Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 44
________________ સંવર, આધ્યયન-૮ 283 (અધ્યયન-૮-સવરતાર 3) [38] હે જંબૂ દતાનુસાર સંવર નામક આ ત્રીજું અધ્યયન છે. તે દાતા દ્વારા અપાયેલ વસ્તુનું જ ગ્રહણ કરવા રૂપ મહાવ્રત કહેલ છે. તે ગુણનું પણ કારણ છે. આ વ્રત આરાધનાથી જીવ પારકાના દ્રવ્યને ગ્રહણ કરવાની પ્રવૃત્તિથી વિરક્ત બને છે. અપરિમિત અને અનંત દ્રવ્ય પ્રાપ્તિની જે લાલસા થકી લૂષિત બનેલ મન-વનચ-ની દોષ પ્રવૃત્તિનું નિયંત્રણ થાય છે. તે માટેની હાથ-પગની પ્રવૃત્તિ અટકે છે. આ અદત્તાદાન વિરમણ સંવરથી બાહ્ય અને અત્યંતર પરિગ્રહ દૂર થાય છે. તે સમસ્ત ધમનું પ્રકર્ષ પર્યન્ત છે. ઉપાદેય છે. નિરાશ્રવનિર્ભય લોભરહિત છે. ઉત્તમ એવા જિનેશ્વર પ્રબળ પુરુષ તથા સુવિહિત સાધુજનને માન્ય છે. પરમ સાધુ જનો માટે તે આચરણીય છે. આ ત્રીજા સંવરદ્વાર માટે સાધુજનો એ ગામ આકર નગર નિગમ આદિ સ્થાનો માં કોઈ પણ વસ્તુ મણિમુક્તાદિ કોઈની પડી ગઈ હોય-ભૂલાઈ ગઈ હોય-શોધવા છતાં ન જડી હોય તેને લેવાનું કે બીજાને લેવાનું કહેવું ન કલ્પે. હિરણ્ય-સુવર્ણની સાધુને ઈચ્છા હોતી નથી. માટી ને સુવર્ણમાં સમાન દ્રષ્ટિ હોય છે. અપરિગ્રહી હોય છે. જે કોઈ પણ દ્રવ્ય ખડા-ખેતર-જંગલ ગમે ત્યાં પડેલું હોય, પુષ્પ-ફળ-છાલ-કુપણ-કંદ-મૂળતૃણ-કાષ્ઠ કે કંકર રૂપે હોય તે બધી વસ્તુ થોડી કે વધારે નાની કે મોટી માલિકની અનુજ્ઞા સિવાય- ન કલો. તેના માલિકની આજ્ઞાપૂર્વક જ ગ્રહણ કરવ. જે પોતાનો વિશ્વાસ ન કરતો હોય તેના ઘરે સાધુએ કદી જવું નહીં તેના આહાર-પાણી લેવા નહીં, તેનાં પીઠ-ફલક સંથારો વસ્ત્ર-પાત્ર-કંબલ-દંડ- રહરણનિષઘા-ચોલપટ્ટો મુહપત્તિ-પાદછનક આદિ તથા ભાજન-પાત્રા-ઉપકરણ ઉપાધિ આદિ લેવા નહીં બીજાના દોષ પ્રગટ ન કરવા, નિંદા ન કરવી. બાળગ્લાન માટે લેવાયેલ આહાર ગ્રહણ ન કરવો. બીજાના સુકતનો નાશ થાય તેવા વચનો ન બોલાવા, દાનમાં અંતરાય થાય તેવા વચન ન બોલવા. ચાડી કે ઈષ્યનો ત્યાગ કરવો. જે મુનિ એષણાની વિશુદ્ધિથી પ્રાપ્ત પીઠ-ફલક-દડ આદિ ઉપકરણ-ઉપાધિ પ્રાપ્ત કરીને તેનો વિભાગ કરતા નથી તે વ્રત આરાધી શક્તા નથી. તેનામાં બીજા માટેની સંગ્રહ સૂચિ હોતી નથી. એ જ રીતે તે તપનો-વચનનો-રૂપનો-આચારનો-ભાવનો ચોર હોય છે. મોટેથી બોલનાર, ઝઘડાખોર, કલહકારી, વેર વધારનાર, વિકથાકારી, સમા ધિકારી, સદા અપ્રમાણભોજી, અનતાનુંબદ્ધ વૈરી, નિરોણી થાય છે તેવો સાધુ આ સંવર દ્વારની આરાધના કરી શકતો નથી. ઉપધિવસ્ત્ર- પાત્ર આહાર આદિના દાનમાં કુશળ, અત્યંત બાળ દુર્બળ ગ્લાન વદ્ધ-ક્ષપક પ્રવર્તક- આચાર્ય-ઉપાધ્યાય-શૈક્ષ સાધમિક-તપસ્વી-કુળ ગણ સંઘ એ સર્વે થી સમ્યક જ્ઞાનની પ્રાપ્તિના અર્થીનિર્જરાર્થી-આકાંક્ષારહિત આચાયાદિ દેશની અનેક પ્રકારે વૈયાવચ્ચ કરે તે આ મહાવ્રત પાળી શકે છે. જિનપ્રતિમા જેનું પ્રયોજન છે એવા સાધુ અપ્રીતિવાળા ઘરોથી પીઠ-ફલક-શચ્યા આદિ લેતા નથી. બીજાની નીંદા કરતા નથી, દોષો જોતા નથી, બીજના નિમિતે લાવેલ ગ્રહણ કરતા નથી. બીજાના પરિણામને વિકૃત કરતા નથી, દાન કે વૈયાવચ્ચ કરીને પસ્તાવો કરતા નથી, સંવિભાગ શીલ અને સંગ્રહશીલ હોય છે. એવા સાધુ આ વ્રતની આરાધના કરી શકે છે. પૂર્વે આ પ્રવચન ભગવંતો દ્વારા સારી રીતે કહેવાયેલ છે. આત્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53