Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 33
________________ 272 પહાવાગર- 14/19 ઉત્તમ છે, ભોગનાં લક્ષણ ભોગની રેષાઓને ધારણ કરનારા છે, ભોગે કરીને શોભાય માન છે, પ્રશસ્ત -સૌમ્ય-પ્રતિપૂર્ણ રુપે કરીને દર્શન કરવા યોગ્ય છે, સુઘટિત અવયવોએ કરીને સુંદર અંગવાળા છે, લાલા કમળપત્ર જેવા મનોહર તેમનાં હાથપગનાં તળીયાં છે, ડા આકારના કાચબા જેવાં તેમના સુંદર ચરણ છે, સુસંહત તેમની આંગળીઓ છે, ઉંચા-પાતળા-લાલ અને સ્નિગ્ધ તેમનાં નખ છે, સુઘટિત સુશ્લિષ્ઠ અને માંસલ તેમની પગની ઘુંટીઓ છે, મૃગલીની જંઘા ઉપર જેમ કુસ્ત્રવિંદનાં તૃણના જેવા આવર્તક જેવી જંઘા છે, દાબડાના ઢાંકણાના જેવા સ્વભાવે કરીને માંસલ તેમના ઘુંટણ છે, ઉત્તમ મત્ત હાથીના જેવી વિલાસયુક્ત હીંડવાની ગતિ છે, સુંદર ઘોડાના સરખું તેમનું ગુહ્યાંગ છે, જાતવંત ઘોડાના જેવો તેમનો મળરહિત દેહ છે વર્તુલાકારે તેમની કમર છે, ગંગાના આવર્તન પેઠે, દક્ષિણા વર્તની પેઠે, તરંગલંગની પેઠે, સૂર્યકિરણથી જાગૃત થઈને વિક સિત થયેલા કમલની પેઠે ગંભીર તથા વિકટ તેમની નાભિ છે, એકઠી બાંધેલી ત્રગડી જેવો, મુશળ જેવો, દર્પણ જેવા નિર્મળ કરેલા સુંદર સોના બનાવેલી તલવારની મૂઠના જેવો અને વજના જેવો પાતળો તેમના શરીરનો મધ્યભાગ છે; સરલ સુપ્રમાણયુક્ત અવિરલ, સ્વાભાવિક સુક્ષ્મ, કાળી, સ્નિગ્ધ-તેજવંત, શોભાયુક્ત, મનોહર, સુકુમાર, અને સુકો મળ એવી તેમની રોજરાજિ છે, મત્સ્ય અને પંખી જેવી સુંદર અને માંસલ તેમની કુક્ષી- જઠર દેશ મત્સ્યના જેવું તેમનું ઉદર છે, નીચાં- નીચાં નમતાં, સંગત- સુંદર, સુપ્રમાણયુક્ત રમણીય તેમનાં પાસાં છે, કનકના સરખી તેમની કાન્તી છે, નિર્મળ, ડો અને રોગરહિત તેમનો દેહ છે, સોનાની શિલાના તળીયા જેવી, પ્રશસ્ત, અવિષમ, સમાંસલ, વિસ્તીર્ણ અને પહોળી તેમની છાતી છે, ધૂસરા સરખા, માંસલ, રમણીય અને મોટા હાથના પોંચા છે, સુસંસ્થિત, સુશ્લિષ્ઠ, વિશિષ્ટ મનોજ્ઞ, સુનિશ્ચિત-શુભ પુદ્ગલ યુક્ત, વિશાળ, દૃઢ ને સુબદ્ધ અસ્થિ ના સંધી છે, મોટા નગરની ભોગળ સરખી વર્તુલા કાર તેમની ભુજાઓ છે; રમણીય અને ગોળ અર્ગલા જેવા દીર્ધ તેમનાં બાહુ છે, લાલ હથેળીવાળા મૃદુ, માંસલ, શુભ લક્ષણયુક્ત, પ્રશસ્ત, અછિદ્ર- અવિરલ આંગળીઓથી યુક્ત તેમના હાથ છે, પુષ્ટ, સુંદર અને કોમળ તેમની આંગળીઓ છે; લાલ, પાતળા, પ્રકારની રેખાઓ છે, સૂર્ય-ચંદ્ર-શંખ-ચક્ર દક્ષિણાવર્ત સાથીઓ એમ જૂદી જૂદી સુંદર હાથ માંહેનીરેખાઓછે,મહીષ,શકરવરાહસિંહ,શાર્દૂલ,વૃષભ,હાથી સમાન વિસ્તીર્ણ તેમનો સ્કંધપ્રદેશ છે, ચાર આંગળ પ્રમાણની શંખના સરખી તેમની ગ્રીવા ડોક છે; યથાવસ્થિત શોભાયુક્ત મૂછ છે, માંસલ, ડી, પ્રશસ્ત સિંહ સરખી વિસ્તીર્ણ હડપચી છે. પાકે બીંબફળ જેવા લાલ નીચલા હોઠ છે, ધોળી, ચંદ્રમાના ટુકડા જેવી સફેદ, નિર્મલ શંખ જેવી, ગાયના દૂધ જેવી, સમુદ્ર ફીણ જેવી, કુંદનાં પુષ્પ જેવી પાણીનાં ટીંપા જેવી, કમળ જેવી ધોળી દાંતની હાર છે; અગ્નિથી તપાવેલા નિર્મલ ઉના સુવર્ણના જેવું લાલ તેમનું તાળવું અને જીભ છે, ગરુડની ચાંચ જેવી લાંબી, સરલ અને ઉંચી તેમની નાસિકા છે, ખીલેલા પુંડરીક-કમળ સરખાં તેમનાં નયન છે, વિકસેલી, સફેદ, પાંપળ સહિત તેમની આંખો છે; થોડા નમાવેલા ધનુષ્ય સરખી, મનોહર વાદ ળાની રેખા જેવી કાળી, સંસ્થિત, એકસરખી, લાંબી, સુદંર તેમની ભ્રમરો છે, સુંદર આકારવાળા તેમના કાન છે, પુષ્ટ અને માંસલ ગાલનો પ્રદેશ છે, તાજા ઉગેલા બાલચંદ્રના આકારનું તેમનું સ્નાયું કરી સહિત, ઉન્નત શિકર સહિત ઘરના જેવું વર્તુલાકારે તેમનું મસ્તક છે, અગ્નિમાં તપા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53