Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ 274 પાવાગરણ-૧૪૨૦ રેખાઓ સતેજ છે; પુષ્ટ અને ઉંચી કાખ તથા બસ્તીપ્રદેશ છે, પરિપૂર્ણ પુષ્ટ ગાલ છે, ચાર આગળના માપની, શંખને આકાર, રેખા સહિત તેમની ગ્રીવા-ડોક છે, માંસલ તથા રુડા આકારની તેમની હડપચી છે; દાડમનાં કુલ સમાન રાતો, પુષ્ટ, જરા લાંબો, આકુંચિત એવા સુંદર નીચેનો હોઠ છે; નિર્મલ તેમના દાંત છે લાલ કમળ અને લાલ પદ્મપત્ર સમાન સુકોમળ તેમનું તાળવું અને જીભ છે, કરેણની કળી સરખી વાંકી, ઉંચી અને સરળ તેમની નાસિકા છે, સુલક્ષણયુક્ત, પ્રશસ્ત, નિર્મળ, મનોહર, તેમનાં નયનો છે, થોડા નમાવેલા ધનુષ્ય સરખી, મનોહર, કાળી વાદળની રેખાસમી, એક સરખી, પાતળી, કાળી અને સતેજ તેમની ભ્રમરો છે, સુંદર આકારવાળા, પ્રમાણયુક્ત અને ઋા તેમના કાન છે, પુષ્ટ અને સુંવાળા તેમના ગાલ છે, ચાર આંગલ જેટલું વિશાળ તેમનું લલાટ છે, કાર્તિક માસની પૂર્ણિમાના ચંદ્રનું સરખું નિર્મળ, પરિપૂર્ણ ચંદ્રમાં જેવું તેમનું વદન છે; છત્ર સરખું મસ્તક છે. અત્યંત કાળા અને સતેજ તથા લાંબ તેમના મસ્તકના કેશ છે; બત્રીશ લક્ષણ તેઓ શરીર પર ધારણ કરે છે; હંસ સરખી તેમની ગતિ છે, કોયલના જેવી મધુર તેમની વાણી છે; સર્વ જનને કમનીય અને વલ્લભપ્રિય છે, ચામડીની કરચલી, સફેદ કેશ, વ્યંગ દુષ્ટ વર્ણ વ્યાધિ. દુર્ભાગ્ય, શોક ઈત્યાદિથી તેઓ રહિત છે, ઉંચપણે પુરુષથી થોડી ઓછી ઉંચી છે, શૃંગાર રસના આગાર રુપ સુંદર તેમનો વેશ છે; સુંદર સ્તન, જઘન, વદન, હાથ, પગ, નેત્ર, લાવણ્ય, સ્પ, યૌવન એ ગુણે કરીને સહિત છે, નંદન વનના વિવર માં એ અપ્સરાની જેમ પરિભ્રમણ કરે છે. ઉત્તરકુરને વિષે મનુષ્ય રુપે અપ્સરા સરખી, આશ્ચર્ય ઉપજાવનારી, દેખવાયોગ્ય ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાળીને પણ કામ ભોગને વિષે અતૃપ્ત રહી થકી મૃત્યધર્મને પામે છે. [૨૧]મૈથુનસંજ્ઞામાં વૃદ્ધ અને મોહ-અજ્ઞાનથી ભરેલા તેઓ વિષરુપી વિષની ઉદીરણા કરતા એક બીજાને શસ્ત્ર કરીને હણે છે. વળી, કેટલાકો પરસ્ત્રીની સાથે પ્રવર્તતા બીજાઓથી હણાય છે. વાત જાહેર થતાં તેઓના ધનનો અને સ્વજનાદિકનો નાશ થાય છે પરસ્ત્રી થકી જેઓ નિવત્ય નથી, મૈથુનસંજ્ઞામાં વૃદ્ધ છે, મોહે ભરેલા છે. તેવા અશ્વ, હાથી, ગોધા, મહીષ, મૃગો, કામવ્યાકુળતાથી પરસ્પર મારામારી કરે છે, તેમજ કામ મનુષ્યો, વાંદરા અને પક્ષીમાં માંહોમાંહે વિરોધ કરે છે, મિત્ર હોય તે વેરી થાય છે. પરદા રાગામી મનુષ્યો સિદ્ધાન્તના અર્થને, ધર્મને સમાચારીને કશા લેખામાં ગણતા નથી. ધર્મના ગુણને વિષે રક્ત એવો બ્રહ્મચારી પર દારાના સેવનથી ક્ષણમાત્રમાં ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. તેથી અપયશ, અપકીર્તિ, વ્યાધિને વધારે છે, અને બેઉ લોકમાં દુરારાધક થાય છે. પરદારાથી જેઓ નિવત્યા નથી તેમાંનાં કોઈ પરારાને શોધતાં પકડાય છે, હણાય અને બેડીમાં રુંધાય છે, એ પ્રમાણે અત્યંત મોહ-મુગ્ધતા 5 સંજ્ઞા મૈથુનનું કારણ છે અને તેથી પરાભવેલા જીવો દુર્ગતિને પામે છે. વળી જુદાં જુદાં શાસ્ત્રોને વિષે પણ સાંભળવામાં આવ્યું છે કે પૂર્વે (તેજકારણથી) લોકોની ક્ષય કરનારાં યુદ્ધો થયાં છે. સીતા, દ્રૌપદી, અમિણી, ઈત્યાદિ અનેક સ્ત્રીઓને અર્થે સંગ્રામો થયેલાં સંભળાય છે. એ પ્રમાણે થયેલાં યુદ્ધો અધમનાં-વિષયનાં મૂળ છે. અબ્રહ્મ ચર્યને સેવનારા ઈહલોકથી અને પરલોકને વિષે પણ નષ્ટ થાય છે. મહામોહરૂપી અંધકારને વિષે અને ઘોર જીવસ્થાનને વિષે પડીને તેઓ નષ્ટ થાય છે, ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત, સાધારણ-અનંતકાય, પ્રત્યેક વનસ્પતિમાં તેઓ ઉપજે, વળી અંડજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53