Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 634
________________ ૩૫/૧૪૪૫ થી ૧૪૬૪ ૧૮૧ (૧૪૬૩) કાળધર્મ ઉપસ્થિત થતાં મુનિ આહારનો પરિત્યાગ કરી, મનુષ્ય શરીરને છોડીને દુઃખોથી મુક્તિ અને સામર્થ્યવાન થઈ જાય છે. (૧૪૬૪) નિમમ, નિરહંકાર, વીતરાગ અને અનાશ્વત મુનિ કેવળજ્ઞાન પામીને શાશ્વત પરિનિવણ પામે છે - તેમ હું કહું છું. • વિવેચન • ૧૪૪૫ થી ૧૪૬૪ - (૧૪૪૫) ગૃહવાસ - ઘરમાં રહેવું અથવા ઘર જ પરવશતાના હેતુથી પાશ, તે ગૃહપાશ, તેનો ત્યાગ કરીને, સર્વસંગને છોડીને ભાગવતી દીક્ષા સ્વીકારેલ મુનિ, પ્રત્યક્ષ પુત્ર • પત્ની આદિનો પ્રતિબંધને ભવહેતુ રૂપ જાણીને નિશ્ચયથી તેને છોડે. સંગ- ની વ્યુત્પત્તિ કહે છે. જેમાં પ્રતિબંધિત થાય અથવા જે સંગ વડે જ્ઞાનાવરણાદિ કર્મો સાથે સંબદ્ધ થાય તે. (૧૪૪૬) હિંસા - પ્રાણ વ્યપરોપણ, અલક - અસત્ય ભાષણ, ચૌર્ય - અદત્તાદાન. અબ્રહ્મસેવા -મથુન આચરણની ઇચ્છારૂપ, કામ - ઇચ્છાકામ અથવા પ્રાપ્ત વસ્તુની કાંક્ષારૂપ, લોહ - લબ્ધ વસ્તુ વિષયક ગુદ્ધિ. સંયત તેનો ત્યાગ કરે. આના વડે મૂલગુણો કહ્યા તેમાં સ્થિત એવા શરીરને અવશ્ય આહારદિ પ્રયોજન હોય, તેથી તે વિષયમાં કહે છે - (૧૪૪૭) મનોહર ચિત્ર પ્રધાન ગૃહને, તે પણ પુષ અને ધૂપથી સુગંધી કરાયેલ હોય, કમાડોથી યુક્ત હોય, તે પણ શ્વેતવસ્ત્રથી વિભૂષિત હોય, મનથી તો શું ? વચનથી પણ ન કર્યું. ત્યાં કઈ રીતે રહે? (૧૪૪૮) કામ રાગ વધારનાર ઉપાશ્રયમાં ઇંદ્રિયોનો નિરોધ દુષ્કર છે. તેમાં ઇંદ્રિયો - ચક્ષુ આદિ, ઉપાશ્રય - દુઃખમાં જેનો આશ્રય કરાય છે તે દુષ્કર - ઉન્માર્ગ પ્રવૃત્તિના નિષેધથી માર્ગમાં રહેવું મુશ્કેલ હોવું તે- સ્વ સ્વ વિષય પ્રવૃત્તિને નિયંત્રિત કરવી મુશ્કેલ છે. કામરાગ - મનોજ્ઞ ઇંદ્રિય વિષયોમાં આસક્તિ. આવા સ્થાને મૂલગુણમાં કંઈક અતિચાર સંભવે છે. એવું હોય તો ક્યાં ? કેમ ? રહેવું. (૧૪૪૯) ૨મશાનમાં, શૂન્યગૃહોમાં, વૃક્ષની સમીપમાં, તથાવિધ કાળમાં, સગદ્વેષ રહિત કે અસહાય રહે. બીજાના તેવા પ્રકારના પ્રતિબંધને ન સ્વીકારીને અને બીજા વડે નિષ્પાદિત સ્થાનમાં ભિક્ષુ રહે. (૧૪૫૦) અચિતિભૂત ભૂભાગમાં, પોતાના કે બીજાને બાધા ન થાય તે રીતે અથવા આવનાર સત્વો કે ગૃહસ્થ - શ્રી આદિના ઉપદ્રવ રહિત સ્થાનમાં રહે. કેમકે આ જ મુક્તિપદના વ્યુ રૂપે. તેમાં પ્રવૃત્તને ઉપદ્રવ હેતુ થાય છે. ઉકત શ્મશાનાદિમાં તો શાક્યાદિ ભિક્ષ પણ રહે, તેથી કહ્યું કે - મોક્ષને માટે સમ્યક્ પ્રકારે યત્ન કરે. જિન માર્ગ સ્વીકારેલને જ મુક્તિમાર્ગ પ્રતિ વરસ્તુતઃ સમ્યફ ચહ્ન સંભવે છે. તેમાં પણ માત્ર રુચિ ન કરે, પણ તેમાં સંકલ્પ કરે -૦- પરકૃત વસતિ એવું વિશેષણ કેમ કહ્યું ? (૧૪૫૧) પોતાના માટે ઉપાશ્રય કરે નહીં. ગૃહસ્થાદિ પાસે કરાવે પણ નહીં કે કરનારને અનુમોદે નહીં. કેમકે ગૃહ નિષ્પતિ કર્મમાં સમારંભ થાય. કેમકે પ્રાણીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678