Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ 286 પડાવાગર- 2939 જે બ્રહ્મચર્યના સેવનથી આ પ્રવજ્યા આરાધિત થાય છે. સત્ય-શીલ-તપ વિનય સંયમ-ક્ષમા-ગુતિ-મુક્તિ- આલોક-પરલોક યશ-કીતિ આદિ આરાધિત થાય છે. તેથી સર્વથા વિશુદ્ધ એવા નિશ્ચલ ભાવથી આ બ્રહ્મચર્ય વ્રતનું જાવજજીવ પાલન કરવું. કઠોર તપ દ્વારા શરીરનું લોહી સુકાઈને શ્વેત હાડકાં દેખાયા ત્યાં સુધી પણ અથતુ મોક્ષની પ્રાપ્તિ સુધી આ વ્રતનું પાલન કરવું એમ ભગવંતે આ વ્રતનું કથન કર્યું છે. ૪િ૦-૪૩આ બ્રહ્મચર્યવ્રત પાંચ મહાવ્રત રૂપ સુવ્રતોનું મૂળ કારણ છે, નિર્મળ સાધુ દ્વારા સુચરિત છે, વેર વિરોધનો અંત લાવનાર છે, મહાસાગરમાં નૌકા સમાન છે, તિર્થંકરો થકી તે માટે સુંદર માર્ગ દર્શાવાયો છે, તેના પ્રભાવે નરકગતિય ગતિ અટકે છે, સર્વ પવિત્ર અને સારભૂત છે મોક્ષ અને અનુત્તર વિમાનનું દ્વાર ઉઘાડી દે છે. દેવો અને નરેન્દ્રો પણ જેને નમસ્કાર કરે છે, ત્રણે લોકમાં ઉત્તમ મંગળ છે. દુર્ધર છે, ગુણનાયક છે, અનુપમ છે, મોક્ષમાર્ગના શિરોભૂષણ રૂપ છે. સુચરિત એવા આ બ્રહ્મચર્યથી મનુષ્ય આત્મજ્ઞાન તત્પર બને છે. સુશ્રમણ સુસાધુ-સુઋષિ-સુમુનિ-સુસંપન્ન અને તે જ સાચો ભિક્ષુ છે જે શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે. આ પ્રમાણે સ્વચ્છંદાચારીનો આચાર રતિ-રાગ-દ્વેષ-મોહ-આદિની વૃદ્ધિ કર નાર,અસાર-પ્રસાદ દોષ-પાર્થસ્થ શીલકરણ છે.આ પાર્થસ્થાઆદિ શરીરને અત્યંગન કરે છે. વારંવાર બગલ-માથું-હાથ-પગ આદિને ધુએ છે. શરીરને દબાવે છે. શરીરની સ્વચ્છતા-પરિમર્દન-અનુપન લેપન સુગંધન ધૂપન શૃંગારન આદિ કરે છે. મશ્કરી અશિષ્ટ વચન બોલાવા-નાટક ગીતગાન-અન્ય પણ શૃંગાર આદિ કરે છે. એક માત્ર બ્રહ્મચર્યના ઘાતથી આ બધાં દુષણો આવે છે. જે બ્રહ્મચર્ય મહાવ્રત પાલન કરનાર સંયમીજન છે. તેણે સર્વ કાળને માટે આ બધાંનો ત્યાગ કરવો. તપ-નિયમ-શીલ વડે પોતાના આત્માને સદા ભાવિત કરવો. તે સાધુ જીવન પર્વત સ્નાન ન કરે, દાંત સાફ ન કરે, પરસેવો ન લુંછે, મેલ દૂર ન કરે. મૌન રાખે. લોચ કરે, ક્રોધ અને ઈદ્રિયનિગ્રહ કરે, પરિષહો સહે, અલ્પ ઉપાધિ રાખે. કઠણ શા રાખે, જમીન ઉપર બેસે, ભિક્ષાચરી કરે, માન-અપમાન, લાભાલાભમાં સમ વૃત્તિ રાખે નિંદા કે ઉપદ્રવમાં ઉદ્વિગ્ન ન બને, અભિગ્રહ-તપ-મૂળગુણ અને અભ્યસ્થાના દિમાં વિનયવાનું બને. આત્માને વિશુદ્ધ કરે જેથી બધચર્યસૂસ્થિર બને. આ પ્રવચન બ્રહ્મચર્ય વિરમણની રક્ષા માટે ભગવંતે કહેલ છે. આત્મ હિતકર છે. પરલોકમાં શુભ ફળ દેનારું છે. ભાવિમાં કલ્યાણકારી છે. યાવતુ સર્વ દુઃખ વિનાશક છે. આ બ્રહ્મચર્યવ્રતની પાંચ ભાવના આ પ્રમાણે છે. જેના વડે આ વ્રતની સારી રીતે રક્ષા થાય છે. પહેલી ભાવના-સ્ત્રી, પશું, પંડગના વસવાટથી યુક્ત વસતિનો ત્યાગશયન,આસન, ઘર, દ્વાર, આંગણું, ખુલ્લી જગ્યા, ઝરૂખો, શાળા કે તેવી ઊંચી જગ્યા જ્યાંથી મંડનઘર-સ્નાન ઘર આદિ જોઈ શકાય અને ત્યાં સ્ત્રીઓ હોયતો તેવી વસ્તીનો ત્યાગ કરે. વેશ્યા નિમિત્ત બનેલ સ્થાન જ્યાંથી તે સ્ત્રીઓ મોહ-દોષ રતિ-રાગને વધાર નારી કથાઓ કહેતી હોય તેવા સ્થાનનો ત્યાગ કરે. અન્ય પણ આવા સ્થાનો છોડી દે. વિશેષથી કહીએ તો જ્યાં જ્યાં સાધુઓને મનોવિશ્વમ કે બ્રહ્મચર્ય ભંગની શક્યતા જણાય. આd-રૌદ્ર ધ્યાન થાય. તે-તે સ્થાનોને વર્જવા સાધુ સાવદ્ય વસતિ-વાસથી સદા ડરતો હોય તેથી નિર્દોષ સ્થાનમાં વસે, આ રીતે સ્ત્રી-પશું-પગથી રહિત સ્થાનમાં કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53