Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 626
________________ ૩૪/૧૪૦૩ થી ૧૪૧૪ ૧૭૩ આ અનંતરોક્ત મન, વચન, કાય, વ્યાપાર, પંચાશ્રવ પ્રમતત્વ આદિ, આ યોગ સમાયુક્ત કૃષ્ણ લેશ્યા જ તથાવિધ દ્રવ્ય સંપર્કથી સ્ફટિકવતુ તેનાથી રંજિત થઈ તેના રૂપતાનો ભાગી થાય, આના વડે પંચાશ્રવ પ્રમત્તત્વાદિના ભાવકૃષ્ણ લેશ્યાના સદ્ભાવના ઉપદર્શનથી આ લક્ષણત્વ કહ્યું. આ પ્રમાણે આગળ પણ લક્ષણત્વ ભાવના કરવી. નીલલેશ્યા લક્ષણ કહે છે - ઈર્ષ્યા - બીજાના ગુણને સહન ન કરવા. અમર્ષ - અત્યંત અભિનિવેશ, તપથી વિપરીત, કુશાસ્ત્ર રૂપ વિધા, વચનતા, અસમાચારના વિષયમાં નિર્લજતા, વિષયોની અભિલાષા, પ્રષ, જૂઠું બોલવાથી શઠ, જાત્યાદિ મદના આસેવનથી પ્રમત્ત, રસોમાં લોલુપ, સુખનો ગવેપી - “મને કઈ રીતે સુખ થાય છે ?' પ્રાણીની ઉપમર્દનથી અનિવૃત્ત. આવા યોગથી નીલ લેફ્સામાં પરિણત થાય. કાપોત લેણ્યા લક્ષણ કહે છે - વચનથી વક, ક્રિયાથી વક્ર, મનથી નિકૃતિવાળો, બાજુતા સહિત, સ્વદોષને ઢાંકવા વડે પ્રતિકુંચક, છઘથી વિચરતો, અથવા આ બધાં શબ્દો એકાર્યક છે, વિવિધ દેશના શિષ્યોના અનુગ્રહાયેં કહેલ છે. ઉત્પાસક - ગાદિ દોષથી ગમે તેમ બોલનાર, મત્સર - બીજાની સંપત્તિને સહન ન કરતો અથવા હોય તેના ત્યાગના અભાવ વાળો, - આ યોગોથી સમાયુક્ત કાપોત લેવામાં પરિણત થાય. તેજો લેશ્યા લક્ષણ કહે છે. કાય, વચન, મન વડે નમ્ર હોય ચપળતા રહિત, શાય સહિત, અકોતવાન તેથી જ ગુરૂ આદિ પરત્વે ઉચિત પ્રતિપત્તિ વાળો હોય, ઇંદ્રિયના દમનવાળો, સ્વાધ્યાયાદિ વ્યાપારવાત- શાસ્ત્રોપચારને જાણતો, ધર્માનુષ્ઠાનની અભિરુચિવાળો, અંગીકૃત વ્રતના નિર્વાહવાળો, અવધ, પાપ ભીરુ, મુક્તિ ગષક, પરોપકાર ચિત્તવાળો, હિંસા આદિ આશ્રય રહિત • આવા યોગથી યુક્ત તે તેજો લેશ્યા પરિણત થાય છે. પદ્મ લેશ્યા લક્ષણ કહે છે- અતીવ અ૫ ક્રોધ અને માન જેના છે તે, એ રીતે પાતળા માયા અને લોભવાળો, તેથી જ પ્રકર્ષથી ઉપશમ ચિત્ત વાળો છે તે, અહિતની પ્રવૃત્તિના નિવારણથી જેણે આત્માને વશીકૃત કરેલો છે તે, સ્વ૫ ભાષક, અનુભટ પણાથી ઉપશાંત આકૃતિ, વશીકૃત ઇંદ્રિયવાળો - આ યોગથી સમાયુક્ત પદ્મ લેશ્યામાં પરિણત થાય છે. ૦ શુક્લ લેશ્યા લક્ષણ કહે છે - અશુભ ધ્યાનને પરિહરીને અને પૂર્વોક્ત શુભ ધ્યાનમાં સતત અભ્યાસથી સાથે છે. તે કેવો થઈને પ્રશાંત ચિત્ત અને દાંત આત્મા થઈને. - x- સમિતિવાળો થઈને મન આદિથી સમસ્ત વ્યાપારનો વિરોધ કરનાર, તે અક્ષણ અનુપશાંત કષાય પણાથી સરાગ હોય કે વીતરાગ તેવો - x- આવા યોગવાળો શુકલ લેફ્સામાં પરિણમે છે. અહીં જે વિશેષણોની પુનરુક્તિ છે, તેને વિશુદ્ધિથી કે પ્રકૃત્વર્થી જાણવા. હવે સ્થાનહાર કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678