Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ આશ્રવ, અધ્યયન-૪ 275 પોતેજ જરાયુંજ રસજ સંસ્વેદજ સંમૂર્ણિત ઉભિજ્જ તથા નારકી દેવતામાં તેઓ ઉપજે. ચારે ગતિમાં જરા, મરણ, રોગ, શોક આદિએ કરી શોકભર્યા સંસારમાં ઘણા પલ્યોપમ સાગરપમ સુધી, અનાદિ-અનંત અને દીર્ધ કાળવાળી એવી ચાર ગતિરુપ સંસાર અટવીમાં એ મોહને વશ પડેલાં જીવો વારંવાર પરિભ્રમણ કરે છે. અબ્રહ્મચર્યનો ફળવિપાક એવા પ્રકારનો છે. અબ્રહ્મચર્ય ઈહલોકમાં અને પરલોકમાં અલ્પ સુખ આપનારું અને બહું દુઃખ આપનારું છે, મહા ભયરુપ છે, ધણા કર્મ રૂપી મેલથી આકરું છે, દારુણ-કર્કશ-અશાતા ઉપજાવનારું છે, હજારો વર્ષે પણ અણભોગવ્યે ન છૂટે તેવું છે. અધ્યયન આસવાર ની નિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃપ-આવકારઃ 5) [૨૧]હે જંબૂ! હવે હું આઅવદ્વારનું પાંચમું અધ્યયન પરિગ્રહ વિષે નિશ્ચય કરીને જેમ છે તેમ કહું છું તે સાંભળ. વિવિધ પ્રકારનાં મણિ, સવર્ણ, રત્ન, મૂલ્યવાન, પરિમલ સુગંધ, પુત્ર- સ્ત્રી આદિ પરિવાર, દાસીઓ, દાસ ચાકર, પ્રેષ્ઠ ઘોડા, હાથી, ગાય, ભેંસ, ઉંટ, ગધેડા, બકરાં, શિબિકા ગાડાં, રથ, યાન યુગ્મ સ્પંદન પલંગાદિ શયન, ધન, ધાન્ય, પાણી, ભોજન, વસ્ત્ર, ગંધ માલા, વાસણ, ભવન ઈત્યાદિ વિધવિધ વસ્તુઓને રાજા ભોગવે છે. તેમજ બહુવિધ ભરતક્ષેત્ર છે તેમાં અનેક પર્વતો, નગર, આદિ હજારો સ્થાનો આવેલાં છે. એવા ભરતક્ષેત્રને તેમજ ભયરહિત. પૃથ્વીને એક છત્રે, સાગર સહિત ભોગવતા છતાં રાજાની તૃષ્ણા અપરિમિત અને અનંત રહે છે. તેમની સાથે મોટી ને મોટી ઈચ્છાપે પરિગ્રહનું વૃક્ષ વધવા લાગે છે. એ વૃક્ષના નરકમ જાડાં મૂળ છે. લોભ, સંગ્રામ અને કષાય રુપ મોટું થડ છે, સેંકડો ચિંતાપે અંતરરહિત વિસ્તીર્ણ શાખાઓ છે, ગવરુપે વિસ્તાર વંત ઉપલી અને મધ્ય ભાગની પ્રતિશાખાઓ છે, માયાકપટપ છાલ, પાંદડાં અને નાની ટીશીઓ છે, કામ-ભોગા પુષ્પ-ફળ છે, શરીરનો ખેદ, મનનો ખેદ, કલહ, એ વડે કંપતો તેનો શિખરનો ભાગ છે; એવા પરિગ્રહ રુપી વૃક્ષને રાજા પૂજે છે, જે નિલભતારુપ માર્ગ છે તે માર્ગની અર્ગલાય એ પરિગ્રહ વૃક્ષ છે. [૨૨]એ પરિગ્રહનાં ગુણનિષ્પન્ન 30 નામો આ પ્રમાણે છે પરિગ્રહ, સંચય ચય ઉપચય નિધાન સંભાર સંકર આદર પીંડો બનાવવો, દ્રવ્યસાર મહેચ્છા, પ્રતિબંધ લોભસ્વભાવ, મોટી ચાયના, ઉપકરણ સંરક્ષણ ભારનું કારણ, અનર્થનું ઉત્પાદન, ફ્લેશ નો કરડિયો, ધન ધાન્યાનો વિસ્તાર, અનર્થનું કારણ, સંસ્તવ મનનું અગોપન, શરીરનો આયાસ અવિયોગ અમુક્તિ તૃષ્ણા, અનર્થકધનાદિનો આસંગ,અસંતુષ્ટ વૃત્તિ. [૨૩પરિગ્રહ કરનારાઓ મમત્વ મૂચ્છથી ગ્રસ્ત અને લોભગ્રસ્ત હોય છે. ભવનપતિ આદિ વિમાનવાસી દેવો પણ પરિગ્રહની ઐચિવાળા અને વિવિધ પ્રકારના પરિગ્રહ કરવાની બુદ્ધિવાળા હોય છે. દેવતાઓ જેવા કે અસુરકુમાર, વ્યંતરો આ દેવો મહા ઋદ્ધિવંત છે, ઉત્તમ છે; એ ચારે પ્રકારના દેવતાઓ પરિષદ સહિત છે, પણ તેઓ મમતા કરે છે. હવે તેમના પરિગ્રહની વસ્તુઓ કહે છે, ભવન, વાહન, યાન આસન, નાના પ્રકારનાં વસ્ત્ર, ભૂષણ, ઉત્તમ હથિયારો, નાના પ્રકારનાં પાંચ વર્ણનાં મણિરત્નોનો દિવ્ય સંચય, વિવિધ પાત્રો, સ્વેચ્છાએ કરીને નાના પ્રકારના રુપ વિકુર્વે તેવી અપ્સરાઓનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53