Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ સંવર, અધ્યયન-૧૦ 289 કરાયો હોય તેનાથી ભિક્ષાવૃત્તિ કરવી કહ્યું. સુવિહિત શ્રમણોએ અનેક પ્રકારના વાત * પિત્ત આદિ રોગ ઉત્પન્ન થયા હોય, અતિશય કષ્ટ કે દુઃખ હોય, પ્રતિક્ષણ અસમાધિ જનક હોય. એવા રોગાનંકમાં હોય કે જેના સ્વરૂપ વિપાક અશુભ હોય. અતિ ભયંકર હોય, જીવિતના નાશની સંભાવના હોય, શરીરમાં સંતાપ વધતો જતો હોય. તેવા સમયે અન્યના નિમિત્તે થયેલ ઔષધ આદિ પણ તે પરિગ્રહ વિરક્ત સાધુને રાખવા ન કલ્પે. પાત્રધારી એવા ને સુવિહિત શ્રમણ જે કોઈ પાત્ર ઉપકરણ, ઉપધિ, વસ્ત્ર, પત્રબંધન, પાત્ર કેશરિકા, પાત્ર સ્થાનિક, પડલા, રજસ્માણ, ગુચ્છા, ત્રણ વસ્ત્ર (બે સુતરાઉ અને એક ઉની) રજોહરણ, ચોલપટ્ટો. મુહપતી, આદિ ઉપકરણો રાખે તે પણ સંયમની રક્ષા માટે જ રાખે. તથા વાયુ-ડાંસ-આદિ પરિષો સામે રક્ષણ માટે રાખે આ. ધમપગરણ પણ રાગદ્વેષ રહિત ધારણ ન કરે. પડિલેહણ પ્રમાર્જન કર્યા પછી પણ રાત્રે કે દિવસે તેને અપ્રમત્ત પણે અને જ્યણાપૂર્વક મૂકે અથવા લે. આ પ્રકારે સાધુ ધર્મલીન બની સંગ્રહથી વિમુક્ત થાય, આસક્તિ રહિત, નિષ્પ રિગ્રહી, નિર્મમત્વ, સ્નેહ બંધનથી મુક્ત, સર્વ પાપ વિરત, વાંસ અને ચંદનમાં સમાન દ્રષ્ટિવાળા માટી-સોનામાં સમદ્રષ્ટિ વાળા બને. તેના પાપ, રાગદ્વેષનું શમન થઈ જાય. પાંચ સમિતિ પરાયણ થઈને સમ્યક દૃષ્ટિવાળા બને, સમસ્ત જીવ પરત્વે સમભાવી બને, તે શ્રમણ શ્રુતનો ઘારક બનીને વક્રતા રહિત સંયત અને સુસાધુ બને છે. સમસ્ત જીવોનો રક્ષક, સર્વ ગવત્સલ, સત્યવાદી, સંસારના અંતમાં સ્થિત, સંસાર સમુચ્છિન્ન, મરણ નો પારગામી, સંશય નિવારક, આઠપ્રવચન માતાના બળથી આઠ કમની ગ્રંથી છોડાવ નાર, આઠ મદ વિનાશક, સ્વસિદ્ધાંતમાં પૂર્ણ, સુખ-દુઃખમાં સમભાવી, અભ્ય તર-બાહ્ય તપ-ઉધાનમાં સદા તત્પર, દાંત આત્મહિત પરાયણ ઈય આદિ સમિતિથી યુક્ત મન વચન-કાયમુર્તિ ગુપ્ત, ગુપ્ત ઈન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, ત્યાગી, લાવાનું, ધન્ય, તપસ્વી, ક્ષમાગણી, જિતેન્દ્રિય, શુદ્ધ,નિદાનરહિત, અબહિર્લેશ્યા, મમતા રહિત, અકિંચન, ગ્રંથી રહિત, નિપલેપ, નિર્મળ કાંસા જેવા જળ રહિત, શંખ જેવા સફેદ, વિગત રાગ દ્વેષ મોહવાળા-કાચબા જેવા ઈન્દ્રિયગુપ્ત, સુવર્ણ સમ શુદ્ધ કમળ પત્ર જેવા અલિપ્ત, ચંદ્ર સમ સૌમ્ય, સૂર્ય સમ દીપ્ત, ગિરિ સમ અચળ, સાગર જેવા અથોભ, પુધ્ધિ જેવા સહનશીલ, તપથી દેદીપ્યમાન-જ્ઞાન રૂપી તેજથી ચમકતા, ચંદનના જેવા શીતળ, સમભાવી. નિર્મળ શુદ્ધસ્વરૂપી, હાથી જેવા સમર્થ, વૃષભ જેવા ભારવાહક, સિંહ જેવા દુર્ધર, શરદઋતુ સમ સ્વચ્છ, ભારંવપક્ષી જેવી અપ્રમત્ત ગેંડાના શિંગડા જેવા એકાકી, હેઠા જેવા ઉદ્ઘકાય, શારીરિક સંસ્કાર રહિત, વાયુરહિત સ્થાનના દીવા જેવા નિષ્પકંપ, અસ્ત્રા જેવા ધારવાળા,મોક્ષલીન દ્રષ્ટિવાળા, પક્ષી જેવા મુક્ત, સર્ષની જેમ બીજાના બનાવેલા ઘરમાં વસ નાર, અપ્રતિબંધવિહારી, અપ્રતિહત ગતિવાળા, ગામે એક રાત્રી અને નગરે પાંચ રાત્રિ રોકાનાર, જિતેન્દ્રિય, નિર્ભય, વિદ્વાન, સચિત્ત-અચિત્ત દ્રવ્યોમાં મમત્વ રહિત, સંગ્રહથી વિરક્ત મુક્ત, ગારવ રહિત, જીવન મરણ આશંસા રહિત, ધીર નિરતિચાર ચારિત્ર 'ઘર, સંયમને કાયાથી અના, અધ્યાત્મલીન, ઉપશાંત, સમાધિભાવ રહિત, ધર્મનું પાલન કરનારા હોય છે. આ અપરિગ્રહ નામના પાંચમાં સંવર દ્વારનું પ્રવચન પરિગ્રહ વિરમણ વ્રતની રક્ષાને માટે ભગવંતે કહેલ છે. તે આત્માને હિતકર છે.યાવતુ....સર્વ દુઃખ વિનાશક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 48 49 50 51 52 53