Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ 256 પહાવાગરસં- 11/8 જેમનાં 5 અત્યંત બીહામણાં છે, તેઓ નારકીને પગ વચ્ચે વાલીને પોતાની આકરી દાઢથી તીવ્ર રીતે ડંખે છે, ખેંચે છે, તીવ્ર નખે કરીને તેમને ફાડે છે, અને તેમના દેહને વિદારીને દિશા-દિશામાં ફેંકી દે છે, તેથી તેમનાં અંગના સાંધા ઢીલા થઈ જાય છે અને અંગોપાંગ વ્યાકુળ થઈ જાય છે. તે નારકીના શરીરને કંક, ક્રસ ગીધ, ધોર અને મોટાં , કાગડા જેવા પંખીઓનો સમૂહ પોતાના કર્કશ, નિશ્ચલ અને આકરાનખે કરીને ચૂંટે છે. અને લોહમય ચાંચે કરીને તેમને પકડે છે. એ પંખીઓ પાંખે કરીને મારે છે અને તીવ્ર નખે કરીને જીભ તથા આંખ ખેંચી કાઢે છે, નિર્દયપણે ત્વચાને ઉતરડી નાંખે છે એટલે એ નારકીઓ આક્રંદ કરતા ઉંચે ઉછળે છે, નીચા પડે છે, અને ચારે બાજુએ પરિભ્રમણ કરે. છે. પૂર્વ કર્મના ઉદયથી તેઓ પશ્ચાતાપ કરે છે. બળે છે, અને પોતાને નિંદે છે. પૂર્વે કરેલાં કમને અને પાપોને અનુસરતાં ચીકણાં દુખ તે તે નરકમાં ભોગવીને પછી નારકીનાં આયુષ્યો પૂરાં થતાં તેઓમાંના ઘણા તિર્યંચની ગતિમાં ઉત્પન્ન થાય છે. તે ગતિમાં પણ એ જીવો દારુણ દુઃખ ભોગવે છે. તે ગતિમાં જન્મ, મરણ, જરા વ્યાધિ એ બધાં રેંટની ગતિની માફક ભોગવવાં પડે છે. જલચર સ્થલચર અને ખેચરની ગતિમાં ઉપજીને માંહોમાંહે વિનાશ અને પ્રપંચ આદરે છે. દુઃખી થાય છે. આ દુઃખો કેવાં છે ? ટાઢ, તાપ, તરસ અને ભૂખની વેદના વેઠવી, સુશ્રષાથી રહિતપણે વનમાં જન્મ પામવો, સદાયે ભય તથા ઉગમાં વસવુ, ભયે કરીને જાગવું; વધનું-બંધનનું-પ્રહારનું દુઃખ વેઠવું, ખાડામાં પડવું, હાડકાં ભાંગવાં, નાક વિંધાવવું, પ્રહાર કરી દુ:ખ પામવું, કાન વગેરે અંગોપાંગ છેદાવવાં,માર ખાઈને કામ કરવું, ચાબુક-અંકુશ-આર વગેરેને શરીરમાં ભોંકાવવાં,પરાણે શીખવું, માતાપિતાનો વિયોગ સહેવો, કાન-નાકના છિદ્ર વાટે રાશ-દોરડા વડે બંધાવું; હણાવું, ગળું આમળવાથી મરણ પામવું, ગલ અને જાળે કરી પાણીમાંથી બહાર નીકળવું, પોંકની પેરે રોકાવું, છેદાવું, બંધનમાં રહેવું, પાંજરામાં પુરાવું, પોતાના ટોળમાંથી વિખૂટા પડવું, દોરાવવું, દોરડા વડે ગળે બંધાવું, વાડામાં ધણાં પશુંઓ સાથે પુરાવું, કાદવ-પાણીમાં ખૂચવું, ઉંડા ખાડામાં નંખાઈને ગાત્રભંગ વેઠવો, નીચે પછડાવું, બળવું. ઈત્યાદિ સેંકડો દુઃખોથી તે પાપી જીવને સંતપ્ત થવું પડે છે. નરકમાં જે કર્મના ફળ દુઃખ રુપે ભોગવ્યા છે તે પૂરાં નહિ થયાં હોવાથી તે જીવોને તિર્યંચ પંચેન્દ્રિયમાં આવાં દુઃખો ભોગવવા પડે છે. પ્રમાદ અને રાગદ્વેષે કરીને જે હિંસાદિ પાપકમાં ઉપજ્યાં છે તેથી અતિ અશાતામય અને કઠોર એવાં આ દુઃખો જીવોને ભોગવવા પડે છે. ચતુરેદ્રિયમાં ભ્રમર, મચ્છર, માખી ઈત્યાદિની ગતિમાં ઉપજેલાં અનેક પ્રકારના જીવો જેમની જાતિ નવ લાખ કુળકોડીની છે તે જન્મ-મરણના અનુબંધને ભોગવતાં સંખ્યાતા કાળ સુધી પરિભ્રમણ કરે છે અને નરકના જેવાં તીવ્ર દુઃખો ભોગવે છે. સ્પર્શ. જીભ નાક અને આંખ એ ચાર ઈદ્રિયો સહિત એ જીવો ઉપર જણાવ્યાં તે પ્રકારનાં દુઃખો ભોગવે છે. તેવી જ રીતે ત્રિઈદ્રિયમાં કંથવા, કીડી, ઉંઘેઈ આદિ આઠ લાખ, કુળ કોડી છે. તેમાં જન્મ-મરણનો અનુભવ કરતાં સંખ્યાતા કાળ સુધી પરિભ્રમણ કરતાં નરકનાં સમાન તીવ્ર દુઃખો સ્પર્શ, જીભ અને નાકવાળાં એ ત્રિઈન્દ્રિય જીવો ભોગવે છે. સ્પર્શ અને જીભ એ બે ઈદ્રિયવાળા જીવો, જળો, અળશીયાં, કરમીયાં, કોડીનો જીવ ઈત્યાદિના સાત લાખ કુળ કોડી છે. તે જન્મ મરણનાં તીવ્ર દુઃખો સંખ્યાત કાળ સુધી ભોગવતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53