Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ આશ્રવ, અધ્યયન-૩ 25 રોના નિવાસવાળો વિષમ સ્થાનોમાં, ફ્લેશ પામતા, ટાઢતાપથી સુકાયેલા શરીરવાળા તથા કાંતિરહિત બનેલા ચોર લોકો નરક તિર્યંચના ભવમાં ભોગવવાં પડતાં દુઃખોની પરંપરાને પાપકમોને એકઠાં કરે છે. મિષ્ટ ભોજન અને પાણી જેને દુર્લભ છે અને જે ભુખ તથા તરસથી દુઃખ પામે છે. તે ચોર માંસ, કંદ મૂળ અને જે કાંઈ મળે તેનો આહાર કરી લે છે અને ઉદ્વિગ્ન તથા ભયથી ધડકતાં તથા આશ્રયરહિત સ્થિતિમાં વનમાં વાસ કરી રહે છે. વન સેંકડો સપથી વ્યાપ્ત હોઈને ભયની આશંકાવાળા તથા અપયશકારી ભયંકર ચોર લોકો ગુપ્ત મંત્રણા કરે છે. ધણાં લોકો ના કાર્યકરવામાં વિઘ્ન ઉત્પન્ન કરવામાં, મદમત્ત-પ્રમાદી-એવા નાં છિદ્ર જોઈ અવસરે હણનારા અને કષ્ટ તથા ઉત્સવને સમયે ચોરી કરવાની બુદ્ધિ વાળા ચોર લોકો, નહોરવાળાં જાનવરોની પેઠે લોહીની અભિલાષા રાખતા ભમ્યા કરે છે. રાજાની મર્યા દાને લોપનારા, સારા માણસોથી નિંદાયેલા, પોતનાં કમો કરીને પાપ કર્મના કરનારા, અશુભ પરિણામવાળા,દુખ ભોગવનારા હંમેશા અસામાધિયુક્તતથામેલા મનવાળા, ઈહલોકમાં ક્લેશને પાપનારા તથા પરદ્રવ્યને હરનારા મનુષ્યો સેંકડો દુઃખોને પામે છે. [૧૬કેટલાકો પારકા દ્રવ્યને શોધતાં રાજપુરુષોથી પકડાય છે ત્યારે તેમને માર પડે છે, બંધાય છે, અટકમાં રખાય છે, તુરત નગરમાં ફેરવાય છે અને તેને કોટવાળને સોંપવામાં આવે છે. નિર્દય કોટવાળ કઠોર વચને તેની તર્જના કરે છે, તેનું ગળું પકડીને ફેકે છે, અને એવી રીતે દીન બની ગએલાઓને કેદખાનામાં દાખલ કરવામાં આવે છે, જે કેદખાનું નરક સરખું છે. ત્યાં પણ રખેવાળના પ્રહારો, અગ્નિના ડામ, તિરસ્કાર, કડવાં વચન, ભયંકર ધમકી ઈત્યાદિથી લાચાર થવું પડે છે. પહેરવાનાં વસ્ત્રો મેલાં અને કકડે કકડે સાંધીને બનાવેલાં મળે છે, અને કોટવાળને લાંચ આપીને પણ તેની પાસેથી વસ્ત્રા દિની વધુ સગવડ તે કેદમાં પુરાયેલાઓ માંગે છે. કોટવાળના પહેરેગીરો તેમને નાના પ્રકારના બંધને બાંધે છે. લાકડાની હેડ, લોખંડની બેડી વાળની રાશ-ચામડાનું દોરડું લોહની સાંકળ, પગની ડામણ, ઈત્યાદિ અનેક પ્રકારનાં દુખ ઉપજાવનારાં બંધને કરીને તેમને કોટવાળાના પહેરેગીરો માત્ર સંકોડાવીને અને અંગોપાંગ મરડીને બાંધે છે. એ મંદપુણ્ય જીવોને કાયંત્રમાં, કમાડ વચ્ચે અને લોહપિંજરમાં ધાલી મારે છે, ભોંયરામાં પૂરે છે, અંધારા કૂવામાં ઉતારે છે, થાંભલા સાથે બાંધે છે, ઉધે માથે બાંધે છે, એ પ્રકારે પીડા ઉપજાવતાં તેમને મારે છે. વળી તેમની ગરદન મરડીને નીચે વાળીને માથાને છાતી સાથે બાંધે છે, તેમને ધૂળમાં દાટે છે, તેમનાં ડકતા અને નીસામાં નાંખતા હૃદયનેભીંસીને બાંધે છે, તેમના માથાને ચામડાથી વટે છે, તેમની જાંધને ચીરે છે, કાષ્ટયંત્રે કરીને તેમના ઘૂંટણને બાંધે છે. તપાવેલ લોહના સળીયાથી ડામ દે છે, સોય ધોંચે છે, લાકડાની પેઠે છોલે છે, એ પ્રમાણે તેમને પીડા ઉપજાવે છે, એમ સેંકડો પ્રકારનાં કરો તેમને પમાડવામાં આવે છે. છાતી ઉપર મોટું લાકડું મૂકીને તેમને કષ્ટ આપવામાં આવે છે, વળી તેમને ગળે બાંધે છે, લોહના દંડ વડે છાતી, પેટ, ગુદા, પુંઠ ઉપર પ્રહાર કરીને તેમને પાડે છે, અંગોપાંગને ભાગી નાંખે છે, ઉપરીના હુકમથી કેટલાંક સેવકો. નિરપ રાધીને પણ શત્રભાવથી જમની પેઠે પીડે છે. તે મંદભાગી અદત્તનું હરણ કરનારાઓને ચામડાના દોરડાથી મારે છે, લોહના સળીયાથી મારે છે, નાના-મોટા ચામડાના ચાબૂકથી મારે છે, નેતરની સોટીથી મારે છે એ પ્રકારે સેંકડો પ્રહારથી અંગોપાંગે માર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53