Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ 264 પહાવાગર- 1/3/15 કસ્સાજનક વિલાપના સ્વરો સંભળાય છે. મસ્તક વિનાનાં ધડો નીચે રહેલાં છે, લોલુપી ગીધનાં ટોળાં ભમતાં હોવાથી ગાઢ અંધકાર છવાઈ રહ્યો છે, પૃથ્વીને કંપિત કરનારા દેવો રાજાઓ પ્રત્યક્ષ શમશાન જેવા અત્યંત ભયંકર બીહામણાં અને કણે કરી પ્રવેશ કરી શકાય તેવા સંગ્રામના ગહન સ્થાનમાં પારકા ધનની વાંચ્છના કરીને પ્રવેશ કરે છે. બીજા પગપાળા, ચોરના ટોળાને પ્રવતવનાર સેનાપતી, અટવીના વિષમ પ્રદેશ માં રહેનારા, સેંકડો પ્રકારના ચિન્હાટ બાંધનારાઓ ધનના લોભથી પારકા દેશને હણે છે. ધનને માટે લુબ્ધ થયેલા સમુદ્રો ચોરો રત્નાકર સમુદ્રમાં આકુળવ્યાકુળ થયેલું વહાણ ડોલે છે તથા તેમાંના મુસાફરો ભયથી કકળાટ કરે છે. વિપુલ વાયુના વેગથી ઉછળતા સમુદ્રનાં પાણીના ફીણથી અંધકાર છવાઈ ગયો છે. પાણીનાં મોજા, ત્વરિત ગતિએ સર્વ દિશાએથી આવીને વાયુથી ક્ષુબ્ધ થતાં કાંઠાની સાથે અથડાય છે. જેમાં પાણીના મોટા વમળ પડે છે, ઉંડા પેસે છે, ઉંચા ઉછળે છે અને નીચે પડે છે, જે એટલી ઉતાવળી ગતિએ જાય છે કે અતિ કઠોર સ્પર્શથી અથડાઈ એ પ્રચંડ વ્યાકુળ થયેલા પાણીના ભાગ થઈ જાય છે, તેવા તરંગ અને કલ્લોલથી વ્યાપ્ત સમુદ્રમાં મોટા મગર મચ્છ, કાચબા, મહોરગ, જળચર પ્રાણી ઈત્યાદિ માંહોમાંહે પ્રહાર કરવાને ઘસે છે અને તેવા અસંખ્ય ભયંકર જળચરો ભયંકર શબ્દ કરીને ધણો ભય ઉપજાવે છે. ઉપદ્રવના ઠામ૫, ત્રાસ ઉપજાવ નાર, આકાશની પેઠે પાર ન પમાય તેવો, આલંબનરહિત, ઉત્પાતથી ઉત્પન્ન થયેલા પવનના યોગથી અત્યંત વેગવાળો તથાં ઉપરાઉપરી ઉછળતાં તરંગોથી યુક્ત, ગર્વ યુક્ત, અતિ વેગવાળો, દ્રષ્ટિમાર્ગને આચ્છાદતો, કોઈ સ્થળે ગંભીર, કોઈ સ્થળે વિસ્તીર્ણ, ગાજતો ગુંજારવ કરતો, કડાકા કરતો, લાંબા કાળ સુધી દૂરથી સંભળાતો એવો ગંભીર ઘુઘવાટ કરતો સમુદ્ર છે અને તેમાં મુસાફરી કરનારાઓના માર્ગમાં કોપિત થયેલા, યક્ષ, રાક્ષસ, કુષ્માંડ, પિશાચ વગેરે હજારો ઉપસર્ગો તથા ઉત્પાત ઉત્પન્ન ખરે છે, તે વ્યંતર દેવોને શાન્ત કરવાને માટે વહાણવટીઓ બલિદાન, હોમ, ધૂપ, અધરનું બલિ દાન, પૂજન-અર્ચન વગેરે કરવામાં યત્નશીલ રહે છે. સમુદ્રનો અંત બહુ દુષ્કર છે. દુઃખે સેવાય તેવો, જેમાં પ્રવેશવું દુષ્કર છે તેવાં, દુખે ઉતરી શકાય તેવો, અને ખારા પાણીથી ભરેલો એવા સમુદ્રમાં ઉંચા કરેલા કાળા સઢવાળા, ઉતાવળે ચાલે તેવા, વહાણમાં બેસીને. દૂર દૂર જઈને પરદ્રવ્યને હરનારા, અનુકંપા રહિત તથા પરલોકનાં ભયથી રહિત ચોર લોકો વહાણવટીઓના વહાણને ભાંગે છે અને તેમને લૂંટે છે. ગામ, આગર, નગર, ઈત્યાદિમાં રહેતા ધનિક લોકોને ચોર લોકો હણે છે. કઠણ હૈયાના અને નિર્લજ્જ ચોર લોકો બીજાઓને લૂંટે છે અને ગાયોને ઉપાડી જાય છે. એ દારુણ ગતિ વાળાઓ અને દયારહિત ચોરો પોતાનાઓને પણ હણે છે, ઘર ફોડીને ખાતર પાડે છે, ઘરમાં રાખેલું દાટેલું ધન-ધાન્ય-૦ ચોરી જાય છે. વળી તેવા નિર્દય ચોરો દેશના લોકોને મારે છે-કૂટે છે. પારકું દ્રવ્ય હરવાની આખડી વિનાના અને અણદીધું દ્રવ્ય લેવાની મતિવાળા લોકો પદ્રવ્યની શોધ કરવાને કાળે અને અકાળે ઠેર ઠેર ભટકે છે. ચિતા ઓમાં બળતા ધ રાદિથી ભરેલો મડદાંને કાઢીને, અધિરથી ખરડેલાં મુખવાળી ડાકણો તે મુડદાંને ખાય છે તથા તેમાંનું લોહી પીએ છે, એવા ભયંકર મશાનમાં પિશાચો અપ્રકટ રહીને કહyહાટ કરે છે તથા અટ્ટહાસ્ય કરે છે, એ પ્રકારે રમશાનમાં, વનમાં, સૂના ઘરમાં, પત્થરની ખાણોમાં, માર્ગની વચમાં આવતા હાટાદિમાં, પર્વતની ગુફમાં, સિંહાદિ હિંસક જાનવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53