Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 46
________________ સંવ૨, અધ્યયન-૮ 285 વિનય ભાવ સેવવો. કેમકે વિનય એ તપ છે. તપ પણ ધર્મ છે. તે માટે ગુરુ તથા તપસ્વી નૌ વિનય કરવો. આ રીતે ભાવિત આત્મા અવિનય રૂપ સાવદ્ય અનુષ્ઠાનથી નિવૃત્તિ થાય છે. દત્તાનું જ્ઞાન અવગ્રહમાં રૂચિવાળો થાય છે. - આ રીતે આ ત્રીજું સંવરદ્વારને સારી રીતે પાલન કરતા સુપ્રણિહિત મન વચન કાયાના યોગથી આ પાંચ ભાવનાનું નિત્ય-આમરણાંત આરાધન કરવું. તે અનામ્રવ... વાવતુ..મંગલમય છે ત્રીજું સંવર દ્વારા પુરૂં થયું. તેમાં હું કહું છું. અધ્યયન ૮-સંવરવારની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-સંવરદ્વારઃ૪) 3i9 હે જંબૂ! હવે હું બ્રહ્મચર્ય નામક ચોથા સંવર દ્વારને કહીશ. ઉત્તમ તપ નિયમ જ્ઞાન-દર્શન-ચારિત્ર-વિનયનું મૂળ છે. યમનિયમ-ગુણ પ્રધાનયુક્ત છે, હિમાલયની જેમ મહાન અને તેજસ્વી છે. પ્રશસ્ત- ગંભીર અને સ્થિરતા ગુણ વાળું છે આ બ્રહ્મચર્ય સરળ સાધુજન આચરિત છે. મોક્ષનો માર્ગ અને વિશુદ્ધિ સિદ્ધિ ગતિનો નિવાસ છે. શાશ્વત-અવ્યાબાધ અપુનર્ભવ રૂપ-પ્રશસ્ત છે કલ્યાણ કારી સૌમ્ય અચળ અક્ષય સુખને દેનારું છે. યતિજનોથી સંરક્ષિત છે. સુંદર આચારવાળું છે. તીર્થંકર પરમાત્મા થકી. સારી રીતે પ્રતિપાદીત છે. મહાપુરુષ-ધીર-શૂર-ધાર્મિક-ઘીમાનુ પુરુ પોને માટે સદા વિશુદ્ધ છે. ભવ્ય પુરુષો દ્વારા આચરીત. નિઃશંકીત નિર્ભય શુભ્ર ખેદ રહિત- નિમ્પલેપ સમાધિગૃહ અવિચલિત છે. આ બ્રહ્મચર્ય તપ અને સંયમના મૂળ ધન સમાન છે. પાંચ મહાવ્રતોની વચ્ચે સુરક્ષિત, સમિતિ અને ગુપ્તિથી ગુપ્ત, ધ્યાન રૂપી મજબૂત કમાડોથી રક્ષિત અધ્યાત્મરૂપી અર્ગલાવાળું અને તેનું સેવન કરનારના દુર્ગતિમાર્ગને રોકનારું છે. સદ્દગતિના માર્ગને દર્શાવતું, કમળોથી યુક્ત સરોવર અને તળાવના પાળા જેવું. મોટા ગાડાની ધરી સમાન ક્ષાત્યાદિ ગુણોના તુંબ સમાન, મોટા વૃક્ષની શાખા સમાન આશ્રય આપનારું, માહાનગરના કિલ્લા સમાન, રજ્જુબદ્ધ ઈન્દ્રધ્વજ સમ શોભતું, વિશુદ્ધ એવા અનેક ગુણોથી શોભતું, સારી રીતે ગ્રથિત છે. આ બ્રહ્મચર્યની વિરાધના થતાં સર્વે વિનયશીલ-તપનિયમ-ગુણસમૂહ અચા નક ફૂટેલા ઘડાની જેમ વિનષ્ટ થાય છે. અસ્તવ્યસ્ત-ચૂરેચૂરાવિદારીત-ખંડિત અધો નિયતિત થઈ જાય છે. તે બ્રહ્મચર્ય ઐશ્વર્યશાળી છે. ગ્રહગણ-નક્ષત્ર-તારામાં શોભતા ચંદ્રની જેમ શોભે છે મણિ-મોતી આદિના ઉત્પત્તિ સ્થાનમાં જેમ સમુદ્ર શ્રેષ્ઠ છે. તેમ વ્રતોમાં આ વ્રત શ્રેષ્ઠ છે. મણીમાં વૈડૂર્ય આભૂષણોમાં મુગટ, વસ્ત્રમાં ભીમ યુગલ, પુષ્પોમાં અરવિંદ, ચંદનમાં ગોશીષ ચંદન, ઔષધિ ઉત્પત્તિ સ્થાનમાં હિમાં લય, નદીમાં શીતોદા, સમુદ્રમાં સ્વભૂરમણ, માંડલિક પર્વતોમાં રૂચકવર, હાથીમાં ઐરાવત, મૃગોની વચ્ચે સિંહ, સુવર્ણકુમારમાં વેણુદેવ, કલ્પોમાં બહ્મલોક, સભાઓમાં સુધમાંસભા, આયુષ્યમાં અનુત્તરવાસીદવ, દાનોમાં અભય દાન, કંબલોમાં રક્તકંબલ, સંઘયણોમાં વજઋષભ, સંસ્થાનોમાં સમચતુરસ, ધ્યાન માં શુક્લ ધ્યાન, જ્ઞાનમાં કેવળ જ્ઞાન, લેણ્યામાં શુક્લ વેશ્યા, મુનિઓમાં તિર્થંકર, વાસક્ષેત્રોમાં મહાવિદેહ, પર્વતોમાં મેરું વનોમાં નંદનવન, વૃક્ષોમાં જંબુ, અને રાજાઓમાં સેનાથી યુક્ત રાજા જેમ સર્વ શ્રેષ્ઠ છે તેમ બ્રહ્મચર્યને વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત કહ્યું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53