Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ 280 પાવાગર- 2635 રહિત અનાત્માર્થી બને અને આહાર કરતી વેળાએ સુર-સુર કે ચવડ-ચવડ ન કરે. બહુ જલ્દીથી કે બહુ ધીમેથી ન ખાય.જમીન ઉપર દાણાનવેરે મોટાપાત્રમાં જયણા પૂર્વક સાવધાની રાખીને-સંયોજનાદિ દોષ રહિત બનીને રાગ કે દ્વેષ રહિત પણે ફક્ત ઉદર પૂર્તિ અર્થે-સંયમયાત્રાના નિર્વાહને માટે પ્રાણ ધારણ કરવા સંયતમુનિ જયણા પૂર્વક અને સમભાવથી આહાર કરે. આહાર સમિતિ યોગથી ભાવિત આત્મા થાય છે. નિર્મળ અસંક્લિષ્ટ-વિશુદ્ધ ચારિત્રભાવનાથી અહિંસક-સંયતના એવા સુસાધુ બની જાય છે. પાંચમી આદાન-નિક્ષેપ સમિતિ ભાવના-પાટ-બાજોઠ શય્યા સંથારો વસ્ત્ર પાત્ર-કંબલ-દંડ-રજોહરણ મુહપત્તિ-પાદસ્પ્રીંછનક આ બધા સંયમના પોષણ માટેના ઉપકરણો છે. તેથી તેના દ્વારા પવન, આતપ, તડકો, દશ, મશક અને શીતથી રક્ષણ પામવાને માટે મુનિએ રાગદ્વેષરહિત તેને ધારણ કરવા જોઈએ. તેને હંમેશા પડિલે હણ-પ્રસ્ફોટ-પ્રમાર્જન રાત-દિવસ અપ્રમત્ત પણે સમયાનુસાર નિરીક્ષણ અને નિક્ષેપ કરવા જોઈએ. ભાજન-ઉપકરણ-ઉપધિની લે-મૂકમાં જયણા તે આ આદાન ખંડ નિક્ષેપણ સમિતિ તેના યોગથી અંતરાત્મા ભાવિત થાય છે. નિર્મળ-અસંકિલિસ્ટ અને વિશુદ્ધ ચારિત્ર ભાવનાથી અહિંસક અને સંયત એવા સુસાધુ બને છે. આ પ્રમાણે આ સંવરના દ્વારનો સમ્યક સંવરથી સુપ્રણિધાન થાય છે. આ પાંચ કારણ વડે મન-વચન-કાયા સારી રીતે સુરક્ષિત કરી નિત્ય-આજીવન આ અહિંસા દ્વારનું ધૃત્તિ અને પ્રતિ પૂર્વક પરિપાલન કરવું. આ અહિંસારૂપ સંવર યોગ અનાશ્રય -અષ-અચ્છિદૂ-અપરિશ્રાવી-અસંક્લિષ્ટ અને શુદ્ધ છે. સર્વ જિનેશ્વરોએ માન્ય કરેલ છે. ઉક્ત પ્રથમ દ્વારની સારી રીતે સ્પર્શના પાલના શોધના તરણા કીર્તના -આરાધના-આજ્ઞાની અનુપાલના કરવી એમ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે કહેલ છે તે પ્રસિદ્ધ છે-સિદ્ધ છે-સિદ્ધ થયેલાના ઉત્તમ અનુશાસન રૂપ છે. પરમાત્માએ કહેલ છે-ઉપદેશેલ છે-પ્રશંસેલ છે- એ પ્રમાણે આ પહેલું સંવર દ્વારા પૂર્ણ થયું. 8 અધ્યયન-સંવરકાર-૧નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણ (અધ્યયન-૭-સંવરતાર 2) [૩૬]હે જંબૂ! બીજુ સંવર દ્વાર તે સત્યવચન. તે શુદ્ધ છે, પવિત્ર છે, કલ્યાણકારી છે,સુમત- સુભાષિત- સુવ્રત-સુકથિત-સુવૃષ્ટિ- સુપ્રતિષ્ઠિત સુપ્રસિદ્ધય શવાળું સુસંયમિત છે. દેવ-ચક્રવર્તી પ્રવર સુવિહિત જનમાન્ય-શ્રેષ્ઠ ક્રિયાશાળી સાધુના ધમનુષ્ઠાન રૂપ, તપ નિયમોથી પરિગૃહિત સદ્દગતિના પથનું દેશક, લોકોત્તમ એવું આ વચન છે. વિદ્યા ધરોની આકાશ ગામીની વિદ્યાનું સાધક, સ્વર્ગનો માર્ગ અને સિદ્ધિના પથનું પ્રદર્શક છે, અવિતથ એવું તે સત્ય ઋજુક, અકુટીલ, ભૂતાર્થ અર્થ વિશુદ્ધ, સમસ્ત જીવાદિનું પ્રકાશક, પ્રતિપાદક છે, અવિરુદ્ધ રૂપે પોતાના સ્વરૂપનું પ્રતિપાદક, મધુર, પ્રત્યક્ષ દેવ જેવું છે. આ જે સત્યવચન છે તે આશ્ચર્યકારી, સમુદ્રમધ્યે પણ નૌકાને ડૂબતી બચાવનારું, પાણીના વમળમાં ફસાયેલ મનુષ્યને બચાવ નારું, અગ્નિની જ્વાળામાં પણ સત્ય વાદીને ન બાળનારું, ઉકાળેલ તેલ કે લાલચોળ લોઢાના સ્પર્શને પણ દૂર કરનારું, તેવા ઉષ્ણ પદાર્થ હાથમાં લે તો પણ ન દઝાડનારું, પર્વત ઉપરથી ફેંકવામાં આવે તો પણ તેના પ્રભાવે બચાવનારું એવું આ સત્યવચન છે. - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53