Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ 21 આશ્રવ, અધ્યયન-૨ ચંડિકાદિ દેવ-દેવીઓને ચડાવો. કષ્ટ નિવારવા નિમિત્તે વિવિધ પ્રકારની ઔષધીઓ, મદિરા, માંસ ભક્ષ્યાન્નપાન, પુષ્પમાળા, ચંદનાદિનો લેપ દેવોને ધરો, ઉજ્જવલ દીવો કરો, સુગંધી ધૂપ સળગાવો, ફૂલ-ફળથી સંપૂર્ણ એવી દેવતાની પૂજા કરો, અને એમ બહુવિધ હિંસાથી વિઘ્નો ટાળો, વિપરીત પ્રકારના ઉત્પાતો, ભંડાં સ્પો માઠો શકુન, ગ્રહની માઠી ચાલ, અમંગલ નિમિત્તના દોષ એ બધું નિવારવા માટે અમુક પ્રકારના હિંસક અનુષ્ઠાન કરો. અમુકની આજિવિકા કાપી નાંખો અને કશું પણ દાન આપશો નહિ, ભલે માર્યો, ભલે છેદ્યો, ભલે ભેદ્યો; આ પ્રમાણે પાપકારી ઉપદેશ કરનારાઓ મનવચન-કાયાએ કરી મૃષાવાદનું પાપ કરે છે. મૃષાવાદીઓ બોલવા વિષે અવિવેકવાળા, અનાર્ય, ખોટાં શાસ્ત્રોવાળાં, ખોટાં ધર્મમાં તત્પર, મિથ્યા કથાઓમાં રસ મેળવનારા હોય છે અને તેઓ ખોટું બોલી તથા બહુ પ્રકારે ખોટું કામ કરી સંતોષ માનનારા હોય છે. [૧૨]તેમજ તેઓ મૃષાવાદનાં માઠાં ફળને નહિ જાણતા મહાભયને, અવિરત વેદનાને, ધણા કાળ સુધી બહું દુખે કરીને યુક્ત એવી નરક- તિર્યંચની ગતિની વેદનાને વધારે છે. વળી તેઓ એવાં દુઃખો ભોગવતાં થકા પુનઃ પુનઃ ભવના અન્ધકારમાં ભમે છે. ભયંકર દુર્ગતિમાં ઉપજીને તેઓ મનુષ્યભવમાં કેવી સ્થિતિને પામે છે? દીર્ધ સમયની દરિદ્રતા, પરવશતા, લક્ષ્મી અને ભોગથી રહિતતા, અસૌખ્ય (મિત્રરહિતતા) શરીરનું રોગીપણું, કુરુપતા, વિરુપતા, કર્કશતા, આનંદરહિતતા, છિદ્રયુક્ત શરીર, કાન્તિરહિત દેહ,અવ્યક્તભાષા, સંસ્કાર સન્માનરહિતતા,ચેતનરહિતતા, દુર્ભગતા અનિષ્ટતા, અસુંદરતી, ધીમો ફાટેલીસ્વર વિહિંસા મૂર્ખતા, બહેરાપણું, મૂંગાપણું, અળખામણી ભાષા, વિક્ત ઈકિયો, નીચ જાતિનું સેવન, લોકનિંદા, સેવકપણું, હલકા લોકોનું દાસત્વ, દુબુદ્ધિ, લોકશાસ્ત્ર વેદશાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્રની સમજણથી રહિતપણું, ધર્મબુદ્ધિથી રહિતતા આ બધુંય પૂર્વ ભવમાં કરેલા મૃષાવાદમાં કર્મરુપી અગ્નિથી દાઝેલા મનુષ્ય પામે છે. ખોટું બોલનારા પાપી જનો અપમાન, નિંદા, ચાડી, મિત્રભેદ અને માતા- પિતાબાંધવ-સ્વજન- મિત્ર ઈત્યાદિ તરફના અનેક પ્રકાર નાં દૂષણને પામે છે. આ દૂષણ મનને અણગમતાં, દુઃખકારક, જીવતાં સુધી ન ઉતરે તેવાં હોય છે. અનિષ્ટ-કઠોર-આકરાં વચનો સાંભળવાં, તર્જના- નિર્ભર્સના થવી, દીન વદન, કંગાલ મન, હલકું ભોજન, હલકાં, વસ્ત્ર, કુવાસ ઈત્યાદિ વડે ક્લેશ પામતાં એ પાપી જનોને સુખ કે શાન્તિ પ્રાપ્ત થતાં નથી, એવાં અત્યંત વિપુલ દુઃખો એ મૃષાવાદી સેંકડો રીતે ભોગવે છે. મૃષાવાદનો ફળવિપાક આ લોકમાં અને પરલોકમાં અલ્પ સુખ, બહુ દુઃખ, મહા ભય, બહુ કર્મરુપી મેલને ઉપજાવે છે અને તે કર્મના ફળ આકરાં, રૌદ્ર, કઠોર, અશાતાજનક, હજારો વર્ષે પણ ભોગવ્યા સિવાય ન છૂટે તેવાં છે. એ પ્રમાણે શ્રી મહાવીર ભગવાન બીજા અધ્યયનને વિષે કપાવાદના ફળવિપાકને કહે છે. મૃષાવાદ તોછડો છે, ભયંકર, દુઃખકર, યાવતુ દુખે કરી અન્ત પામી , શકાય તેવો છે. એ પ્રમાણે બીજું અધર્મદ્વાર સમાપ્ત થયું. અધ્યયનઃર-આવકાર-૨ નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૩-આસવકાર-૩) [13] હે જંબૂ! હવે હું અદત્તાદાન વિષે ત્રીજું અધ્યયન કહીશ. અદત્ત એટલે નહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53