Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ સંવર, અધ્યયન 279 ન કલ્ય, ચિકિત્સા-મંત્ર-વનૌષધિ. આહાર પણ ન કહ્યું. લક્ષણ ઉત્પાત જ્યોતિષ નિમિત્ત સ્વપ્ર ફળ.- કામ કથાદિ- કુતૂહલ પ્રેરકાદિ રીતે ભિક્ષા લેવી સાધુને ન કહ્યું. એ જ રીતે દભવૃત્તિ-સંરક્ષણ-શાસન પ્રયોગ પ્રશંસા-બહુમાન આપીને પૂજા કરીને હિલનાનિંદા ગહનતજના તાડના-ભય બતાવીને-અભિમાન ક્રોધવાચક વૃત્તિ-આદિથી ગોચરીની ગવેષણા કરવી જોઈએ નહીં. તેમજ મિત્રતા પ્રાર્થના સેવના દ્વારા ગોચરીની ગવેષણા કરવી નહીં. પરંતુ અજ્ઞાન-અમૃદ્ધ અદ્ધિષ્ટ અદીન માનસિક વિકાર રહિત-અકરુણ અવિષાદ તનાવ ત્યાગીને-સંયમમાં ઉદ્યમી રહીને ચારિત્ર વિનય યુક્ત-સમાધિગુણ યુક્ત. એવા થઈને ભિક્ષાની ગવેષણા-શોધ કરે. આ પ્રવચન જગતના છકાયના જીવોની રક્ષા રૂપ દયાના નિમિતે ભગવંતે કહેલ છે. તે જીવોને હિતકત, પરભવમાં શુભ ફળદાયી, ભાવિમાં કલ્યાણકારી, શુદ્ધ, ન્યાય યુક્ત, અકુટિલ, અનુત્તમ, સર્વ દુઃખોનું ઉપદામન કરનાર છે. 1 [૩પ આ પ્રથમ વ્રતની પાંચ ભાવનાઓ છે. તેના વડે પ્રાણાતિપાત વિરમણ વ્રતની સારી રીતે રક્ષા થાય છે. ૧-લેશ ન થાય તે રીતે જ્યણાપૂર્વક નમન કરવું તે આ રીતે યુગપ્રમાણે ભૂમિનું અવલોકન કરતાં વૃષ્ટિ વડે કીડા, પતંગીયા ત્રણ સ્થાવર જીવોની દયાપૂર્વક, પુષ્પ ફળ-છાલપ્રવાલ-કંદ-મૂળ-પાણી-માટી-બીજ-હરિતકાય ને પરિવર્જીને નિત્ય ઈસમિતિપૂર્વક અવજ્ઞા નિંદા- ગઈ હિંસા છેદન ભેદન વધને યોગ્ય બનતા નથી. તેમજ કોઈપણ પ્રકારના ભય અને દુઃખને પ્રાપ્ત કરવા યોગ્ય બનતા નથી. આ પ્રકારે ઈયસિમિતિના યોગથી આત્મા ભાવિતાત્મા બને છે. મલિનતા રહિત-અસંકલિષ્ટ-અક્ષત ચારિત્ર ભાવનાથી સાધુ અહિંસક અને સંયમી થાય છે. બીજી મનોગુપ્તિ ભાવના-અશુભ મનથી જીવ પાપનુ ઉપાર્જન કરે છે. તે અધર્મરૂપ છે. દાણ છે, નૃશંસ છે, વધ-બંધન અને ક્લેશના કારણભૂત છે, મરણ ભયપરિક્લેશ દેનાર છે. તેથી કોઈપણ કાળે સહેજ પણ પાપકારી મનથી અશુભ વિચારણા ન કરવી અને મન સમિતિ વડે અંતરાત્માને ભાવિત કરવો. તે ભાવિતાત્મા અશ બલ-અસંકિલિસ્ટ-વિશુદ્ધ ચારિત્ર ભાવથી સાધુ અહિંસક અને સંયમી બને છે. ત્રીજી વનચસમિતિભાવના-સાવદ્ય વાણીથી પાપનો બંધ થાય છે. પાપકારી વચન ન બોલવા એ રીતે વચનસમિતિ ભાવિતાત્મા થાય છે. નિર્મળ અસંક્લિષ્ટ અને વિશુદ્ધ ચારિત્રભાવથી સાધુ અહિંસક અને સંયમી બને છે. ચોથી આહાર એષણામાં શુદ્ધ-નિર્દોષ-ગવેષણા કરવી. અજ્ઞાન અમૃદ્ધ અદુષ્ટ અદિન-અવિમાન અકરુણ અવિષાદ-અપરિહંત જોગી યાવતુ ભિક્ષાચર્યામાં નિર્દોષ ગ્રહણ કરનાર, ગુરુજન પાસે આવીને ગમનાગમન અતિચારની આલોચના કરે, પ્રતિ ક્રમણ કરે, ગુરુજનના ઉપદેશ પૂર્વક નિરતિચાર અને અપ્રમત્ત બની ફરી અનેષણા પદને પ્રતિક્રમી સુખ પૂર્વક બેસે મુહૂર્ત માત્ર ધ્યાન-શુભ યોગ-જ્ઞાન-સ્વાધ્યાયમાં મનને ગોપ વીને ધર્મમય બની. મનને વિકાર રહિત રાખી. શુભ-વિગ્રહ રહિત-સમાધિ અને શ્રદ્ધા સંવેગ નિર્જરા યુક્ત મનવાળો બને, પ્રવચન વત્સલતાથી ભાવિત મનવાળો થઈ પોતાના સ્થાનેથી ઉઠીને પયયક્રમે સાધુઓને ભાવથી નિમંત્રણ કરે અને ગુરુ આજ્ઞા પ્રાપ્ત થતા આસને બેસી મસ્તકથી આરંભી હાથ સુધીની સમગ્ર કાયાની પ્રમાર્જના કરી આહારના વિષયમાં અમૂર્ણિત અગૃદ્ધિત-અગહિત અનાબદ્ધ લોલુપતારહિત- ક્લેશ રહિત લોભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53