Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ આશ્રવ, અધ્યયન-૧ 257 પરિભ્રમણ કરે છે. એકેંદ્રિયપણે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક શરીરધારી, સાધારણ શરીરધારીમાં જીવો જન્મમરણનાં દુઃખો ભોગવે છે. તેમાં પ્રત્યેક શરીરી જીવ સંખ્યાતા કાળ સુધી અને સાધારણ શરીરી જીવ અનંત કાળ સધી અનિષ્ટ દુઃખો અનુભવે છે. એકેદ્રિયપણે ઉત્કૃષ્ટ ઉત્પત્તિ વારંવાર વૃક્ષસ મૂહને વિષે છે. જમીન ખોદાતા પૃથ્વીકાયમાં જીવને દુખ ભોગવવાં પડે છે. પાણીમાં રહેલાં એકેંદ્રિયપણે જીવોને મદવુિં, ઉલેચાવું અને અંધાવું પડે છે. અગ્નિ અને વાયુકાય માં જીવોને પરસ્પર એક બીજા સાથે અથડાવું, હણાવું, મરાવું અને પરસ્પર પરિતાપના વેઠવી પડે છે. આવા એકેઢિયાદિકને વાંચ્છના વિના, નિરર્થકપણે, પોતે નહિ ઉત્પન્ન કરેલાં એવાં દુખો પરને અર્થે ભોગવવાં પડે છે. ઔષધો-આહાર આદિને માટે એકેદ્રિય જીવોને મનુષ્યો ખાંડે છે, છાલ ઉતારે છે, રાંધે છે, ચૂર્ણ કરે છે, દળે છે, કૂટે છે, સકે છે, ગાળ છે, ચોળે છે, સેડવે છે, વિભાગ કરે છે, ભાંગે છે, છેદે છે, છોલે છે, ચુંટે છે, ઝૂડે છે, બાળે છે, ઈત્યાદિ રીતે એકેદ્રિયપણે જીવો દુખોને ભવપરંપરામાં અવિચ્છિન્ન પણે અનુભવતાં ભયાનક સંસારમાં પરિભ્રમણ કરે છે. પ્રાણાતિપાત કરનાર પાપી જીવો એકેદ્રિયપણે અનંત કાળ સુધી દુઃખ ભોગવીને મનુષ્યપણું પામે તેમજ નરકાદિમાં નીકળીને મનુષ્ય પણું પામે, તોપણ તેઓ બાપડા પુણ્યરહિત હોઈને વિકૃત અંગો અને વિકલા રુપને પામે છે. તેઓ કુબડા, વાંકા શરીરવાળા, ઠીંગણા, બહેરા, કાળા, કોઢવાળા, પાંગળા, ગાત્ર રહિત, મૂંગા, બોબડા, આંધળા, એક આંખવાળા, રોગ-વ્યાધિથી પીડાતા, અલ્પાયુષી, શસ્ત્રથી વિનાશ પામતા, મૂર્ખ. કુલક્ષણા, દુબળા, કુરુપ, રાંક, હલકા કુળના, બળ સત્વ થી હીન, સુખરહિત, અશુભ દુઃખ ભોગવાનારા મનુષ્યપણે ઉત્પન્ન થાય છે. નરકમાં ભોગવતાં બાકી રહેલાં કર્મો ભોગવવા નારકી તીર્વચ અને ભુંડા માણસના અવતાર પણે પરિભ્રમણ કરતાં અનંત દુઃખને એ પાપ કરનારાઓ પામે છે. એ પ્રમાણે હિંસા કરનારાઓ આ લોક અને પરલોકમાં હિંસાના ફળ-વિપાકને ભોગવે છે. એ ફળવિ પાકમાં અલ્પ સુખ, બહુ દુખ રહેલું છે. જેનો કમ રુપ મેલ બહુ ચીકણો છે, દારુણ છે, કર્કશ છે, આકરો છે, હજારો વર્ષ સુધી ન છૂટે તેવો છે, તેને તે કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી અને તે સિવાય મુક્તિ પણ નથી. આ પ્રમાણે જ્ઞાનકુલનંદન મહાત્મા જેણે રાગદ્વેષને જીત્યા છે. જેનું “વીર” એવું શ્રેષ્ઠ નામ છે, તેમણે પ્રાણવધનો ફળવિપાક કહ્યો છે. એ પ્રાણવધ પાપકારી, પ્રચંડ, રુદ્રાક્ષુદ્ર જનોએ આચરેલો, અનાર્યોએ કરેલો, દયારહિત, ઘાતકી, મહાભયકારી, બીક ના કારણરુપ, ભીષણ ત્રાસકારકસ અન્યાયકારક, ઉદ્વેગકારક, જીવરક્ષાની અપેક્ષા. રહિત, ધર્મરહિત, સ્નેહરહિત કરુણારહિત, જલ્દીથી નરકમાં લઈ જનાર, મોહના મહા ભયનો પ્રવર્તનકાર અને મરણથી દીનતા લાવનાર છે. એ રીતે પહલું અધર્મદ્વાર પૂરું. | અધ્યયનઃ૧ આસવદાર-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન૨ આશ્રવાર-૨) [9] હવે (અધમ, આસવ દ્વારનું બીજું અધ્યયન કહીશ. મૃષાવાદ ગુણગૌરવ રહિત છે, ચપળ, પુરુષ બોલે છે, ભયકારક છે, દુઃખકારક છે. અપયશકારક છે, વૈર કારક છે, રાગદ્વેષ એવાં લક્ષણવાળો મનફ્લેશ ઉપજાવે છે, શુભ ફળથી રહિત માયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53