Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ 290 પહાવાગરા - 21045 છે. આ અંતિમ સંવરદ્વાર પાંચ ભાવના આ પ્રમાણે છે. પ્રથમનિસ્પૃહતા ભાવના-શ્રોત્રેન્દ્રિય વડે મધુર શબ્દોમાં આસક્ત ન થવું. મૃદંગ-આદિવાજિંત્ર, નટ-નાટક-યુદ્ધનાં વાજિંત્રો, મધુર સ્વરયુક્ત ગીતો, ઘુઘરા આદિ આભુષણોના અવાજો, તરુણીઓના મનોહર--કામવર્ધક સ્વરો, કે તેવા અન્ય મધુર શબ્દોમાં આસક્તિ, રાગ, વૃદ્ધિ ભાવ ન કરવો, મોહ ને પામવો. લલચાવું નહીં. પ્રસન્ન ન થવું. હસવું નહીં તે મનોજ્ઞ શબ્દાદિને યાદ ન કરવા. તેમજ અમનોજ્ઞ શબ્દો પ્રત્યે તિરસ્કાર ન કરવો. આક્રોશ, કઠોરવચન, નિંદ્ય.... આદિ શબ્બે સાંભળીને રોષ ન કરવો. તે શ્રમણનું કર્તવ્ય છે. તેની અવજ્ઞા,નિંદા, છેદન ભેદન વધ દુગંછાવૃત્તિ આદિ ન કરવા. આ રીતે શ્રોત્રેન્દ્રિયનો નિગ્રહ કરનાર મુનિ મનોજ્ઞ અમનોજ્ઞ શબ્દોમાં રાગદ્વેષની પરિણતિ રહિત થાય છે. સાધુ ગુપ્તિ વડે ગુપ્ત બની. સંવરયુક્ત બની, શ્રોત્રેન્દ્રિય વશ કરીને ચારિત્રરૂપ ધર્મનું પાલન કરે છે. બીજીચકુઈન્દ્રિય સંવર ભાવના-ચક્ષઈન્દ્રિય વડે મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપમાં સમ ભાવી બને. સચિત-અચિત્ત-મિશ્ર મનોજ્ઞ રૂપ જોઈને આસક્ત ન થાય, ચિત્ર કર્મ. લેપકમ, પત્થર કમ, દતકર્મ, પંચવર્ણથી આકર્ષક કે ભિન્ન ભિન્ન રીતે સજાવેલ, ગૂંથીને બનાવેલ માળા આદિ વનખંડ, ગામ નગર આદિ, જળાશયો, પુષ્પો. પક્ષી યુગલો, મંડપ-ભવન-ઉદ્યા આદિ નર-નારી સમૂહ, અલંકાર આદિ નર-નક આદિ, રૂપોને વિશે આસક્ત ન થાય, રાગ ન કરે. મોહ ન પામે....યાવતુ....ધ્યાન ન પરોવે. એ જ રીતે અમનોજ્ઞ રૂપોને વિશે ચક્ષઈન્દ્રિયથી દ્વેષ ન કરે. રોગીષ્ટ, વક્ર શરીરી, વિકલાંગ, અંધ, શલ્યવાળા, આદિ અમનોજ્ઞ રૂપ ને જોઈને રસ ન કરે, નિંદા ન કરે. યાવતું.....દુગંછા ન કરે. આ રીતે ચક્ષુઈન્દ્રિયનો નિગ્રહ કરી ભાવિત બનેલો આત્મા મનવચકાયગુપ્તિથી ગુપ્ત બની....યાવતું..... ચારિત્ર ધર્મનો પાલક બને છે. - ત્રીજી પ્રાણેન્દ્રિય સંવર ભાવના- જળચર, સ્થળચર, આદિ પુષ્પ વગેરે ચંદનાદિ વૃક્ષ વગેરે, કેસર આદિ પદાર્થ વગેરે સુંધીને ઋતુ અનુકૂળ સુગંધમાં તે તે મનોજ્ઞ ગંધને વિશે આસક્ત ન થાય.....યાવતું... હાસ્ય ન કરે એ જ પ્રમાણે અમનોજ્ઞ ગંધ ને વિશે રોસ ન કરે જેમકે મૃતક શરીરો, અન્ય પણ તેવા પ્રકારની કોઈ દુર્ગધો માં રોષ ન કરવો. અવજ્ઞા ન કરવી.........ચાવતુ----જુગુપ્સા ન કરવી. એ રીતે મનોજ્ઞ કે ધ્રાણેન્દ્રિય વિષયક. ચોથી-જિહુવેન્દ્રિય સંવર ભાવના-સાધુએ જીભથી મનોજ્ઞ અમનોજ્ઞ વિષયમાં સમભાવી રહેવું. ઘી-તેલ આદિ વાળા પકવાન, અનેક પ્રકારના સ્વાદિષ્ટ પીણા, લવણ આદિ મિશ્રિત શાક કે વડા વગેરે અનેક પ્રકારના મિષ્ટ અને ઈષ્ટ પદાર્થો, મનોહર વર્ણ આદિવાળા મનોજ્ઞ સ્વાદ યુક્ત આહારને વિશે આસક્ત ન થાય.. યાવતુ. હર્ષ ન કરે તે જ રીતે અમનોજ્ઞ પદાર્થો જેવા કે ઠડા-રૂક્ષ-અરસ વિરસ દુર્ગધવાળા અમનોહર વણિિદ યુક્ત પદાર્થોને વિશે રોસ નકરે...યાવતુ........દુગંછા ન કરે. પાચમી સ્પર્શેન્દ્રિય સંવર ભાવના-મનોજ્ઞ કે અમનોજ્ઞ સ્પર્શ રાગ દ્વેષ ન કરવો. જેમ કે ઈષ્ટ એવા શીત-ઉષ્ણ-નિગ્ધ- વગેરે સ્પર્શને વિશે કે તેવા મનોજ્ઞ અન્ય કોઈપણ સ્પર્શને વિશે સાધુ આસક્ત ન થાય..યાવતું.....હર્ષ ન કરે. તેમજ અમનોજ્ઞ એવા પ્રહાર-બંધન છેદન-ભેદન આદિ સ્પશેને વિશે કે તેવા અમનોજ્ઞ શીત-ઉષ્ણ આદિ કોઈ પણ પ્રકારના સ્પર્શને વિશે રોષ ન પામે.થાવતું જુગુપ્સા ન કરે. આ રીતે સ્પર્શી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53