રોને પાર કરી જાય છે. એ દેવકૃત પરિહાર્ય રૂપ હોય છે. દેવકૃત સ્તુતિ સમ્પન્ન હોય છે અન્નજળ વગેરેથી એનો ઉપઘાત થઈ શકતો નથી. ચમમાં પ્રધાન હોવાથી ચર્મરત્ન કહેવામાં આવ્યું છે. એના વડે વપિત શણ અને ૧૭ પ્રકારના ધાન્યો એક દિવસમાં જ ઉત્પન્ન થઈ જાય છે. તે દિવ્ય ચર્મરત્ન સુષેણ સેનાપતિ વડે સૃષ્ટ થતાં જ એકદમ નૌકા રૂપ થઈ ગયું. એના શિબિકાદિરૂપ વાહનથી યુક્ત થયેલો નૌકા રૂપ તે ચર્મરત્ન ઉપર સવાર થઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org