Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ 288 પહાવાગરણ- 2/ 14 કિયાસ્થાન, ભૂતગામ, પરમાધામી- ગાથા અધ્યયન, અસંયમ, અબ્રહ્મચર્ય, જ્ઞાત અધ્ય થન,અસમાધિ સ્થાન,શબળ દોષ, પરિષહ સૂયગડાંગ અધ્યયન, દેવ, ભાવના, ઉદ્દેસા. અણગારગુણ, આચારપ્રકલ્પ, પાપશ્રુત અધ્યયન મોહનીય સ્થાનસિદ્ધનાગુણ, યોગ સંગ્રહ, આશાતના એ અંગે અસંયમાદિ સ્થાનોમાં તથા વિરતિ પ્રણિધાનમાં ભગવંત દ્વારા અવિરતિ કથિત તેવાજ અન્ય પ્રકારના અનેક પદાર્થમાં અથવા જિન કથિત અવિ તથ નશ્વર, પદાર્થમાં શંકાદિ દૂર કરીને જે શ્રમણ નિદાન રહિત, ગારવરહિત, લોભ રહિત, મૂઢતા રહિત થઈને મન-વચન-કાયાથી ગુપ્ત બનીને જિનેન્દ્રના શાસનનું શ્રદ્ધાન કરે છે તે જ સાચો શ્રમણ છે. [૪૫]અપરિગ્રહ સંવરને વૃક્ષની ઉપમા- પરિગ્રહથી નિવૃત્તિ લેવી એજ આ વૃક્ષના અનેક ભેદ રૂપ છે. સમ્યગુ દર્શન આ વૃક્ષનું મૂળ છે. ધૈર્ય તેનું કંદ છે, વિનય તેની વેદિકા છે. ત્રિલોક વ્યાપી યશ તેનું થડ છે. પાંચ મહાવ્રત રુમ શાખા છે, ભાવના રૂપ છાલ છે. ધર્મ ધ્યાનાદિ શુભ પ્રવૃત્તિ તેના પાંદડા છે, અનેક ગુણ રૂપી પુખ્યો છે. શીલ રૂપ સુગંધ છે. મોક્ષ સુખ બીજ છે. તે મેરુ પર્વતની ટોચ સમાન છે. એ રીતે આ સંવરરૂપ ઈષ્ટ વૃક્ષ છે. આ પ્રકારે પાંચમું સંવરદ્વાર છે. જે સાધુ આ સંવર દ્વારને આરાધે છે. તે નગરયાવતુ . આશ્રમમાં પડેલી કે રહેલી કોઈપણ વસ્તુ કે જે નાની કે મોટી, મૂલ્યવાળી કે વગરની હોય ત્રસ કે સ્થાવર હોય તેને મનથી પણ ગ્રહણ ન કરે. જે સાધુ અપરિગ્રહી છે તે હિરણ્ય-સુવર્ણ ક્ષેત્ર વસ્તુ દાસી-દાસ-નોકર-દૂત -ગવેલક-વાહન છત્ર-કોઠી પણ રાખી શકતા નથી, જેડા પેહણ પખો-ધાતુપાત્ર- મણીપાત્ર પશુના શીગડાનું પાત્ર- પત્થર કે કાયનું પાત્ર. ચર્મપાત્ર તે બીજાના ચિત્તની ઉત્સુકતા વધારનાર હોવાથી કે મૂચ્છ ઉત્પન્ન કરનાર હોય ન રાખે. પુષ્પ-ફળ-કંદ મૂળ-ધાન્યાદિનો મન-વચન-કાયાથી સંગ્રહ ન કરે. કેમકે અપરિમિત જ્ઞાન દર્શન ઘર, શીલ-ગુણ-વિનય-તપ-સંયમ નાયક એવા તીર્થંકર, સમસ્ત જગતનાં જીવો પ્રત્યે કરુણાશીલ, ત્રિલોક માન્ય જનવરોએ તે સર્વ પુખ્યાદિને જીવોના ઉત્પત્તિ સ્થાન રૂપ કહ્યા છે. તેનો ધ્વંસ સાધુને ન કલ્પ માટે સાધું તેનું વર્જન કરે. બીજી પણ અકલ્પનીય વસ્તુ કહે છે- અડદ મગ આદિ અત્ર, સાથવો, બોર ચૂર્ણ ભૂજેલા ધાન્ય, ખાંડેલાતલ, દાળ પુરી, વેઢમી, ગુંજા, ગોળ, શ્રીખંડ, વડા, લાડુ, દૂધ, ઘી, માખણ, ખાંડ, મિશ્રી, આદિ પદાર્થોની સંનિધિ કરવી સાધુને ન કહ્યું. જે આહાર ઉદ્દિષ્ટ હોય, નિમિત્તે થયેલ હોય, સ્થાપના કરેલી હોય, મિશ્રદોષ વાળો હોય, ખરીદેલ કે ઉછીનો લાવેલ હોય. દાન પુન અર્થે બનાવેલો હોય, અન્ય બ્રાહ્મણ આદિ માટે બનાવાયો હોય, પશ્ચાત્ કે પુરાકર્મવાળો હોય, નિત્યખંડ હોય અતિરિક્ત હોય, મૌખર્યથી પ્રાપ્ત હોય. સ્વયં લીધેલો હોય, આહત હોય, માટીથી લેપકત પાત્રનો લેપ બોલીને આપેલો હોય, આચ્છેદ્ય હોય, તિથિ યજ્ઞ-મહોત્સવ આદિ માટેનો હોય, સંસ્થાપિત હોય તો આવો આહાર હિંસાદિ દોષ યુક્ત હોવાથી સાધુને ન કલ્પે. સાધુને કેવો આહાર કહ્યું- જે આહાર પિપૈષણા અધ્યયન અનુસાર શુદ્ધ હોય, કીત-હિંસા-પોતા વડે રંઘાવાયો ન હોય, શંકાદિ દશ દોષ વિમુક્ત હોય. ઉદ્દગમ ઉત્પા દન દોષ રહિત હોય.અચિત્ત-નિર્દોષ-સંયોજના દોષોથી રહિત,અંગાર-ધૂમદોષ રહિત અને છ કારણે લેવાયેલ હોય, છકાય જીવનું રક્ષણ થયું હોય અને પ્રાણધારણાર્થે ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53