Book Title: Agam Deep 10 Panhaavagaranam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ 254 પહાવાગર- 1/18 માનનારા અને પ્રાણી હિંસાની કથા વાર્તા સાંભળવામાં સંતોષ ધરાવનારા હોય છે. તે પાપનાં ફળ તેમાં આનંદ માનનારને બહુ પ્રકારે ભોગવવાં પડે છે. અજ્ઞાનપણે એ કરેલાં પાપોનાં ફળ નરકાદિનાં દુઃખ કારક અને ભયંકર હોય છે. ધણા કાળ સુધી અવિશ્રાન્ત પણે અનેક પ્રકારથી નરક અને તિર્યંચની ગતિમાં વેદનાનો અનુભવ એ પાપો કરાવે છે. . આયુષ્ય પૂરું થયે એ જીવો ઘણાં અશુભ કર્મોને યોગે નરકમાં ઉત્પન્ન થાય છે. એ નરક કેવી છે? તેને વજમય ભીંતો છે, તે અતિ પહોળી છે. સાંધા વિનાની છે, દ્વાર વિનાની છે, કઠોર ભૂમિમાં તળીયાં છે, તેનો સ્પર્શ કર્કશા છે, ઉંચી-નીચી વિષમ ભૂમિ છે. એ નરકગૃહ બંધીખાનાં જેવા છે. તે અત્યંત ઉષ્ણ, હંમેશા, તપ, દુર્ગધી, ઉદ્વેગજનક ને ભયંકર દેખાવવાળાં છે. તે નરકગૃહો શીતળતામાં હીમનાં પડેલાં જેવાં છે કાન્તિએ કાળાં છે, ભયંકર છે, ઉંડો છે, રોમાંચકારક છે, અરમણીય છે. અનિવાર્ય રોગ અને રાથી પીડાયેલા નારકી જીવોનું એ નિવાસસ્થાન છે. ત્યાં હંમેશ તિમિસ્ર ગુફા જેવો અંધકાર વ્યાપેલો છે, ત્યાં પરસ્પર ભય રહેલો છે. ત્યાં પ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, તારા વગેરે નથી. આ નરકગૃહો મેદ, ચરબી, માંસ પરુ, લોહીથી મિશ્રિત અને દુર્ગધમય, ચીકા તથા સડી ગએલા કાદવથી વ્યાપ્ત છે. ત્યાં ખેરનાં લાકડાંના જેવો જાજ્વલ્યમાન અને રાખથી ઢંકાયેલા જેવો અગ્નિ છે. એ નરકગૃહોનો સ્પર્શ તલવાર, છરો, કરવતની ધાર જેવો તીક્ષ્ણ, વીંછીના આંકડાના ડંખ જેવો અતિ દુઃખકર છે. એવા નરકમાં જીવ રક્ષણ વિનાનો, શરણ વિનાનો, કડવાં દુઃખે કરી પીડા પામતો, પૂર્વે બાંધેલાં કમવાળો હોઈ વેદના ભોગવ્યા કરે છે. નરકમાં પરમાધામી દેવો વ્યાપી રહેલા છે. નારકી જીવોને અંતર્મુહૂર્તમાં વૈક્રિય-લબ્ધિ વડે કરી બેડોળ, બીહામણું અને હાડકાં-નસો-નખ-રોમથી રહિત શરીર પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પાંચ પર્યાય અને પાંચ ઈન્દ્રિય પરિપૂર્ણ વિકસે છે અને તે વડે અશુભ વેદનાઓ ભોગવે છે. તે વેદના અત્યંત આકરી, પ્રબળ, સર્વશરીર વ્યાપી, છેવટ સુધી રહેનારી હોય છે. વળી તે વેદના તીવ્ર, કર્કશ, પ્રચંડ, બીહામણી, અને દારુણ. લોહીની મોટી હાંડલીમાં રાધવું, સેકવું, તાવડીમાં તળવું, ભઠ્ઠીમાં ભેજવું, લોઢાની તડાઈમાં ઉકાળવું, બલિદાન દેવું ખાંડવું, શાલ્મલી વૃક્ષના તીણ લોહકંટકલ જેવા કાંટા ઉપર રગદોળવું, ફાડવું, વિદારવું, માથાને પાછળ નીચું નમાવી બાંધવું, લાકડીથી ફટકા મારવા, ગળામાં બળાત્કારે ફાંસી નાંખીને હિંચોળવું, શૂળની અણી ધોંચવી, આજ્ઞા કરીને ઠગવું, ભોંડા પાડવું, અપમાન કરવું, ગુન્હો બતાવીને વધભૂમિમાં લઈ જવું, વધ્ય જીવને માટીમાં દાટવો. એ પ્રમાણેનાં કષ્ટોથી પૂર્વે કરેલાં કમોંના સંચયથી નારકી જીવો પીડાય છે. નરક ક્ષેત્રોનો અગ્નિ દાવાનળ સરખો એને અતિ દુઃખકારી, ભયકારી, અશાતાકારી શારીરિક અને માનસિક એવી બે પ્રકારની વેદના એ જીવો ભોગવે છે, અને એ વેદનાને એ પાપીઓ ધણા પલ્યોપમ અને સાગરોપમના આયુષ્ય સુધી દયાજનક રીતે સહન કરે છે. પરમાધામી જ્યારે નારકીને ત્રાસ ઉપજાવે છે, ત્યારે નારકીઓ ભયભીત સ્વરે. આક્રન્દ કરતાં કહે છે. હે અત્યંત શક્તિમાન, હે સ્વામી, હે ભાઈ, હે બાપ, હે તાત, હે શત્રુજિત ! મને છોડો, હું મરું છું, હું દુર્બલ છે, વ્યાધિપીડિત છું!” એમ બોલતો તે જીવ દયારહિત પરમાધામી તરફ દ્રષ્ટિ કરે છે કે રખે મને મારશે! તે કહે છે “મને કૃપા કરીને મુહૂર્તમાત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53