Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ આવ, અધ્યયનa 23 બૃહોમાં સૈન્યથી સ્થાપના કરે છે અને સામાના લકરને પોતાના લશ્કરથી ઘેરી લે છે તથા હારેલાના ધનને હરી લે છે. બીજા યોદ્ધાઓ રણભૂમિને મોખરે પોતાની મેળે જઈને સંગ્રામમાં પ્રવેશ કરે છે તેઓ કવચ આદિને સજ્જ કરે છે, તૈયાર થાય છે, માથે વસ્ત્રની સખત પટ ભીડીને હાથમાં શસ્ત્રો તથા તલવાર ધારણ કરીને, દેહ ઉપર લોહમય બશ્વર પહેરે છે, ચામડાંના કવચથી શરીરને ઢાંકે છે, કાંટાવાળું કવચ પહેરે છે, તીરનાં ભાથાં છાતી ઉપર ગળા સાથે બાંધે છે. રણમાં જવા માટે પોતાના હાથે શસ્ત્રાસ્ત્રોની વિશેષ રચના કરે છે, કઠોર ધનુષ્યને હર્ષપૂર્વક હાથમાં ધારણ કરે છે, અતિ તીખાં બાણનો વરસાદ વરસાવે છે, વરસાદની ધારાની પેઠે બાણોની પ્રચંડ વૃષ્ટિથી છવાયેલા માર્ગમાં પ્રવેશ કરે છે. તેમાં યોદ્ધાઓ ડાબે હાથે ઢાલ લઈને, મ્યાનમાંથી બળહળતી તલવારો બહાર કાઢીને પ્રહાર કરવા પ્રવૃત્ત થાય છે. ભાલા, બાણ, ચક્ર, ગદા, કોહાડા, મૂશળ, હળ, ત્રિશૂલ, લાકડી, ભીંડીમાલ મોટા ભાલા, પટ્ટીશ, ચામડે વીંટેલો પત્થર, ધણ, મુકી પ્રમાણ પાષાણ, મુદ્રગર, ભોગલ, ગોફણના ગોળા, કકર, ભાથાં, કુવેણી ઈત્યાદિ ઝળહળતાં શસ્ત્રો શત્રુ પ્રત્યે તેઓ ફેંકે છે ત્યારે આકાશ વીજળીના પ્રકાશની પેઠે કાન્તિમાન બને છે. વળી રણભૂમિને વિષે શંખ, ભેરી, દુભિ, તૂરીના સ્પષ્ટ ધ્વનિથી અને પડહ વાગવાથી જે ગંભીર શબ્દો થાય છે તેથી શૂરાઓ હર્ષિત થાય છે અને એ ભયંકર અવાજથી કાયરો બીએ છે. હાથી, ઘોડા, રથ, સુભટ ઉતાવળે ચાલવાથી જે રજ પડે છે તેનાથી છવાયેલા અત્યંત અંધકારથી કાયર જનોનાં નેત્ર અને હૃદય આકુળવ્યાકુળ બની જાય છે. શિથિલપણે કરીને ચંચળ એવા શિખરવાળા મુકુટો, કિરિટો કુંડલો, નક્ષત્રમાળા થી શોભતા અને વિજયધ્વજ, વૈજયન્તી પતાકા, વીંજાતા ચામર તથા છત્રોવાળા પણ ગહન અંધકારમાં ડૂબી જાય છે. ઘોડાનો હણહણાટ, હાથીનો ગુલગુલાટ, રથનો ધણધણાટ, પાયદલ લશ્કરનો “હર-હર” એવો ધ્વનિ, ખભા ઉપર ભૂજાઓ થાપોટો, સિંહના જેવો નાદ, દાંત પીસીને કરેલો સીત્કાર, દીન સ્વરે, કંઠમાંથી કાઢેલો ધ્વનિ, મેધના જેવી રૌદ્ર ગર્જના, એકી સાથે હસવાનો તેમજ રોષનો થતો કકળાટ, એવા પ્રકારનો કોલાહલ યુદ્ધભૂમિમાં થઈ રહે છે. અતિ ક્રોધથી સુભટોનાં વદન રૌદ્ર બની જાય છે, તેઓ દાંતે કરીને નીચેના હોઠને કરડે છે, અને દ્રઢ પ્રહાર કરવાને તેમના હાથ સાવધાન બને છે. અતિ ક્રોધવશતાથી તેમનાં ફાટેલાં નેત્રો અત્યંત લાલ બની જાય છે. વૈરવૃષ્ટિથી અને ક્રોધની ચેષ્ટાથી તેમને કપાળમાં ત્રિવળી પડે છે અને ભ્રકુટી વાંકી બની જાય છે. શત્રુને મારવાના અધ્યવસાયે કરી હજાર-હજાર મનુષ્યનું હળ-પરાક્રમ તે સુભટોના શરીરમાં ફરાયમાન થાય છે. વેગવાન ઘોડાઓ જોતર્યા છે એવા રથ ઉપર બેસીને દોડતા યોદ્ધાઓ આવીને દક્ષતાપૂર્વક પ્રહાર કરીને જીતે છે, આયુધ, ઢાલ અને બઝરથી સજ્જ થયેલા ગર્વિષ્ટ તથા પ્રપંચી યોદ્ધાઓ વૈરીના હાથીઓને મારવા અથવા હાથ કરવા ઈચ્છતા સામસામાં લડી પડે છે અને યુદ્ધકળાનો ગર્વ ધરાવનારાઓ મ્યાન માથી તલ્હાર કાઢીને ક્રોધપૂર્વક શિધ્ર ગતિથી મોખરે આવી પ્રહાર કરી વૈરીના હાથોની સુંઢને તથા વૈરીના હાથીને છેદે છે. વહેતા રુધિરથી રણભૂમિના માર્ગો પર ચીકણો કાદવ થઈ રહ્યો છે, જેને પાસામાં વાગેલા ઘાથી રુધિર આવે છે અને આંતરડાં બહાર નીકળી ગયા છે એવા યોદ્ધાઓ વિકળ બનીને તરફડે છે, ને કેટલાક મર્મસ્થાને વાગેલા સર્ણ ઘાથી મૂછત થઈને ભૂમિપર શેકાય છે અને નિશ્રેષ્ટ પડ્યા રહે છે. રણભૂમિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53