Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ રિપત્ર नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ :::.. પહા વાગરણે નવમુંઅંગસૂત્ર-ગુર્જરછાયા :::::: (અધ્યયન-૧ આવઢાર-૧-) [૧]હે જંબૂ! તે કાળે અને તે સમયે ચંપા નામક એક નગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય વનખંડ-અશોક વૃક્ષ હતું. તે ચંપા નગરીમાં કોણિક રાજા હતો તેને ધારિણી દેવી નામે રાણી હતી. તે કાળે-તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી આર્ય સુધમાં નામે શિષ્ય હતાં. તે જાતિ સંપન્ન, કુળસંપન્ન, બળસંપત્ર, રૂપસંપન્ન, વિનયસંપન્ન, જ્ઞાન દર્શન-ચારિત્રસંપન્ન,લાસપત્ર, લાઘવતાસંપન્ન, ઓજસ્વી તેજસ્વી-વર્ચસ્વી, યશસ્વી. ક્રોધ-માન- લોભને જીતેલા, નિદ્રા-ઈદ્રિયપરિષહને જીતેલા, જીવિત-મરણ અને ભયથી. મૂકાયેલા, તપ-ગુણ-કરણ-ચરણ- નિશ્ચય પ્રધાન, આર્જવ- માર્દવલાઘ- વ-ક્ષમાં પ્રધાન ગુણિમુક્તિ-મંત્ર-બ્રહ્મચર્ય-વેદપ્રધાન, નય-નિયમ-સત્ય-શૌચ પ્રધાન, જ્ઞાનદર્શનચારિત્ર પ્રધાન, ચૌદપૂર્વી, ચાર જ્ઞાન યુક્ત, પાંચસો સાધુ સાથે પરીવરેલા, પૂર્વોનૂપૂવ વિચરતાં એક ગામથી બીજે ગામ જતાં જે આ ચંપા નગરી ત્યાં પધાર્યા. યાવતું યથાપ્રતિ રૂપ અવગ્રહને અવગ્રાહીને, સંયમ અને તપ વડે આત્માને ભાવિત કરી વિહરતા હતા. પર્ષદા નીકળી, ધર્મ કથન કર્યું, જે દિશાથી પર્ષદા આવી હતી તે દિશામાં પાછી ગઈ. તે કાળે અને તે સમયે આર્ય સુધમાં સ્થવિરના અંતેવાસી આર્ય જંબૂ નામના અણ ગાર કે જે કાશ્યપ ગોત્રના હતા, આર્ય સુધમાં સ્થવિરની બહુ દૂર નહીં- બહુ નજીક નહી તે રીતે રહીને સંયમતપ વડે પોતાના આત્માને ભાવિત કરીને વિચારતા હતા. શ્રદ્ધા-સંશય-કુતૂહલપૂર્વક આર્ય જેબૂએ ઉઠીને જ્યાં આર્યસુધમાં સ્થવિર હતા. ત્યાં આવ્યા, પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કર્યો, અતિ દૂર નહીં-અતિ નિકટ નહીં એ રીતે વિનયપૂર્વક અંજલી કરી-કહ્યું. હે ભગવન્! શ્રમણ ભગવંત મહાવીરે વાવતુઅનુત્તરોવવાઈયદસા નામક નવમાં અંગનો જે પ્રમાણે અર્થ પ્રરૂપિત કર્યો છે તે પ્રમાણે દશમાં અંગ સૂત્ર “પહા વાગરણનો શો અર્થ પ્રરૂપેલ છે? હે જંબૂ! ભગવંતે દશમાં અંગ સૂત્ર પ્રશ્ન વ્યાકરણના બે શ્રુતસ્કંઘ પ્રરૂપેલા છે. આશ્રવાર અને સંવરદ્વાર. હે ભગવન્! પહેલાં શ્રુત સ્કંઘના કેટલા અધ્યયનો કહ્યા છે? હે જંબૂ! પાંચ અધ્યયનો કહ્યા છે. બીજા ના પણ તે જ રીતે પાંચ અધ્યયનો કહ્યા છે. [૨]પ્રવચનના સારભૂત આશ્રવ અને સંવરના નિશ્ચિત અર્થને હું કહું છું. જે પૂર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53