________________
શ્રુતસ્કંથ-૧, અધ્યયન-દ, ઉદેસો-૧
૩૭ રોગ થાય, કોઇની પીઠ વળી જાય છે, કોઈના હાથ પગ કઠોર થઈ જાય છે, તો કોઇને મધુપ્રમેહ ઉત્પન્ન થાય છે. આ રીતે સોળ મહારોગ કહ્યા છે અને આ સિવાય અન્ય શૂળાદિ પીડા અને ઘાવાદિ ભયંકર દર્દ થાય છે. જેનાથી અંતમાં મૃત્યુ થાય છે.
[૧૯] જેમને રોગ નથી તેવા દેવને પણ જન્મ-મરણ થયા કરે છે. માટે કર્મવિપાકને જાણી કર્મોને દૂર કરવા જોઈએ. એથી વધુ કર્મના ફળને કહું છું તે સાંભળો. કર્મના વશથી જીવ અંધ-જ્ઞાનચક્ષરહિત બની ઘોર અંધકારમય સ્થાનોમાં વારંવાર જન્મ લે છે અને દારુણ દુઃખનો અનુભવ કરે છે, એમ તીર્થંકરોએ કહ્યું છે. તેમ જ શબ્દ કરી શકે તેવા બેઈન્દ્રિયાદિ પ્રાણી, રસને જાણનાર સંજ્ઞી પ્રાણી, જલકાયના જીવ, જલચર જીવ, તથા આકાશમાં વિચરનાર પક્ષી પરસ્પર એક બીજાને પીડા આપે છે. માટે લોકમાં મહાભય વર્તે છે તે તું જો!
[૧૯૫] હે જીવ ! આમ પ્રાણીઓના દુખની સીમા નથી. વિષયભોગોમાં આસક્ત મનુષ્ય આ નિસાર તેમ જ ક્ષણિક શરીર માટે અન્ય જીવોનો વધ કરી, સ્વયં વધને પ્રાપ્ત થાય છે. વિવેકહીનતાને કારણે ઘણાં દુખને પ્રાપ્ત કરનાર અજ્ઞાની જીવ શરીરમાં અનેક રોગોને ઉત્પન્ન થયેલા જોઈને તેની ચિકિત્સામાં જીવોની હિંસા કરે છે. પરંતુ એમ કરવાથી પણ રોગ મટતો નથી. માટે હે મુનિ ! તું એવી પ્રવૃત્તિ ન કર. આ હિંસાને મહાભય રૂપ સમજીને કોઈપણ પ્રાણીની હિંસા ન કર!
[૧૯૨-૧૯૩] હે શિષ્ય, સાંભળ અને સમજ! હું તને કમોને ક્ષય કરવાનો ઉપાય બતાવું છું. આ સંસારમાં કેટલાક જીવ પોતાના કરેલાં કમોંથી ભિન્ન-
ભિન્ન કુળોમાં માતાની રજ અને પિતાના શુક્રથી ગર્ભમાં ઉત્પન થયા, વૃદ્ધિને પ્રાપ્ત થયા, જન્મ ધારણ કર્યો, મોટા થયા અને પ્રતિબોધ પામી ત્યાગમાર્ગ અંગીકાર કર્યો અને ક્રમથી મહામુનિ બન્યા. સંયમ અંગીકાર કરતા સમયે માતાપિતાદિ સ્વજન વિલાપ કરતા તેને કહે છે :અમે તારી ઈચ્છાનુસાર ચાલનારા, તારી સાથે આટલો પ્રેમ રાખીએ છીએ, તો તું અમને છોડ નહિ તેઓ આ રીતે આક્રન્દન કરતા રોકે છે અને કહે છે કે-જે માતા-પિતાને છોડી દે છે તે આદર્શ મુનિ નથી કહેવાતો, અને તેવો મુનિ સંસારને તરી શકતો નથી.” આવા વચનોને સાંભળીને તેનો સ્વીકાર કરતા નથી તે સંસારમાં કેવી રીતે રમણ કરે? આ જ્ઞાન સદા ધ્યાનમાં રાખવા જેવું છે. એમ હું કહું છું. અધ્યયન દ-ઉદેસો ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ |
(અધ્યયન ઉદેસી ૨. [૧૯૪] કેટલાંક વસુ (વીતરાગ અથવા સાધુ) અથવા અનુવસુ (સરાગ અથવા શ્રાવક) આ સંસારને દુઃખમય જાણી, માતા-પિતાદિ સ્નેહીજનોના પૂર્વસંયોગને છોડી, ઉપશમ ભાવ ધારણ કરી, બ્રહ્મચર્ય ધારણ કરી, ઉપશમ ભાવ ધારણ કરી, બ્રહ્મચર્ય ધારણ કરી, ધર્મના વાસ્તવિક સ્વરૂપને સમજી ક્રમશઃ પરીષહથી ગભરાઈને શીલ રહિત થઈ, ધર્મનું પાલન કરી શકતા નથી.
[૧૯૫] તે વસ્ત્ર, પાત્ર, કંબલ અને રજોહરણને છોડી કામભોગોની અભિલાષા કરે છે. પરંતુ થોડા જ સમયમાં આ ક્ષણભંગુર શરીરનો ત્યાગ થાય છે. પછી અનંતકાળ સુધી એવી સામગ્રી મળવી કઠિન છે. તે વિધ્વથી પરિપૂર્ણ એને અતૃપ્તિકારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org